ગર્ભવતી મહિલાને મદદ કરવા ૪ કલાક પગપાળા ચાલ્યા સેનાના જવાન, મોદીએ ટ્વીટ કરી આમ કહ્યું

જમ્મુ કાશ્મીર માં એક ગર્ભવતી મહિલા ની મદદ કરવા માટે સેનાના જવાન ૪ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા હતા. અત્યારે કાશ્મીર માં ખુબ જ બરફ વર્ષા થઇ રહી છે અને મોટા ભાગના રસ્તાઓ પર બરફ જમા થઇ ગયેલ છે. જેને લીધે કાશ્મીર ના ઘણા બધા વિસ્તારો માં વાહન વ્યવસ્થા ઠપ થઇ ગઈ છે.

આ હાલતો માં જ એક ગર્ભવતી મહિલા ને હોસ્પિટલ પહોચાડવા માટે સેના ના જવાનો ૪ કિલોમીટર પગપાળા ચાલ્યા અને તેને સલામત રીતે હોસ્પિટલ પહુચાડ્યા. સેના ના આ કામ ના વખાણ બધી જગ્યાએ થઇ રહ્યા છે.

સ્થાનીય લોકો એ પણ કરી મદદ :

આ ગર્ભવતી મહિલા ની ડિલીવરી થવાની હતી. પણ બરફ વર્ષા ને કારણે ઘરે થી બહાર નીકળવું મુશ્કેલ હતું.જોકે જેવો સેના ના જવાનો ને આ વાત ની ખબર પડી ત્યારે તેઓ તરતજ ત્યાં પહુચી ગયા અને આ મહિલા ને હોસ્પીટલે પહોચાડવામાં આવ્યા હતા.

સેના ના જવાનો ને આ મહિલા ની મદદ કરતા જોઇને સ્થાનીય લોકો એ પણ સેનાના જવાનો ની મદદ કરી હતી. જાણવા મળ્યું છે કે સેના ના જવાનો સિવાય ૩૦ નાગરિકો પણ આ મહિલા ની સાથે હતા. હોસ્પિટલે પહોચ્ડ્યા બાદ ડોક્ટરોએ આ મહિલા ની ડિલીવરી કરી.

૧૦૦ સેના ના જવાનો એ કરી હતી મદદ :

જાણવા મળ્યું છે કે આ મહિલા ની મદદ કરવા માટે સેના ના અંદાજે ૧૦૦ જવાનો ને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા અને આ જવાનો અંદાજે ચાર કલાક સુધી બરફ માં ચાલ્યા હતા. ચિનાર કોર્પ્સ ની ઘાટી માં અત્યારે ખુબ બરફ વર્ષા થઇ રહી છે.જેને લીધે કમર સુધી બરફ જામી ગયેલી છે.

એવા માં ઘાટી ના બધા જ રસ્તા બંધ થઇ ગયા હતા.એમાં શમીમા નામની એક ગર્ભવતી મહિલા ની ડીલેવરી થવાની હતી. પણ બરફ ને લીધે હોસ્પીટલે જવું મુશ્કેલ થઇ ગયું હતું. જયારે સેના ને આ વાત ની જાણ થઇ ત્યારે આ મહિલાની મદદ માટે ૧૦૦ જવાનો ને તેમના ઘરે મોકલવામાં આવ્યા અને ૩૦ સ્થાનિક વાસીઓ એ મદદ કરી હતી અને આ મહિલા ને હોસ્પીટલે પહુચાડવામાં આવ્યા હતા.

પ્રધાન મંત્રી એ કર્યા વખાણ :

સેના દ્વારા કરવામાં આવેલ ટ્વીટ માં સેના એ કહ્યું હતું કે “શમીમા ને તરતજ હોસ્પિટલ માં ભરતી કરાવવાની જરૂર હતી. પણ ભારી બરફ વર્ષા ને કારણે બધા જ રસ્તા માં બરફ જામ થઇ ગયો હતો.એટલે ૪ કલાક પગપાળા ચાલીને 100 થી વધુ સેના ના જવાનો અને ૩૦ નાગરિકો એ શમીમા ને હોસ્પીટલે પહુચવ્યા હતા.” જ્યાં તેણીએ એક બાળક ને જન્મ આપ્યો હતો.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા આ કામ ના વખાણ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ પણ કર્યા છે.મોદી એ સેના ના જવાનો ના વખાણ કરતા સેના ના જવાનો ને સલામ કર્યું અને શમીમા અને તેના બાળક ની તંદુરસ્તી ની કામના કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!