‘હું તમારું જ કામ જોવા માટે જીવી રહી છું’ – રેખાએ જયારે આ સુપરસ્ટાર ને ખુલેઆમ આવુ કહી દીધેલું

ફિલ્મ જગત ની એવર ગ્રીન જેને માનવામાં આવે છે એવી રેખા હવે ભલે ફિલ્મો માં કામ ન કરતી હોય પણ તે મોટાભાગ ની ફિલ્મોની પાર્ટીઓ અને એવોર્ડ માં જોવા મળે જ છે.હમણાં કેટલાક દિવસો પહેલા જ રેખા મુંબઈ માં આયોજિત સ્ટાર સ્ક્રીન એવોર્ડ ૨૦૧૯માં જોવા મળી હતી.આ એવોર્ડ ફંક્શન માં બોલીવૂડ ના મોટાભાગના સ્ટાર જોવા મળ્યા હતા.

જેમાં રણવીર સિંહ, શાહીદ કપૂર, હૃતિક રોશન, અનન્યા પાંડે, મલાઈકા અરોરા, રેખા જેવા ઘણા સિતારાઓ સામેલ છે.મુંબઈ માં આયોજિત આ એવોર્ડ ફંક્શન માં રેખા એ ફિલ્મ જગત ના જાણીતા અભિનેતા રણવીર કપૂર ના વિશે એવું કહી દીધું કે રણવીર સિંહ ને પણ ખુબ જ ખુશી થઇ હતી.આ ફંક્શન માં રેખા ને “ગેસ્ટ ઓફ ઓનર” ના રૂપ માં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને રેખા એ ઘણી બધી વાતો કરી.

આ કહ્યું હતું રણવીર સિંહ માટે :

જયારે રેખા એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવી અને રણવીર સિંહ ને મળી ત્યારે ત્યાં હાજર બધા લોકો એ કહ્યું કે રેખા અને રણવીર વચ્ચેની વાતો ને સાંભળવી અલગ જ વાત છે. રેખાએ સ્ટેજ પર જઈને રણવીર સિંહ ના વખાણ કરવા લાગ્યા અને કહ્યું કે તેણીને રણવીર સિંહ પાસે થી ઘણું શીખવા મળ્યું.એટલું જ નહિ રેખા એ એમ પણ કહ્યું કે હું હજી સુધી માત્ર રણવીર સિંહ નું કામ જોવા માટે જ જીવું છું. રેખા જેવી મોટી હસ્તી ના મોઢે થી આવું કોમ્પ્લીમેન્ટ સાંભળી ને રણવીર સિંહ ની સાંજ વધારે સારી થઇ ગઈ.

૬૫ વર્ષ ની છે રેખા :

ફિલ્મ જગત માં સુદરતાની સાથે ખુબ સારો અભિનય પણ ખુબજ મહત્વનો છે.એવા માં જો રેખા ની વાત કરીએ તો તેની સુંદરતા સામે આવી જાય છે. રેખા ખુબજ સુંદર હોવાની સાથે એક સારી અભિનેત્રી પણ છે.આજના સમય માં રેખા ની ઉમર ૬૫ વર્ષ ની છે.20 વર્ષો થી પણ વધારે ફિલ્મ જગત ને દીધા છે, પણ હજી તેને જોઈ ને એવું લાગતું જ નથી કે તેની ઉમર વધતી જાય છે.

બે વખત કર્યા હતા લગ્ન :

બોલીવૂડ ની સદાબહાર અભિનેત્રી રેખા વિશે પણ એવું કહેવાય છે કે તેણે પણ બે વાર લગ્ન કર્યા હતા.તેના પહેલા લગ્ન અભિનેતા વિનોદ મહેરા સાથે થયા હતા.જોકે તેણે ક્યારેય આ વાત ને સ્વીકારી નથી.

વર્ષ ૨૦૦૪માં સિમી ગ્રેવાલ ની સાથે દીધેલા એક ઈન્ટરવ્યું માં રેખા એ કહ્યું હતું કે તેણે વિનોદ મહેરા ની સાથે ક્યારેય લગ્ન નથી કર્યા.વર્ષ ૧૯૯૦માં રેખા એ દિલ્હી ના એક વેપારી મુકેશ અગ્રવાલ ની સાથે લગ્ન કર્યા હતા, પણ દુખની વાત એ છે કે તેના એક વર્ષ પછી જ તેમના પતિ એ આત્મહત્યા કરી લીધી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!