ડાઈપર ની જાહેરાતથી પડદે આવી રહ્યા છે તૈમુર – સૈફ-કરીનાએ અધધ આટલા રૂપિયા માંગ્યા

સૈફ અને કરીના ની જોડી બોલીવૂડ માં ખુબજ પ્રખ્યાત છે.આ જયારે પણ ઘરે થી બહાર નીકળે છે ત્યારે લોકો તેમના ફોટોઝ ક્લિક કરવા માટે તૂટી પડે છે.આ બંને ની સ્ટાર વેલ્યુ ખુબ મોટી છે.માત્ર કરીના અને સૈફ જ નહિ પરંતુ હવે તેમનો લાડલો દીકરો તૈમુર પણ ઘણો પ્રખ્યાત છે.બોલીવૂડ માં જેટલા પણ સ્ટાર કીડ છે તેમનો સૌથી પ્રખ્યાત તૈમુર છે.

આજ કારણ છે કે સોશિયલ મિડિયા પર તૈમુર ના અંગત જીવન ની ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે.તે જયારે પણ ઘર ની બહાર જાય છે તેની તસ્વીરો સોશિયલ મિડિયા માં વાયરલ થાય જ છે.એક રીતે કહી શકાય કે તૈમુર એક સ્ટાર કીડ છે તો કરીના એક સ્ટાર પેરેન્ટ છે.

આજ કારણ છે કે ડાયપર બનાવવા વાળી એક કંપની આ પરિવાર ને પોતાની જાહેરાત માં લેવા માંગે છે.

ડાયપર ની જાહેરાત માં નજરે ચડશે તૈમુર :

મિડ ડે ની એક રીપોર્ટ મુજબ ભારત ની એક મોટી ડાયપર બનાવવા વાળી બ્રાંડ એ પોતાના પ્રોડક્ટ ના પ્રમોશન માટે સૈફ અલી ખાન અને કરીના કપૂર ને વાત કરી હતી.જોકે પહેલી વાર માં તો બંને એ આ માટે ના જ પાડી દીધી હતી, પરંતુ કંપની વાળાએ ખુબ વિનંતી કરી ત્યારે તેઓ આ જાહેરાત કરવા માટે રાજી થઇ ગયા.

આ જાહેરાત માટે માંગ્યા આટલા બધા રૂપિયા :

સુત્રો ના જણાવ્યા મુજબ એક મોટી બ્રાંડ કરીના અને સૈફ ને તેના પ્રમોશન માં લેવા માંગતી હતી.અને આની પાછળ એક વર્ષ થી તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા.આ કપલે પહેલા તો ઓફર ને ના પાડી દીધી હતી,પરંતુ પછી તેઓ એ બ્રાંડ ના ઘણા આગ્રહ ને લીધે હા પાડી દીધી.

સૈફ અને કરીના આ ડાયપર ની જાહેરાત ને લીધે 3 કલાક ના શુટિંગ માટે આવશે.આના બદલા માં તેઓએ પુરા ૧.૫ કરોડ રૂપિયા કંપની પાસે થી માંગ્ય છે.

જો આવું સાચું થશે અને બધુજ બરાબર રહેશે તો આ વાત નો ચાન્સ પણ છે કે આ જાહેરાત માં તેમનો દીકરો તૈમુર પણ નજરે ચડે.મતલબ કે આ તૈમુર ની પહેલી જાહેરાત હોઈ શકે છે.

 

View this post on Instagram

 

#holidayvibes #familylove?

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ઘણી વાર કરી છે સાથે જાહેરાતો :

આ પહેલી વાર નથી કે કરીના અને સૈફ બંને સાથે કોઈ જાહેરાત માં જોવા મળશે.આની પહેલા પણ બંને બેડ અને બ્રેકફાસ્ટ ચૈન ના જાહેરાત માં દેખાયા હતા.જોકે આ વખતે તેમની સાથે તૈમુર પણ નજર આવી શકે છે.આ વાત ને લઈને જ કંપની ની બ્રાંડ વેલ્યુ વધી જશે.હવે જોવાનું એ છે કે તૈમુર આ જાહેરાત માં કેવી રીતે એક્ટિંગ કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!