ડીમ્પલ કાપડિયા સાથે લગ્ન પહેલા રાજેશ ખન્નાએ આ છોકરી સાથે બ્રેકઅપ કરેલું – એના ઘરની સામેથી જ જાન કાઢેલી

બોલીવૂડ ના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના ની પોપ્યુલારીટી વિશે તો બધાજ જાણે છે.તે હમેશા સ્ટાઈલ માં રહેતા હતા અને આવું તેઓ ત્યારે પણ કરતા જયારે તેઓ સુપર સ્ટાર ન હતા. ફિલ્મો માં કામ માંગવા માટે તેઓ ત્યારના સમય ની સૌથી મોંઘી કાર માં જતા હતા.

રાજેશ ખન્ના ની પાછળ છોકરીઓ ની લાઈન લાગી રહેતી હતી.પણ રાજેશ ખન્ના નું દિલ અંજુ નામ ની એક છોકરી પર આવી ગયું હતું.પરંતુ આ પછી તેની સાથે તેઓનું બ્રેક અપ થઇ ગયું હતું અને ડિમ્પલ સાથે લગ્ન થયા હતા.આના પછી તેઓએ પોતાની જાન જાણીજોઇને પોતાની જાન અંજુ ના ઘર ની સામે થી કાઢવી હતી.

આ હતી તે છોકરી :

રાજેશ ખન્ના એ એક પછી એક ૧૫ સુપરહીટ ફિલ્મો દીધી હતી અને તેમનો એ રેકોર્ડ આજ સુધી કોઈ પણ નથી તોડી શક્યું.૭૦ ના દશક માં રાજેશ ખન્ના ને દરેક ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મો માં લેવા માંગતા હતા અને એ સમયે તેમની પ્રેમિકા અંજુ પણ ખુબ ચર્ચા માં હતી.ત્યારે રાજેશ ખન્ના પર દરરેક છોકરી મરતી હતી પણ રાજેશ ખન્ના અંજુ મહેન્દ્રુ ને પ્રેમ કરતા હતા.

આ બંને ની મિત્રતા નાનપણ થી હતી અને બંને એક જ કોલેજ માં સાથે ભણતા હતા.ધીરે ધીરે બંને ની મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ અને બંને લીવ ઇન માં રહેવા લાગ્યા.પણ પછી રાજેશ અને અંજુ ના સંબંધો તૂટી ગયા અને બંને અલગ થઇ ગયા.વર્ષ ૧૯૬૦ની વાત છે જયારે રાજેશ ખન્ના પોતાની ફિલ્મ જગત ની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે અંજુ એક મોડલ હતી.

તે પણ બોલીવૂડ માં કોશિશ કરી રહ્યા હતા, પણ જેમ જેમ રાજેશ ખન્ના ફિલ્મો માં સફળ થવા લાગ્યા તેમ તેમ તેમનુ વર્તન અંજુ સાથે બદલવા લાગ્યું.કાકા ને પોતાના વખાણ સંભાળવા ગમતા હતા અને તે હમેશા એવા માણસો થી ઘેરાયેલા રહેતા કે જે તેમની ચાપલુસી કરે.

બંને ના ઝગડા થવા લાગ્યા :

કાકા એક સુપરસ્ટાર બની ગયા પણ અંજુ ને કામયાબી મળી નહી.આ જ દુરી ને લીધે બંને ના ઝગડા થવા લાગ્યા અને રાજેશ ખન્ના નું અંજુ સાથે બ્રેકઅપ થઇ ગયું.ખબરો નું માનીએ તો જયારે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા ના લગ્ન થયા ત્યારે તેઓ એ પોતાની જાન અંજુ ના ઘર ની સામે થી કાઢી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!