એક સમયે પરવીન બાબીના ગળાડૂબ પ્રેમમાં હતા મહેશ ભટ્ટ – આ એક્ટ્રેસ પહેલે થી જ …

બોલીવૂડ ના ઘણા કિસ્સાઓ એવા છે કે જે સામાન્ય લોકો સુધી પહુચી જાય છે પણ કેટલાક એવા કિસ્સાઓ પણ હોય છે કે જે સામાન્ય લોકો સુધી નથી પહોચતા.કઈક એવા જ કિસ્સા ૭૦ ના દશક ની પ્રખ્યાત અભિનેત્રી પરવીન બાબી ના રહ્યા હતા.તેણીએ એક સમયે બધીજ અભિનેત્રીઓ ની છુટ્ટી કરી દીધી હતી.તેમની બોલ્ડનેસ જોઇને પ્રખ્યાત ડાયરેક્ટર મહેશ ભટ્ટ પણ તેના દીવાના થઇ ગયા હતા.

લગ્ન થઇ ગયા હોવા છતાં પણ તેઓ પરવીન બાબીના પ્રેમ માં હતા, એના પછી તેમના પ્રેમ નું શું થયું ચાલો જાણી લઈએ.

પરવીન બાબીના પ્રેમ માં હતા મહેશ ભટ્ટ :

૨૦ જાન્યુવારી ૨૦૦૫ ના દિવસે બાબી નું મૃત શરીર તેમના ફ્લેટ માં પડેલું મળ્યું હતું.પડોશીઓ એ કીધું એ પ્રમાણે ત્રણ દિવસ સુધી તેના ઘરનો દરવાજો નતો ખુલ્યો અને દરવાજા પાસે જ દૂધ ની થેલીઓ અને છાપા ત્રણ દિવસ થી ત્યાજ પડ્યા હતા.

બોલીવૂડ ના દિગ્ગજ ફિલ્મ મેકર મહેશ ભટ્ટ ની સાથે પરવીન બાબીનો ગંભીર સંબંધ હતો. વર્ષ ૧૯૭૭માં પરવીન અને મહેશ ની લવ સ્ટોરી શરૂ થઇ.એ સમયે મહેશ ભટ્ટ ની પત્ની કિરણ અને તેમના બે સંતાન પૂજા અને રાહુલ હતા.આમ છતાં મહેશ પોતાના પરિવાર ને છોડી ને પરવીન સાથે લીવ ઇન માં રહેતા હતા.

અસુરક્ષિત અનુભવતી હતી પરવીન :

મહેશ ભટ્ટ ની સાથે પરવીન પોતાને અસુરક્ષિત અનુભવતી હતી કેમકે મહેશ ભટ્ટ લગ્ન કરેલા હતા અને તેણીને ડર હતો કે તેઓ તેણીને છોડી ને ચાલ્યા જશે.મહેશ ભટ્ટ ની સાથે રહેવા દરમિયાન પરવીન ને schizophrenia ના દૌરા પડવા લાગ્યા.મહેશ ભટ્ટ ને સમજાઈ ગયું હતું કે પરવીન સામાન્ય નથી. ફિલ્મ શાન ના સેટ પર જયારે પરવીન ને પેલી વખત દોરો પડ્યો ત્યારે મહેશ ભટ્ટે તેમને સંભાળી લીધા.

એક ઈન્ટરવ્યું માં મહેશ ભટ્ટ એ કહ્યું હતું કે “જયારે હું સાંજ ના સમયે ઘરે પહોચ્યો ત્યારે તે શાન ના કપડા માં હતી અને તેના હાથ માં ચાકુ હતો અને તે ખુબજ ધ્રુજી રહી હતી.તે એક સમયે એક પ્રાણી ની જેમ વર્તન કરવા લાગી હતી હું તેને એ રૂપ માં જોઈ નતો શકતો.તેણીએ મને ધીમે થી કીધું મહેશ તે મને મારવા આવ્યો છે જલ્દી થી અંદર આવી જ અને દરવાજો બંધ કરી દે.”

આશ્રમ માં રહેવા થી ધીરે ધીરે ઠીક થવા લાગી :

મહેશ મુજબ પરવીને કરેલી એવી હરકતો ને લીધે તે સમજી ગયા કે તેને સારવાર ની જરૂર છે.તેઓએ અધ્યાત્મિક ગુરુ યુ જી કૃષ્ણમૂર્તિ ની સાથે વાત કરી અને પરવીન ને તેમની પાસે લઇ ગયા.થોડા દિવસ આશ્રમ માં રહેતાની સાથે જ તે ધીરે ધીરે સારી થવા લાગી પરંતુ મહેશ ધીરે ધીરે તેનાથી દુર થવા લાગ્યા.

પરવીન ફિલ્મો માં કામ કરતી રહી પણ બિમાર પરવીન ને છોડી દેવા થી મહેશ ભટ્ટ ની ઘણા લોકો એ આલોચના કરી.વર્ષ ૧૯૮૨માં મહેશ ભટ્ટ ની ફિલ્મ અર્થ રીલીઝ થઇ અને તેમાં મહેશ ભટ્ટે પોતાની સ્ટોરી દેખાડી.ફિલ્મ ના રીલીઝ થવા ની સાથે જ મહેશ પર એવો આરોપ લાગ્યો કે તેઓએ પરવીન ના સ્ટારડમ નો ઉપયોગ કર્યો છે.

પરવીન ના જીવન ની અંગત વાતો ને મહેશ ભટ્ટે પડદા પર ઉતારી દીધી છે અને પરવીન ને આ વાત થી ખુબ દુખ પણ થયું હતું.પછી તેણીએ બોલીવૂડ છોડવા નો નિર્ણય કર્યો અને આ બધે થી દુર રહેવા લાગી.પછી એકલાપણું અને ઘણી બીમારીઓ ને લીધે પરવીન ના મૃત્યુ ની ખબર આવી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!