જમીને તરત જ પાણી પિતા હો તો ચેતી જજો – આ ભયંકર બીમારી થઇ શકે છે

મહર્ષિ વાગ્ભટ્ટ દ્વારા લખવામાં આવેલા પોતાના ગ્રંથ અષ્ટાંગ હદયમ માં તેઓએ આયુર્વેદ વિશે ઘણું લખ્યું છે અને ઘણા એવા સુત્રો લખ્યા છે કે જેનું પાલન કરવાથી તમે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકો છો.

એમાં નો એક નિયમ છે જમ્યા પછી ૧ થી ૧.૫ કલાક સુધી પાણી ન પીવાનો.પણ અત્યારના ઉતાવળા યુગ માં મોટા ભાગના લોકો જમીને તરત જ પાણી પી લે છે, જે મહર્ષિ વાગ્ભટ્ટ દ્વારા કીધેલા સૂત્ર કરતા બિલકુલ ઉલટું છે.

શું તમે પણ પિવો છો જમ્યા પછી તરત પાણી ?

જો તમે પણ જમ્યા પછી તરત જ પાણી પીવા વાળા લોકો માં સામેલ હોય તો આજે જ બદલી નાખો આ આદત નહીતર થશે તમારા શરીર ને ખુબ મોટું નુકસાન અને આવશે ઘણી બધી બીમારીઓ.

આ છે કારણ જમ્યા પછી તરત પાણી ન પીવાનું :

આયુર્વેદ મુજબ જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે તે ખોરાક નું પાચન આપણી નાભી ની ડાબી બાજુમાં રહેલા જઠર સુધી પહુચે છે.એકઠા થયેલા આ ખોરાક ના પાચન માટે ત્યાં એક પ્રકારનો અગ્નિ ઉદ્ભવે છે જેને જઠરાગ્ની કહેવામાં આવે છે.

જઠર માં ઉદ્ભવતા આ જઠરાગ્ની જ ખોરાક ને પચાવવાનું મુખ્ય કામ કરે છે. આ અગ્નિ પોતાનું કામ જમ્યા પછી એક થી દોઢ કલાક સુધી કરે છે. હવે આવા માં જો તમે જમીને તરત જ પાણી પી લેશો તો આ અગ્નિ તેનું કામ બરાબર નહિ કરી શકે જેને લીધે ખોરાક સારી રીતે પચી નહિ શકે.

આ ન પચેલો ખોરાક આપણા શરીર માં રહીને સળે છે અને સૌથી પહેલા વાયુ પેદા કરે છે જેને આપણે ગેસ કહીએ છીએ.આના સિવાય ઘણી બધી એવી બીમારીઓ છે કે જે આ સળેલા ખોરાક ને લીધે જન્મ લે છે અને આપણા શરીર ને નુકસાન કરે છે.

ડાયાબિટીઝ માટે પણ એક છે આ કારણ :

લોકો જયારે જમીને તરત જ પાણી પી લે છે ત્યારે જઠરાગ્ની તરતજ શાંત થઇ જાય છે અને ખોરાક પચ્યા વગર નો પડ્યો રહે છે અને ત્યાં સળે છે આ સળેલા ખોરાક ને લીધે આપણા બિનજરૂરી ઇન્સુલીન પણ બંને છે કે જે લોહી ના સુગર લેવલ ને અસર કરે છે અને જેથી ડાયાબિટીઝ થવાની શક્યતા રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!