૬૧ વર્ષના બાપ માટે દુલ્હન શોધી રહી છે આ છોકરી – આવું કરવા પાછળનું આ રહ્યું અસલી કારણ

ટીવી ની દુનિયા માં ઘણી બધી ધારાવાહિકો છે.ઘણી ચેનલો તો માત્ર ધારાવાહિકો પર જ ચાલે છે.એવા માં સોની ટીવી પર એક ધારાવાહિક પ્રસારિત થાય છે.જેનું નામ છે મેરે ડેડ કી દુલ્હન.આ જ ધારાવાહિક થી પ્રેરિત થઇ ને એક દીકરી આવી છે.જે તેના પિતા નું એકલાપણું દુર કરવા માંગે છે.તે પોતાના પિતાનું એકલાપણું દુર કરવા માટે તેની દુલ્હન ની તલાશ કરી રહી છે.

૬૧ વર્ષ ના છે આ દીકરી ના પિતા :

જણાવી દઈએ કે જે દીકરી આગળ આવી છે તેના પિતાની ઉમર ૬૧ વર્ષ છે.ઉમર વધારે હોવાને લીધે દીકરી પરિચય સંમેલન ના માધ્યમ થી પોતાના પિતા માટે દુલ્હન શોધી રહી છે.તો ચાલો જાણીએ આ દીકરી તેના પિતા માટે કેવી રીતે દુલ્હન શોધી રહી છે.

ઇન્દોર, મધ્યપ્રદેશ ની સંસ્કૃતિક રાજધાની કહેવાય છે.અહી મોટા મોટા ઉદ્યોગો ને કારણે આને એક ઓધ્યોગિક રાજધાની પણ કહેવાય છે.અહી ની ખાણી પીણી પણ ખુબ જ પ્રખ્યાત છે.પરંતુ અહી થોડા સમય પહેલા જાલ સભાકક્ષ માં એક વિચિત્ર પ્રકાર નો પરિચય સંમેલન યોજવામાં આવ્યો હતો.આ આયોજન માં ૫૦ વર્ષ થી વધુ ઉમરના લોકોને પોતાના જીવનસાથી માટે ની શોધ કરી હતી.આ એક અલગ જ પ્રકાર નો પરિચય હતો.

૨૦૦ થી વધુ લોકો આવ્યા હતા :

આ પરિચય સંમેલન માં ૫૦ થી લઈને ૭૫ વર્ષ ની ઉમર સુધીના લોકો આવ્યા હતા કે જેઓ પોતના જીવન સાથી ની શોધ કરી રહ્યા હતા. બધા જ લોકોએ સ્ટેજ પર જણાવ્યું કે તેઓને કેવા પ્રકાર ના જીવન સાથી ની તલાશ છે.આ સંમેલન માં અંદાજે ૨૦૦ થી વધુ લોકો પહુચી ગયા હતા.

આ સંમેલન માં એક વ્યક્તિ આવ્યા હતા કે જેમનું નામ શ્રીપાલ તોગ્યા હતું તેમની પત્ની નું મૃત્યુ થઇ ગયું છે.શ્રીપાલ ની ત્રણ દીકરીઓ છે અને ત્રણેય ના લગ્ન થઇ ગયા છે.શ્રીપાલ ની સૌથી નાની દીકરી કે જેનું નામ રીના છે, તેનાથી તેના પિતાનું એકલાપણું જોઈ શકાતું નથી.રીના એ કહ્યું કે તેના પિતાના લગ્ન પછી તેના ઘર ની સાર સંભાળ પણ સારી રીતે થશે અને પિતાનું એકલાપણું પણ દુર થઇ જશે.તેણીએ આગળ કહ્યું કે સારી સ્ત્રી સાથે પિતાના લગ્ન થઇ જશે તો તેમનું ઘર પણ વસી જશે.

આયોજિત થયેલા આ સંમેલન ની ખાસિયત એ હતી કે અહી જેટલા લોકો આવ્યા હતા એ બધા જ વધુ ઉમર ના હતા.બધા જ પોતાના માટે જીવન સાથી ની શોધ કરી રહ્યા હતા.આ સંમેલન અનુબંધ ફાઉન્ડેશન અને રિઝવાન ફાઉન્ડેશન ના સહયોગ થી આયોજવા માં આવ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!