એકાદશીના દિવસે આટલી વસ્તુઓ ના ખાવી જોઈએ – જાણી લો ક્યારેય ના વાંચેલી વાતો

ભારત માં અનેક જાતના ધર્મો છે તેમાં લોકો અલગ અલગ પ્રકારના વ્રતો કરતા હોય છે, એમાં કેટલીક વસ્તુઓ ખાય શકાય છે અને કેટલીક નથી ખાઈ શકાતી. હિંદુ ધર્મ માં તો મહિના માં ૨ વખત આવતી અગિયારસ ના વ્રત ને ખુબજ મહત્વનો માનવામાં આવે છે, એમાં પણ એક વસ્તુ ને ખોરાક તરીકે લઇ શકાતી નથી એ છે ચોખા.

અગિયારસ ના દિવસે ચોખા નો ઉપયોગ ન કરવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો રહેલા છે, આજે આપણે એ બંને વિશે જાણીશું.

ધાર્મિક કારણ : મહિના માં બે વાર આવતી અગિયારસ ના દિવસે આપણું મન શાંત અને સાત્વિક રહેવું ખુબ જરૂરી હોય છે, અને ચોખા કે તેમાંથી બનેલી વસ્તુઓ એવી હોય છે કે જેને લીધે આપણું મન ચંચળ બની જાય છે, જેથી ચોખા કે તેમાંથી બનેલી વસ્તુઓ નું સેવન અગિયારસ ના દિવસે ન કરવું જોઈએ.

ચોખા અને મન વચ્ચે નો સંબંધ પાણીને લીધે રહેલો છે. પાણી એટલે કે જળ નો સંબંધ ચંદ્ર સાથે રહેલો છે અને ભાવનાના કારક છે.

આ સિવાય એક કથા મુજબ માતા શક્તિ ના ક્રોધ થી બચવા મહાઋષિ મેઘ એ અગિયારસ ના દિવસે પોતાના શરીર નો ત્યાગ કર્યો હતો અને તેમનો અંશ ધરતી માં સમાયો હતો.તે પછી ચોખા અને જવ ના રૂપ માં મહાઋષિ મેઘ ઉત્પન્ન થયા હતા.એટલે જૂની માન્યતા અનુસાર અગિયારસના દિવસે ચોખા નું સેવન કરવું એ આ ઋષિ ના માસ નું સેવન કરવા બરાબર ઘણાય છે.જે ન કરવું જોઈએ.

હવે જાણીએ આની પાછળ શું વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

વૈજ્ઞાનિક કારણ : 

આની પાછળ નું વૈજ્ઞાનિક કારણ જણાવીએ તો ચોખા ની ખેતી માં ખુબ પાણી ની જરૂર પડે છે એટલે ચોખા એ પાણી પ્રધાન ગણાય છે.અને ચંદ્ર ની અસર પાણી પર ખુબજ જોવા મળે છે.એટલે જો અગિયારસ ના દિવસે ચોખા કે તેનાથી બનેલી વસ્તુઓ નું સેવન કરવામાં આવે તો ચંદ્ર ના કિરણો શરીર ના પાણી પર અસર કરે છે જેને લીધે મન અશાંત બંને છે. આથી અગિયારસ ના દિવસે આપણા શરીર માં પાણી ઓછુ રહે તો સારું ગણાય છે.

આ સિવાય અગિયારસ મહિના માં બે વાર આવે છે અને તે દિવસે કરેલા ઉપવાસ ને લીધે શરીર માં રહેલા દુષિત તત્વો દુર થાય છે અને શરીર પણ સારું રહે છે. એટલા માટે બની શકે તો અગિયારસ નો વ્રત દરરેક લોકોએ કરવો જોઈએ.

તો આ હતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો કે જેથી તમને સમજાયું હશે કે શા માટે અગિયારસ ના દિવસે ચોખા તથા તેમાંથી બનેલી વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!