ઘરમાં થતા લગભગ ઝગડા પત્નીની આ હરકતોને લીધે થાય છે – ક્યાંક તમારી પત્નીમાં આ ખરાબ આદતો નથી ને?

કોઈને પણ એ પસંદ નથી હોતું કે તેના ઘરમાં ઝગડા થાય અને આ ઝગડા ઘરમાં ગમે તેને લીધે પણ થઇ સકે છે.જોકે અમે આજે તમને પત્નીઓ ની કેટલીક એવી વાતો બતાવવા જાય રહ્યા છીએ જેને લીધે ઘરમાં ઝગડા અને કંકાશ થાય છે.એવામાં જો તમારી પત્ની ની પણ કઈક આવીજ આદતો છે તો તમારી એ ફરજ છે કે તમે તેની આ આદતો ને સુધારવાનો પ્રયત્ન કરો.જોકે માત્ર પત્ની જ નઈ પણ ઘરના બીજા પણ કોઈ સદસ્યો માં આ આદત હોય શકે છે. એવા સંજોગો માં તેઓએ પણ આ આદતો ને બદલવી જોઈએ.

તો ચાલો જાણીએ કઈ છે આ આદતો :

૧) કમાણી થી વધારે ખર્ચ :

હિન્દી માં એક કહેવત એવી છે કે “ઉતને હિ પૈર ફેલાઓ જીતની ચાદર હો”  એનો સીધે સીધો મતલબ કઈક એવોજ છે કે એટલો જ ખર્ચ કરવો જોઈએ જેટલું તમે કમાતા હો.જોકે ઘણી સ્ત્રીઓને આ વાત સમજવામાં નથી આવતી.એના શોખ ખુબજ મોટા હોય છે.તે જરૂરત થી વધારે જ નાકમાં ખર્ચ કરતી હોય છે.ખાસકરીને જો કોઈ પાડોસીના ઘરમાં કોઈ નવો સમાન આવ્યો હોય તો તેને પણ એજ સમાન લેવો હોય છે, પછી ભલે તમારી આવક પડોસી કરતા ઘણી ઓછી હોય છે. જો તમારી કમાણી ઓછી હોય તો તમારે ખર્ચ પણ વિચારીને જ કરવા જોઈએ,નહીતર ઘર માં ઘણા ઝગડા થઇ સકે છે.

૨) હઠીલો સ્વભાવ :

કેટલીક પત્નીઓ ઘણી જીદી સ્વભાવની હોય છે.જે એક વાત પકડી ને બેસી જાય છે અને પછી એના પર અડી રહે છે.પરિસ્થિતિ ને જોઇને થોડું ઘણું પણ ચલાવી નથી લેતી. પત્નીઓ ની જીદ ને લીધે પણ ઘરના બીજા લોકો નારાજ થઇ જાય છે અને પછી ઘરમાં ઝગડા ચાલુ થઇ જાય છે. એટલા માટે પોતાના આ જીદી સ્વભાવને બદલવાની જરૂર હોય છે.

૩) નાની નાની વાતો માં ગુસ્સો :

ગુસ્સો તો જોકે કોઈ ને પણ સ્વાભાવિક રીતે આવતો જ હોય છે. પણ જો નાની નાની વાત માં પણ ગુસ્સો આવે તો આને લીધે પણ ઘરમાં ઘણા ઝગડા થઇ સકે છે.જો આવું તમારી સાથે પણ થતું હોય તો જેટલું થઇ સકે એટલું તમારે ગુસ્સાને તમારી કન્ટ્રોલ માં રાખવો જોઇએ.પછી જોવો કેવી રીતે ઘણા બધા લડાઈ ઝગડા પોતાની રીતે જ સમાપ્ત થઇ જશે.અને આમ પણ ગુસ્સા માં બોલેલી વાતો લોકો ને ઘણી મોંઘી પડી જાય છે કેમકે તેને લીધે તેમના ઘણા સારામાં સારા સબંધો પણ તૂટી જાય છે.

૪) ચુગલી કરવી :

જો તમારે એક ઘરમાં સુખીથી રહેવું હોય તો તમારે એક બીજા સાથે હળી મળી ને રહેવું જોઈએ. ઘણી સ્ત્રીઓને એક બીજાની કાનાફૂસી કરવાની અને બુરાઈઓ કરવાની આદત હોય છે . જો તમારા ઘરમાં પણ કોઈ ને આવી આદત છે તો જલ્દી થી બદલવાનો પ્રયાસ કરવો નહીતર તમને જ આ ખરાબ આદત ભારી પડી જશે.કેમકે ક્યારેક તો કોઈ એવા આ સ્વભાવનો વિરોધ કરશે જ અને તેને પરિણામે ઘરમાં લડાઈ ઝગડા ચાલુ થઇ જશે.

૫) ભાગલા પાડવા :

જો તમે ઘરમાં ભાગલા પાડવા ની નીતિ થી કોઈ બે લોકો ને અલગ કરવાનો પ્રયત્ન કરતા હોવ તો એ ખુબજ ખરાબ આદત છે.એવા માં ઘણા લોકો તમારી સામે આવશે અને તમને ખોટા ઠરાવવાનો પ્રયત્ન કરશે. જેનાથી તમારા ઘરમાં ઝગડા શરુ થઇ જશે. જેને લીધે તમે કદી ઘરમાં શાંતિ થી નહિ રહી શકો.

શું તમારામાં પણ આમાંથી કોઈ આદત છે? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!