દીકરી હોવવાની ફરજ પૂરી પાડી રહી છે આ દિવ્યાંગ છોકરી – આ કારણથી આવી હાલતમાં પણ ઓટો ચલાવે છે

પેલા ના જમના માં કોઈ ને ઘરે દીકરી આવે તો લોકો તેન જરા પણ મહત્વ ન દેતા અને કેહતા કે દીકરી આવી છે તે તો બીજા ના ઘર ની સંપતિ કહેવાય દીકરો હોત તો તમારી સંપતિ કેવાત. પણ અત્યારના જમાનામાં દીકરી ઓ દીકરા ની સાથે જ નહિ પણ આગળ છે અને દીકરા ની જેમ પોતાના માં બાપ ની સંભાળ પણ લઇ શકે છે.

આ વાત ને સાચી સાબિત કરી બતાવ્યું છે આ અમદાવાદ માં રહેવાવાળી ૩૫ વર્ષની અંકિતા શાહે.કેમકે તે એક દીકરાની જેમ જ પોતાના માં બાપ માટે કામ કરે છે.

તો ચાલો જાણીએ કોણ છે અંકિતા શાહ :

વાત એમ છે કે અંકિતા અમદાવાદ માં રહેતી એક ૩૫ વર્ષની મહિલા છે. તેને નાનપણ થી જ પોલીઓ હતો. જેને લીધે તેનો એક પગ કાપવો પડ્યો હતો.આ રીતે અંકિતા એક દિવ્યાંગ બની ગઈ હતી. પણ તે આ વાત ને લીધે ક્યારેય નિરાશ થઇ નહિ અને એક સામાન્ય છોકરી ની જેમ જીવન આગળ વધાર્યું.

અંકિતા ના જીવન માં ખુબજ મોટું દુખ આવી ગયું જયારે તેના પિતા ને કેન્સર ની બિમારી થઇ ગઈ. જેમ આપણે બધા જાણીએ છીએ કે આ બિમારી ના ઈલાજ માં ખુબ વધારે ખર્ચ થાય છે.અને તેણીને વારંવાર અમદાવાદ થી સુરત જવું પડતું હતું.એવામાં પૈસા અને સમય બંને આપવા પડતા હતા.

કોલ સેન્ટર માં રજા ન મળવા ના કારણે છોડી દીધી નોકરી :

અંકિતા પહેલા એક કોલ સેન્ટર માં નોકરી કરતી હતી ત્યાં તે ૧૨ હાજર રૂપિયા કમાતી હતી.તેને કહ્યું કે પપ્પા ની બિમારી ને લીધે મારે ઘણી વાર રજા રાખવી પડતી હતી જે કોલ સેન્ટર માંથી મળતી ન હતી.સાથે જ તે લોકો પગાર પણ વધારતા ન હતા.એવા માં તેને કોલ સેન્ટર ની નોકરી મૂકી ને રીક્ષા ચલાવવા નું ચાલુ કરી દીધું.

ચલાવે છે દિવ્યાન્ગો માટે ની સ્પેશિયલ રીક્ષા :

રીક્ષા ચલાવવા થી અંકિતા મહિના ના ૨૦ હાજર રૂપિયા કમાવવા લાગી હતી.તે દિવસ ના ૮ કલાક રીક્ષા ચલાવે છે.એના પછી જ તે જયારે જોએ ત્યારે તેના પિતાના ઈલાજ માટે છુટ્ટી લઇ શક્તિ હતી.

અંકિતા એ રીક્ષા ચલાવવા નું તેના એક મિત્ર પાસે થી સીખ્યું હતું.તેનો આ મિત્ર પણ વિકલાંગ છે અને તે પણ રીક્ષા ચલાવે છે.તેને અંકિતા ને રીક્ષા ચલાવવાનું તો સીખાડ્યું જ સાથે સાથે તેને દિવ્યાંગ લોકો માટે ની સ્પેશિયલ રીક્ષા પણ અપાવી દીધી.

આમાં બ્રેક હાથે થી લગાવી શકાય છે.અંકિતા એ કીધું હતું કે તેણે ઘણી જગ્યાએ ઈન્ટરવ્યું આપ્યું હતું પણ તેના દિવ્યાંગ હોવાને લીધે તેને એક પણ જગ્યાએ નોકરી મળી નહિ.એવા માં તેણે રીક્ષા ચલાવવા નો નિર્ણય લીધો.

છ મહિના થી ચલાવે છે રીક્ષા :

અંકિતા છેલ્લા ૬ મહિના થી રીક્ષા ચલાવી રહી છે.આનાથી કમાયેલ પૈસા થી એ પોતાના પિતાની બીમારી નો ઈલાજ કરાવે છે.ભવિષ્ય માં અંકિતનું એક સ્વપ્ન છે કે તે પોતાના એક ટેક્ષી નો વ્યવસાય ચાલુ કરે.અંકિતા બધાજ ભાઈ બહેનો માં મોટી છે અને તેના મોટા હોવાની ફરજ પૂરી કરે છે.

સોસિયલ મિડિયા માં પણ થઇ રહી છે વાયરલ :

અંકિતા ની આ સ્ટોરી અને તસ્વીરો સોસીયલ મીડિયા માં પણ વાયરલ થઇ રહી છે.સોસીયલ મીડિયા માં બધાજ લોકો તેના ખુબજ વખાણ કરે છે.અંકિતા હવે ઘણા બધા લોકો માટે પ્રેરણા બની ચુકી છે.તેણે પોતાના દિવ્યાંગ હોવાને કદી તેના જીવન ની સમસ્યા સાથે જોડવા દીધું નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!