ચોટીલાના આ મકાન પર વારંવાર આવતા કાકા રાજેશ ખન્ના – આ હતું કનેક્શન

અમિતાભ બચ્ચનને પણ જેમના સ્ટારડમ ની ઈર્ષા થતી એવા રાજેશ ખન્ના વારંવાર ચોટીલાના એક મકાન પર આવતા. તો આવો જાણીએ શા માટે આ મકાન માં રાજેશ ખન્ના વારંવાર આવતા.રાજેશ ખન્ના ને ભારતીય સિનેમા ના “પહેલા સુપરસ્ટાર”  તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજેશ ખન્ના એ ગુજરાતી મૂળ ની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કાર્ય હતા એ તો આપણે બધા જાણીએ જ છીએ. લગ્ન પછી ઘણી વાર ચોટીલા માં આવવા નું કારણ એ હતું કે તેમની પત્ની ડિમ્પલ ખુદ પણ ગુજરાતના ચોટીલા ની જ છે અને તેમનો પરિવાર પણ પેહલા ત્યાજ રહેતો હતો.

કાકા તરીકે પણ ઓળખાતા રાજેશ ખન્ના એટલા માટે ચોટીલા માં ડીમ્પલ ના ઘરે વારંવાર આવતા અને તે ઘર તેમને ગમતું પણ ખરા. હજુ પણ ગામ ના વૃદ્ધો એ દંપતી ને ઓળખે છે.

જોકે હાલ માં ઘણા વર્ષો થી આ બંગલો બંધ હાલત માં છે.આ બંગલા ની માવજત કરવાનું કામ મણીબહેન નામના એક મહિલા પર હતું. મણિબહેન ના આ પરિવાર સાથે ખુબજ નજીક ના સબંધ હતા. તેમને ઘણી વાર ડીમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના સાથે સમય વિતાવ્યો છે.

થોડા દિવસો પહેલા જ એટલે કે ૨૯ ડિસેમ્બરે રાજેશ ખન્ના અને તેમની પુત્રી ટ્વિન્કલ એટલે કે અક્ષય કુમારની પત્ની બંને નો જન્મદિવસ ગયો. જાણવા ની વાત એછે કે બંને નો એક જ સાથે ૨૯ ડીસેમ્જબર ના જ જન્મ દિવસ આવે છે.

અક્ષય ગયા વર્ષેજ યાદ કર્યા હતા સસરા રાજેશ ખન્ના ને :

ગયા વર્ષેજ અક્ષય કુમારે તેમના સસરા એટલે કે રાજેશ ખન્ના ને યાદ કરતા તેમના ટ્વીટર પર રાજેશ ખન્ના, ડિમ્પલ કાપડિયા અને એ બંને ની પુત્રી ટ્વિન્કલ ત્રણેય નો સાથે નો ફોટો મુકીને લખ્યું હતું કે

“મોટા થયા દરમિયાન મેં તેના સુપરસ્ટાર્ડમની રસપ્રદ વાર્તાઓ સાંભળી, એક દિવસની કલ્પના પણ નહીં કરીશ કે હું તેની મનોહર પુત્રી સાથે લગ્ન કરીશ … મને આ અમૂલ્ય આપવા બદલ આભાર – તમને બંનેને જન્મદિવસની શુભેચ્છાઓ.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!