ગુજરાતી લેડી ડોનના પાત્રમાં આવી લાગે છે આલિયા – આ ફોટો શેર કર્યા અહી ક્લિક કરી જુવો

બોલીવૂડ માં ઘણી બાયોપિક પર ફિલ્મો બંને છે અને ઘણી ફિલ્મો એવી હોય છે કે જે કોઈ ને કોઈ સત્ય ઘટના થી પ્રેરિત હોય છે. આવીજ શ્રેણી માં એક બીજી ફિલ્મ આવવાની છે, આ ફિલ્મ નું નામ છે, જેમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવશે.

આ છે ફિલ્મ નું નામ :

મળેલી માહિતી મુજબ આ ફિલ્મ નું નામ “ગંગુબાઈ કાઠીયાવાડી” છે, અને આ ફિલ્મ સંજય લીલાભણસાલી દ્વારા બનાવવા માં આવી રહી છે.

આલિયા બની છે ગુજરાતી લેડી ડોન :

થોડા દિવસ પહેલા આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ માં પોતાની આ આવનારી ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી” નું પોસ્ટર મુક્યું છે, જેમાં તે ફિલ્મ ની ભૂમિકા એટલે કે “ગંગુબાઈ કાઠીયાવાડી” ના લુક માં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Here she is, Gangubai Kathiawadi ? #SanjayLeelaBhansali @prerna_singh6 @jayantilalgadaofficial @bhansaliproductions @penmovies

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

ગંગુબાઈ કાઠીયાવાડી ના લુક માં તેણીએ સાડી પહેરી છે સાથે એક લાલ ચાંદલો કર્યો છે અને નાક માં નથડી પહેરી છે અને ગળા માં હાર પહેર્યો છે.આ લુક માં તે રિયલ ગુજરાતી લાગી રહી છે. આ ફિલ્મ ના પોસ્ટર ના કેપ્શન માં તેણીએ લખ્યું છે “Here she is, Gangubai Kathiawadi ” .

સાથે જણાવી રીલીઝ ની તારીખ :

અલીયા એ શેર કરેલા ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મ ના પોસ્ટર માં તે ફિલ્મ ની રીલીઝ ની તારીખ પણ લખેલી છે જે છે, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦.

એટલે કે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ કે જેમાં આલિયા મુખ્ય ભૂમિકા ભજવશે એ આ વર્ષ ના સપ્ટેમ્બર મહિના ની ૧૧ તારીખે રિલીઝ કરવામાં આવશે.

બીજી તસ્વીર પણ શેર કરી :

 

View this post on Instagram

 

Here she is, Gangubai Kathiawadi ? #SanjayLeelaBhansali @prerna_singh6 @jayantilalgadaofficial @bhansaliproductions @penmovies

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

ફિલ્મ ના પોસ્ટર શેર કરવાની સાથે અલીયા ભટ્ટે પોતાની એક તસવીર પણ શેર કરી છે.આ તસ્વીર માં તેણીએ બે ચોટલા વાળેલા છે, હાથ માં બંગળીઓ પહેરી છે અને આંખમાં આંજણ કરેલ છે અને આ લુક માં  પણ તે ખુબ સુંદર લાગી રહી છે.

અજય દેવગન નો હશે ખાસ રોલ :

એવું પણ જાણવા મળ્યું છે કે સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મ માં અજય દેવગન નો એક અલગ રોલ હશે.આ ફિલ્મ વિશે વધારે જાણકારી તો મળી નથી થોડા સમય માં આના વિશે ની વધારે જાણકારી મળશે.

ટ્વીટર પર પણ કર્યું ટ્વીટ :

આલિયા ભટ્ટે પોતાની આવનારી આ ફિલ્મ ની રીલીઝ થવાની તારીખ ટ્વીટર પર શેર કરી છે, આ સાથે જ તેણે લખ્યું છે કે એક નામ કે જે તમે સાંભળ્યું હશે પણ તેની કહાની નહિ સાંભળી હોય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!