ક્રિકેટથી ભલે દુર થયા ધોની પણ આ ૭ સાઈડ બિઝનેસથી ધોમ પૈસો કમાઈ લ્યે છે

પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોની છ મહિના થી વધારે સમય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી દુર છે, અને હાલ માં જ BCCI ના ઓક્ટોબર ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૨૦ ની અવધી ના પોતાના વાર્ષિક અનુબંધ માં તેઓને કોન્ટ્રાકટ થી બહાર કરી દેવામાં આવ્યા છે. આઈસીસી એકદિવસીય વિશ્વ કપ સેમીફાઈનલ માં ભારતીય ક્રિકેટ ટીમ ના ન્યુઝીલેન્ડ થી હાર્યા પછી ધોની એ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી.

મહેન્દ્ર સિંહ ધોની ભારત તરફ થી એવી હસ્તીઓ માં છે કે, જેઓએ ફોર્બ્સ ઇન્ડિયન સેલીબ્રીટી ૧૦૦ ની સૂચી માં પોતાનું નામ મેલું છે અને ૫ માં સ્થાન પર રહ્યા છે.૩૮ વર્ષના આ ખેલાડી ની સંપતિ ૨૦૧૮માં ૧૦૧.૭૭ કરોડ રૂપિયા થી ૨૦૧૯માં ૧૩૫.૯૩ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે.તમને જણાવી દઈએ કે ધોની એ ઘણી કંપનીઓ માં નિવેશ પણ કર્યું છે અને ઘણી બ્રાંડો નો પ્રચાર પણ કરે છે.

તો ચાલો જાણીએ ક્રિકેટ સિવાય મહેન્દ્ર સિંહ ધોની ના ક્યાં ક્યાં આવક ના સ્ત્રોત છે.

સેવન : સેવન એ ધોની ની એક ભારતીય લાઇફ્સ્ટાઇલ ની બ્રાંડ છે, જે સ્પોર્ટ્સવિયર, કેઝ્યુઅલ અને ફૂટવિયર નું નિર્માણ અને માર્કેટિંગ પણ કરે છે.આ ૨૦૧૬ના ફેબ્રુવારી મહિના માં લોન્ચ કરવા માં આવ્યું હતું.સેવન ના બ્રાંડ એમ્બેસેડર ધોની પોતે જ છે.

સ્પોર્ટ્સ ફિટ :

૨૦૧૧માં દેશભર માં ૨૦૦ ઝિમ ખોલીને ધોનીએ ૨૦૧૨માં કોમેર્શીયલ ફિટનેસ SportsFitPvt Ltd ની સાથે ફિટ-બિઝ માં શામેલ થયા.

ધોની એન્ટરટેઈનમેન્ટ :

ધોની એન્ટરટેઈનમેન્ટ એ પોતાની યાત્રા ની શરૂઆત “રોર ઓફ ધ લાયન” નામના ડોક્યુંમેન્ટ્રી ની સાથે કરી, જે સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ માં હોટસ્ટાર પર હજી સુધી ની સૌથી મોટી રીલીઝ છે.

ચેન્નઈયિન એફસી :

એમએસડી ક્રિકેટ સિવાય, અન્ય ઘણી રમતો ને પસંદ કરે છે.ફૂટબોલ પ્રતિ તેમની પસંદગી ભારતીય સુપર લીગ ની એક ટીમ ના માલિક ના રૂપ માં જોઈ શકાય છે.ચેન્નઈયિન એફસી ટીમ ચેન્નઈ, તમિલનાડુ પર આધારીત છે.

હોટેલ માહી રેઝીડેન્સી :

એમએસડી એ હોટલ માહી રેઝીડેન્સી માં પણ નિવેશ કર્યું છે.આ નિવેશ જોકે ક્યારેય ચર્ચા માં નથી આવ્યું.હોટેલ માહી રેઝીડેન્સી ઝારખંડ માં સ્થિત છે અને આમાં કોઈ અન્ય ફ્રેન્ચાઇઝી નથી.

રાંચી રેઝ :

માહી એ એક હોકી ફ્રેન્ચાઇઝી માં પણ નિવેશ કર્યું છે, જે રાંચી સ્થિત છે, જે “રાંચી રેઝ” ના નામથી પણ ઓળખાય છે.

બ્રાંડ એન્ડોર્સમેન્ટ :

ભારતીય બ્રાંડો નો ભારતીય ક્રિકેટરો સાથે હમેશા થી જ સારા સંબંધો રહ્યા છે, ખાસકરીને જયારે ખેલ રત્ન એમએસધોની જેવા વિશ્વસનીય નામ ની વાત આવે છે.માહી બોસ,પેપ્સી,બુસ્ટ,પનેરાઈ, સ્નિકર્સ ઇન્ડિયા, વિડીયોકોન, ગોડેડી , કોલગેટ, રેડબસ, લિવફાસ્ટ, કાર્સ૨૪, ઈન્ડીગોપેન્ટ્સ, માસ્ટરકાર્ડ ઇન્ડિયા, ઓરીએન્ટ,ભારત મેટ્રીમોની, નેટ મેડસ ડોટ કોમ જેવી ઘણી પ્રસિદ્ધ બ્રાંડો નો પ્રચાર કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!