એક મિત્રના લગ્નમાં કેટરીનાએ લગાવ્યા ઠુમકા – આવો અદ્ભુત ડાન્સ તો ફિલ્મોમાં પણ નથી કર્યો – વિડીયો જોવો

કેટરીના કેફ એ બોલીવૂડ ની જાણિતી એક્ટ્રેસ છે.જાણવા જેવી વાત તો એ છે કે પોતે ઇટલી ની હોવા છતાં તે ભારત માં આવી ને હિન્દી બોલતા શીખી ને બોલીવૂડ માં પોતાની અદાઓ થી એક અનોખી જગ્યા મેળવી લીધી છે.

જોકે કેટરીના એ આ મુકામ પર પોચવા માટે ઘણી મહેનત કરી હતી.આમ તો એ સલમાન ને લઈને ઘણી વાર ચર્ચા માં હોય છે અને પણ હમણાં તે પોતાની ફિલ્મ ને લઈને નહિ પણ એક ખુબજ સારો ડાન્સ ના વિડીયો ને લઈને ચર્ચા માં છે.

હાલમાં જ તે એક મિત્રના લગ્ન માં પહોચી હતી અને ત્યાં તેણીએ ખુબ સારો ડાન્સ કર્યો હતો.

કેટરીના એ આ ગિત પર કર્યો ડાન્સ :

જોકે કેટરીના ના આવવા થી આ લગ્ન માં ચાર ચાંદ લાગી ગયા હતા. એમાં પણ તેણીએ કરેલ ડાન્સ ને લીધે આ લગ્ન સમારોહ ને ખુબજ યાદગાર બનાવી દીધો હતો.

કેટરીના એ પોતાના હીટ ગિત “અફગાન જલેબી” પર ડાન્સ કર્યો હતો.તેણીએ કરેલ આ ડાન્સ નો વિડીયો હાલમાં સોસિયલ મિડિયા માં વાયરલ થઇ રહ્યો છે.

પહેલી વાર લગ્ન માં કર્યો ડાન્સ :

જોકે કેટરીના ને ઘણી બધી ફિલ્મો માં આઈટમ સોંગ માં ડાન્સ કરતા તો લોકો એ જોઈ જ છે. પણ કોઈ ના લગ્ન માં ડાન્સ કરતા લોકો એ પહેલી વાર જોઈ હતી.

આ લગ્ન હતા મેક અપ આર્ટીસ્ટ ડેનિયલ બાઉર ના.જેણે પોતાની પાર્ટનર ટાઈરોન બ્રેગેજા ની સાથે હિંદુ પરંપરા અનુસાર લગ્ન કરીયા હતા.

ટાઈરોન અને ડેનિયલ બંને ગયા વર્ષે ઓગસ્ટ માં ફ્રેન્કફર્ટ જર્મની માં લગ્ન કરી ચુક્યા છે.ગોવા માં તેઓ એ મહેંદી, હલ્દી, જાન જેવી બાકી બધી રશ્મો કરી હતી.

અક્ષય ની સાથે “સૂર્યવંશી” માં જોવા મળશે :

અત્યારે તો તે પોતાના ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે.કેટરીના બોલીવૂડ માં ઘણા બધા સિતારાઓ સાથે કામ કરી ચુકે છે અને હવે તે અક્ષય ની ૨૭ માર્ચે આવી રહેલી ફિલ્મ “સૂર્યવંશી” માં જોવા મળશે.

જોકે અક્ષય ની સાથે કેટરીના એ ઘણી બધી ફિલ્મો કરી છે અને લોકો એ તેમની જોડી ને પસંદ પણ કરી છે.આ ફિલ્મ ને ડાયરેક્ટ કરવાનું કામ રોહિત શેટ્ટી એ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!