‘ત્રણ વખત તલાક’, દીકરી કરતા ૫ વર્ષ નાની છોકરી સાથે લગ્ન’ -આવી છે આ મશહુર વિલનની લાઈફસ્ટાઈલ

બોલીવૂડ ના જાણીતા કલાકાર કબીર બેદી ની લાઈફ સ્ટાઈલ કઈક એવી છે કે જેના પર એક સારી ફિલ્મ બની શકે છે.કબીર પોતાના કામ માં ખુબ જ સારા છે.ફિલ્મ જગત માં રહી ને કબીરે ક્યારેક જ કઈ કામ છોડ્યું હશે.કબીર બેદી એ જેમ ઘણા બધા ટીવી ના શો માં કામ કર્યું છે એવી જ રીતે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.

ફિલ્મ અને ટીવી શો માં કામ કરીને સાથે જ કબીર બેદીએ રેડિયો શો માં અને ઘણી બધી જાહેરાતો માં પણ પોતાનો અવાજ આપ્યો છે.અને તે એક સફળ વોઈસ ઓવર આર્ટીસ્ટ પણ છે.

ફિલ્મો કરતા પોતાના અંગત જીવન ને લઈને ચર્ચા માં હોય છે:

કબીર બેદી પોતાની ફિલ્મો કરતાય પોતાના અંગત જીવન ને લીધે ચર્ચા માં હોય છે. હાલમાં જ બોલીવૂડ અભિનેતા એ પોતાનો ૭૪ મો જન્મદિવસ ઉજવ્યો હતો.કબીર બેદી બોલીવૂડ ની સાથે હોલીવૂડ ની ફિલ્મો માં પણ કામ કરી ચુક્યા છે.

કબીરે પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત “તાજ મહલ” થી કરી હતી.આના સિવાય કબીર બેદીએ “કચ્ચે ધાગે” “ખૂન ભરી માંગ” અને “મેં હું ના” જેવી ફિલ્મો માં યાદ રહી જાય તેવી એક્ટિંગ કરી હતી.કબીર બેદી પોતાની લવ લાઈફ લઈને હમેશા ચર્ચા માં રહે છે.

દીકરી થી નાની છોકરી સાથે કર્યા લગ્ન :

૭૦ વર્ષ ની ઉમર માં કબીરે પોતાની દીકરી થી પણ નાની ઉમર ની છોકરી સાથે લગ્ન કર્યા હતા, આ કારણે પણ તે ચર્ચા માં રહ્યા હતા.આના સિવાય પ્રખ્યાત એક્ટ્રેસ પરવીન બોબી ની સાથે તેના પ્રેમ ની વાતો સંભાળવા મળી હતી.

ઓડીસી ડાન્સર સાથે કર્યા હતા પહેલા લગ્ન :

કબીર બેદી એ પોતાના પહેલા લગ્ન ઓડીસી ડાન્સર પ્રોતિમા બેદી ની સાથે કરી હતી. એક્ટ્રેસ પૂજા બેદી એ કબીર અને પ્રોતિમા ની જ દીકરી છે.લગ્ન પછી થોડો સમય સાથે રહીને બંને અલગ થઇ ગયા હતા.

પહેલી પત્ની થી અલગ થઇ ગયા પછી કબીર નું નામ બ્રિટીશ ફેશન ડિઝાઈનર સુઝૈન હ્મ્ફ્રેસ સાથે જોડવામાં આવ્યું હતું.સુઝૈન સાથે થોડા દિવસો સુધી અફેયર રહેવા પછી બંને એ લગ્ન કરી લીધા હતા.પણ આ લગ્ન પણ વધારે સમય સીધી ચાલી ન શક્યા અને બંને અલગ થઇ ગયા.

ત્રીજા લગ્ન ટીવી અને રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે કર્યા :

સુઝૈન થી અલગ થઇ ને કબીર બેદી ની મુલાકાત ટીવી અને રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે થઇ હતી.જેના પછી એ બંને એ ૧૯૯૨માં લગ્ન કરી લીધા હતા.પણ પહેલા બે લગ્ન ની જેમ આ લગ્ન પણ તૂટી ગયા હતા.

ચોથા લગ્ન પણ કર્યા :

ત્રીજા લગ્ન તુટવા પછી ૭૦ વર્ષ ની ઉમર માં કબીર બેદીએ પરવીન દોસાંઝ ની સાથે ચોથી વાર લગ્ન કર્યા હતા.પરવીન એક ટેલીવિઝન પ્રોડ્યુસર છે.પુરા ૧૦ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી વર્ષ ૨૦૧૬માં બંને એ લગ્ન કરી લીધા હતા. કબીર ની આ ચોથી પત્ની ની ઉમર તેની પુત્રી પૂજા બેદી થી પણ ૪ વર્ષ ઓછી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!