દયાભાભીની ખુબ જ ક્યૂટ દીકરી પહેલી વખત કેમેરા સામે – જુવો તસવીરો

તારક મહેતા કા ઉલટા ચશ્માં શો એક એવો અનોખો શો છે કે જેને બાળકો થી માંડી ને વડીલો સુધી ના બધાજ લોકો પસંદ કરે છે. કેમકે આ શો એ કોઈ સાસુ વહુ ના ઝગડા વાળો શો નથી. ઘણા વર્ષો થી ચાલી રહેલા આ શોમાં મુખ્ય ભૂમિકા માં જેઠાલાલ અને તેનો પરિવાર જોવા મળતો હોય છે જેમકે જેઠાલાલ, તેના પત્ની દયાભાભી, ચંપક ચાચા અને ટપુ. આ સિવાય આ શો માં તારક મહેતા અને અંજલી મહેતા નું પાત્ર પણ ખુબ અનોખું છે.

વર્ષ ૨૦૧૫ માં દયાભાભી એટલે કે દિશા વાકાણી એ ઉદ્યોગપતી મયુર પડિયા સાથે લગ્ન કરી લીધા હતા.

એક ક્યુટ પુત્રી નો થયો હતો જન્મ :

વર્ષ ૨૦૧૫ માં લગ્ન થયા બાદ દિશા વાકાણી કે જેઓ તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ માં દયાભાભી નું પાત્ર ભજવે છે તેના ઘરે વર્ષ ૨૦૧૭માં એક સુંદર પુત્રી નો જન્મ થયો હતો જેનું નામ સ્તુતિ રાખવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા સમય થી દિશા વાકાણી તારક મહેતા કા ઉલટા ચાસમાં શો માં જોવા મળી રહી ન હતી.પરંતુ હાલ માં જ તે તેની પુત્રી સાથે એક મંદિરે જોવા મળી હતી.

મિડિયા દ્વારા થઇ ગયા હતા સ્પોટ :

હાલ માં જ દિશા વાકાણી પોતાની પુત્રી સ્તુતિ ને લઈને એક મંદિરે મીડિયા દ્વારા સ્પોટ થઇ ગયા હતા.મીડિયા ને જોઇને તેઓએ પોતાની પુત્રી નો ચહેરો છુપાવી રહ્યા હતા આમ છતાં તેનો ચહેરો મીડિયા દ્વારા સ્પોટ થઇ ગયો હતો.

અત્યારે છે સોશિયલ મીડિયા ની હેડલાઈન્સ માં :

દિશા નો તેની પુત્રી સ્તુતિ સાથે ની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, અને લોકો તેની આ ક્યુટ પુત્રી ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.દિશા ની પુત્રી સ્તુતિ અત્યારે ૨ વર્ષ ની છે.આમ તો લોકો તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ માં દિશા વાકાણી એટલે કે દયાભાભી ને ખુબ જ પસંદ કરે છે, પણ દિશા ની તેની પુત્રી સ્તુતિ સાથે ની તસ્વીર અને સ્તુતિ ની ક્યુટનેશ ને દયાભાભી ના પ્રસંશકો તેમની આ તસ્વીર ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!