ગઈ કાલથી જ બદલી ગયા રોજ-બરોજમાં ઉપયોગી કાર્યો ના આ નિયમો – જાણી લો નહિ તો તકલીફ પડી શકે છે

વર્ષ ૨૦૧૯ પૂરું થઇ ગયું છે. નવા વર્ષ ૨૦૨૦ નું સ્વાગત પણ ગઈ કાલે લોકો એ કરી લીધું છે.પણ નવા વર્ષ શરુ થવાની સાથે જ ઘણી બધી વસ્તુઓ બદલી ગઈ છે અને આ બધી વસ્તુઓ વિશે જાણવું બહુ જરૂરી થઇ જાય છે.નવા આવેલા વર્ષ માં ઘણા બધા નિયમો માં બદલાવ થઇ ચુક્યા છે અને ઘણા બધા માં બદલાવ હજી થવાનો છે.

જો તમને આ બદલાયેલા નિયમો ની જાણ ન હોય તો તમને કોઈ સમસ્યા આવી સકે છે.આજે અમે તમને આ આર્તીકલ ના માધ્યમ થી એવા ૭ નિયમો વિશે જણાવીશું જે બદલાઈ ગયા છે અને જેમના વિશે જાણવું ઘણું અગત્યનું છે.

પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ :

પોતાના પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ નક્કી થઇ હતી.જો તમે ત્યાં સુધી માં તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક ન કર્યું ઓય તો તમારું પાન કાર્ડ ઇન એકટીવ થઇ જશે. એટલે કે તમારા પાનકાર્ડ ની સહાય થી કરવામાં આવતા કોઈ પણ પ્રકાર નું વીતીય લેનદેન તમે કરી નહિ શકો. પેલા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ ૩0 સપ્ટેમ્બર સુધી ની નક્કી થઇ હતી.

પાનકાર્ડ 10 આંકડાના અલ્ફા ન્યુમેરિક કેરેક્ટર થી બનેલી ઓળખાણ ની સંખ્યા હોય છે. જેને ઇન્કોમ ટેક્ષ વિભાગ દ્વારા આપવામાં આવે છે. જો તમારી પાસે પાનકાર્ડ ના હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન ના ભરી સકાય. વિતીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇન્કમ ટેક્ષ રીટર્ન ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ભરી સકાય છે.  પરંતુ જો તમે ૩૧ ડીસેમ્બર સુધી માં ઇન્કમ ટેક્ષ ભરી દો તો તમારે મોડું થવા માટે નો દંડ ભરવો પડે છે. પણ ભરત સેકર દ્વારા તારીખ આગળ વધારવા વખતે ૩૧ ઓગસ્ટ સુધી ઇન્ચ્ક્મ ટેક્ષ રીટર્ન ભરવામાં આવે તો કોઈ ચાર્જે લેવા માં આવતો નથી.

જો તમે ૩૧ ડીસેમ્બર સુધી ભરો તો તમારે ૫૦૦૦ નો દંડ ભરવો પડશે.અને 1 જાન્યુવારી ૨૦૨૦ થી આ દંડ ની રકમ વધીને ૧૦૦૦૦ થઇ જાય છે.જોકે જે લોકો ની આવક ૫૦૦૦૦૦ થી ઓછી કે તેઓને માત્ર ૧૦૦૦ નો જ દંડ ભરવો પડશે.

બીજો નિયમ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો :

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના મેગ્નેટિક સ્ટ્રીપ વાળા એટીએમ કાર્ડ ને બદલવાની છેલ્લી તારીખ પણ ૧ જાન્યુવારી ૨૦૨૦ સુધીની જ હતી. આજ થી એટલે કે ૨ તારીખ થી આ કાર્ડ બેકાર થઇ જશે.જેનાથી તમને મુશ્કેલીઓ થઇ સકે છે.સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો ને વારંવાર કહીને જણાવ્યું હતું કે તેઓ પોતાના જુના કાર્ડ બદલાવી લે.આ કાર્ડ બદલવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જે લેવામાં આવતો ના હતો.

“સબકા વિકાસ યોજના” નો સમય પૂરો થઇ ગયો છે :

સર્વિસ ટેક્ષ અને એક્સાયીઝ ડ્યુટી થી જોડાયેલા જુના વિવાદો ને હલ કરવા માટે બનાવેલી “સબકા વિકાસ યોજના” ૩૧મી ડિસેમ્બરે સમાપ્ત થઇ ચુકી છે.

આ યોજના ને આગળ વધારવામાં આવે તેવી સંભાવના દેખાતી નથી. વિત મંત્રી નિર્મલા સીતારમને સર્વિસ ટેક્ષ અને એક્સાયઝ ડ્યુટી થી જોડાયેલા જુના વિવાદો અને મામલાઓ ની સમસ્યાઓ નું સમાધાન કરવા માટે ચાલુ વીતીય વર્ષ ના બજેટ માં આ યોજના ની ઘોષણા કરી હતી. આ યોજના નું નામ “સબકા વિકાસ યોજના” રાખેલું હતું . આ યોજના હેઠળ પાત્ર વ્યક્તિઓ ને જુના વિવાદિત મામલા માં પોતાના બકાયા ની ઘોષણા કરીને તે ચૂકવવાના હતા.

હવે પછી NEFT પર કોઈ ચાર્જ નથી :

કાલ થી શરુ થયેલા નવા વર્ષ માં બેંકો તરફ થી તેઓ ના ગ્રાહકો ને ભેટ મળી છે. હવે થી ઓનલાઈન કરવામાં આવતા એનઈએફટી દ્વારા લેનદેન પર કોઈ પણ પ્રકારનો ચાર્જે લાગશે નહિ.

નોટબંધી ની ત્રીજી વર્ષગાંઠે ભારતીય રીઝર્વ બેંક તરફથી ડીઝીટલ લેનદેન ને આગળ વધારવા માટે ૧૬ ડીસેમ્બર થી ૨૪ કલાક NEFT ને ચાલુ કરી દેવા માં આવી હતી.

જીએસટી રજીસ્ટર આધાર કાર્ડ થી :

જીએસટી માટે રજીસ્ટર કરવાની પ્રક્રિયા ને સહેલી કરવા માટે આધાર દ્વારા જીએસટી રજીસ્ટર કરવા માટેનો નિર્ણય લીધેલો છે.વાર્ષિક રીટર્ન ભરવા માટે ની તારીખ ૨ મહિના વધારી ને ૩૦ ઓગસ્ટ કરવામાં આવેલી હતી. જોકે નવું જીએસટી રીટર્ન ભરવાની સિસ્ટમ ગઈ કાલ થી શરુ થઇ ગઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!