૧૦ જાન્યુઆરી ની પૂનમે આ સમયે ચંદ્રગ્રહણ થશે – તમારી રાશી અને જીવન પર એની આવી અસર થવા જઈ રહી છે

આ વર્ષ નું પહેલુ ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુવારીએ થવા જઈ રહ્યું છે.ચંદ્રગ્રહણ ની સાથે ૧૦ જન્યુવારીએ પૌષ પૂનમ પણ છે.આ વર્ષે કુલ છ ગ્રહણ લાગવાના છે.જેમાં ૪ ચંદ્રગ્રહણ અને ૨ સૂર્યગ્રહણ હશે.પહેલું ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુવારીએ થશે જે રાત્રે ૧૦ ને ૩૭ વાગે શરુ થશે અને ૧૧ જન્યુવારીએ ૨ ને ૪૨ સુધી રહેશે.આ ગ્રહણ ની અસર ૪ કલાક અને ૧ મિનીટ સુધી રહેશે.

થઇ જશે મંદિરો ના દરવાજા બંધ :

૧૦ જાન્યુવારીએ ચંદ્રગ્રહણ નું સુતક ૧૨ કલાક પહેલા જ શરુ થઇ જશે, જેને લીધે મંદિરો ના દરવાજા સવાર થી જ બંધ કરી દેવામાં આવશે.સાથે જ કોઈ પણ પ્રકાર નું સારું કામ આ દિવસે નહિ થઇ શકે.૧૧ જાન્યુવારીએ રાતે ગ્રહણ પૂરું થશે ત્યારે જ બધા મંદિરો ના દરવાજા ખોલવામાં આવશે.

જેના પછી લોકો મંદિરે જઈને વસ્તુઓ નું દાન કરી શકશે.સામાન્ય છે કે ઘણા લોકો દ્વારા ચોખા, ભાત,ગોળ અને તલ ચઢાવશે.

૧૦ જાન્યુવારી ૨૦૨૦માં લાગવા વાળા ચંદ્રગ્રહણ નો સમય :

ચંદ્ર ગ્રહણ નો સમય ૧૦ જાન્યુવારી રાત્રે ૧૦:૩૭ થી ૧૧ જાન્યુવારી ૨:૪૨ સુધી.

આ ચંદ્રગ્રહણ ભારત, આફ્રિકા,એશિયા,યુરોપ અને ઓસ્ટ્રેલીયા થી દેખાશે.

પૌષ પૂનમ ૨૦૨૦ :

૧૦ જાન્યુવારીએ પૌષ પૂનમ પણ છે અને તે દિવસે પવિત્ર નદીઓ માં સ્નાન કરવાની પરંપરા છે.સ્નાન કર્યા પછી દાન દેવાનું ખુબજ મહત્વ છે.જોકે આ વખતે ગ્રહણ પૂરી થયા પછી જ પવિત્ર નદીઓ માં સ્નાન કરવામાં આવશે.

ન કરવા આવા કામ :

શાસ્ત્રો પ્રમાણે ચંદ્રગ્રહણ ને અશુભ માનવામાં આવે છે. સાથે જ ગ્રહણ દરમિયાન ઘણી બધીજ વસ્તુઓ ની સાવધાની રાખવી પડે છે.એટલે તમે પણ ચંદ્રગ્રહણ ના દિવસે આ વસ્તુઓ નું વિશેષ ધ્યાન રાખજો :

૧) ચંદ્રગ્રહણ દરમિયાન પોતાના મંદિરો ને કપડા થી ઢાંકી દેવી અને પૂજા ન કરવી.

૨) ચંદ્રગ્રહણ લાગતી વખતે ક્યારેય સુવું નહિ અને ભગવાન નો જાપ કરવો.

૩) ગર્ભવતી મહિલાઓ એ ચંદ્રગ્રહણ દરમિયાન ધાર્મિક ગ્રંથો વાંચવા અને પૂરું થાય એટલે સ્નાન જરૂર થી કરવું જેના માટે સ્નાન ના પાણી માં ગંગા જળ ના કેટલાક ટીપા જરૂર નાખવા.

૪) ચંદ્રગ્રહણ દરમિયાન બધીજ વસ્તુઓ અપવિત્ર થઇ જાય છે.એટલે ગ્રહણ પૂરું થતાજ ઘા માં ગંગા જળ નો છંટકાવ કરવો.જેથી ઘર પાછુ પવિત્ર થઇ જાય.આના સિવાય ભગવાન ની મૂર્તિઓ માં પણ ગંગા જળ નો છંટકાવ કરવો.

૫) ગ્રહણ પૂરું થયા પછી ઘઉં,ચોખા અને ગોળ જેવી વસ્તુઓ નું દાન કરવું.

૬) ગ્રહણ વાળા દિવસે જ પૌષ પૂર્ણિમા છે એટલે તે દિવસે ખીર બનાવીને તેનું પણ દાન કરવું.ખીર બનાવતી વખતે તેમાં એક તુલસી નું પાંદડું પણ નાખવું એટલે તે અપવિત્ર ન થઇ જાય.

લાગવાના છે કુલ ૪ ચંદ્રગ્રહણ :

આ વર્ષે કુલ ૪ ચંદ્રગ્રહણ લાગવાના છે જેમાં પહેલું ચંદ્રગ્રહણ આ ૧૦ જાન્યુવારી ના દિવસે લાગવાનું છે.બીજું ગ્રહણ ૫ જુન ૨૦૨૦ ના દિવસે, ત્રીજું ગ્રહણ ૫ જુલાઈ ૨૦૨૦ અને ચોથું ૩૦ નવેમ્બરે લાગવાનું છે.આના સિવાય આ વર્ષે ૨ સુર્ય ગ્રહણ પણ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!