એક સમયે લાખોના દિલની માલકિન આ એક્ટ્રેસ કલાકો લાઈનમાં ઉભેલી અને કોઈ ઓળખી પણ ના શક્યા

બોલીવૂડ માં અવાર નવાર ઘણા એકટરો અને એકટ્રેસો આવતા હોય છે જેમાંથી કેટલાક સફળ થાય છે અને કેટલાક નિષ્ફળ જાય છે. અને કેટલાક થોડીક ફિલ્મો કરીને એક સામાન્ય વ્યક્તિ ની જેમ પોતાનું જીવન પ્રસાર કરે છે. અને કેટલાક તો અલગ અલગ પ્રકારના બીઝનેસ માં ચડી જાય છે.

આજે અમે જેની વાત કરીએ છીએ એની સ્ટોરી પણ કઈક અંશે આના જેવી જ છે.

કોણ છે આ એક્ટ્રેસ ?

આજે અમે જે એક્ટ્રેસ વિશે જણાવવા ના છીએ તેનું નામ છે, મિનાક્ષી શેષાદ્રીની. મિનાક્ષી શેષાદ્રી એ પોતાની ફિલ્મ દામિની થી પ્રખ્યાત થયેલ હતી.

૧૬ નવેમ્બર ૧૯૬૩માં જન્મી હતી મિનાક્ષી :

મિનાક્ષી શેષાદ્રી નો જન્મ ઝારખંડ ના સિંદરી માં ૧૬ નવેમ્બર, ૧૯૬૩માં થયો હતો. તેણી એક તમિલ પરિવાર માં જન્મી હતી. તેને ઘણા જ પરંપરાગત ડાન્સ આવડે છે જેમકે ભારતનાટ્યમ અને કથક.

મિસ ઇન્ડિયા બન્યા પછી કરી હતી ફિલ્મો માં એન્ટ્રી :

મિનાક્ષી જયારે માત્ર ૧૭ વર્ષની હતી ત્યારે જ તેણીને મિસ ઇન્ડિયા નો ખિતાબ મળ્યો હતો.અને તેના પછી જ તેણીએ ફિલ્મ જગત માં એન્ટ્રી કરી હતી.

અમેરિકા માં ડાન્સ ક્લાસ ચલાવી રહી છે:

હાલમાં મિનાક્ષી તેના પતિ અને બે બાળકો સાથે અમેરિકા માં રહે છે. અમેરિકા માં રહીને ત્યાં તે ડાન્સ ક્લાસ ચલાવી રહી છે. તેના પતિ એક બેન્કર છે.

કોઈએ ના ઓળખી તેને :

હાલમાં જયારે તે પોતાનું ડ્રાયવીંગ લાઇસન્સ રીન્યુ કરાવવા ગઈ હતી ત્યારે તેની સાથે એક ઘટના બની હતી. આમાં થયું હતું એવું કે તે જયારે  ડ્રાયવીંગ લાઇસન્સ રીન્યુ કરાવવા ગઈ ત્યારે ત્યાં ખુબ મોટી લાઈન હતી.

તેણી એ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પોતે તે લાઈન માં ૬ કલાક ઉભી હતી. આમ છતાં કોઈએ તેણીને ઓળખી નહિ.

પોતે કરેલ બીજા ટ્વીટ માં તેણીએ જણાવ્યું હતું કે પોતાની ભૂલ થઇ ગઈ છે અને તે ૬ કલાક નહિ પણ ૮ કલાક ત્યાં લાઈન માં ઉભી હતી.છતાં તેને ત્યાં કોઈએ ઓળખી ન હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!