દીકરીની વિદાય કંઇક એવી રીતે કરી કે જાનૈયાઓ પણ ‘વાહ’ બોલી ઉઠ્યા – વાંચો વિગત

લગ્ન એક એવો પ્રસંગ છે કે જે મોટા ભાગ ના લોકો ના જીવન માં એક જ વાર આવતો હોય છે. અને લોકો લગ્ન પ્રસંગ માં લોકો કઈ ને કઈ એવું કરતા હોય છે કે જે થી લગ્ન પ્રસંગ યાદ રહી જાય છે.એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક દીકરી ના પિતા એ તેની દીકરી ની વિદાય એવી રીતે કરી કે જાનૈયાઓ પણ “વાહ” બોલી ઉઠ્યા.

તો આજે આપણે એના વિશે જાણીશું.

શું કર્યું હતું આવું બધું ?

મહારાષ્ટ્ર ના ડોકટર નવનાથ દુધાલે પોતાની દીકરી ની વિદાય જે ગાડી માં કરી હતી તે આખી ગાય ના છાણ થી લિપેલી હતી.જે એક વિચિત્ર ઘટના છે.

તેમણે કર્યું છે ગાય ના છાણ પર રિસર્ચ :

ડોક્ટર દુધાલે મુંબઈ ની ટાટા રિસર્ચ હોસ્પિટલ માં વર્ષો સુધી કામ કર્યું હતું.ગયા  વર્ષ ના મેં મહિના માં ખુબ ગરમી ને કારણે તેઓએ પોતાની SUV કાર માં એસી ને ખુબ વધારી દીધું હતું આમ છતાં તેમને ગરમી લાગી રહી હતી.મુંબઈ ની ટાટા હોસ્પિટલ માંથી રીટાયર થયા બાદ તેઓએ ઉસ્માનાબાદ માં ગૌશાળા શરુ કરી અને ત્યાં ગાય ના છાણ પર રિસર્ચ કરી હતી.

આ રિસર્ચ માં થી તેમને જાણવા મળ્યું હતું કે ગાય નું છાણ તાપમાન ઘટાડવા માટે ઉપયોગી છે, એ જાણી ને તેઓએ પોતાની SUV કાર માં ગાય ના છાણ થી લીપણ કર્યું હતું.

આને લીધે કરાવ્યું હતું ગાડી પર ગાય ના છાણ થી લીપણ :

ડોક્ટર ભવનાથ દુધાલે જણાવ્યું હતું કે ગાય ના છાણ ના લીપણ થી ગાડી નું તાપમાન ઘણું ઓછુ થઇ ગયું હતું.આ ગાડી માં તેણે 30 કિલો ગાય ના છાણ નું લીપણ કર્યું હતું.

પાણી ની પણ બચત કરે છે :

ડોકટરે જણાવ્યું હતું કે ગાડી માં એક વાર ૩૦ કિલો છાણ નું લીપણ કર્યા પછી છ મહિના સુધી ગાડી ને ધોવાની જરૂર પડતી નથી. જેથી કરીને ને ૨૦ લીટર પાણી ની બચત પણ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!