આ છે ભારતના એવા ૭ ક્રિકેટર્સ જે ગરીબ હોવા છતાં પોતાની મહેનત થી પ્રગતિ કરી

એવું કહેવાય છે કે ગરીબ જનમવું એ આપણા હાથ માં નથી પણ ગરીબ મરવું કે નહિ એ તો આપણા હાથ માં જ છે.તમે ઘણા બધા લોકો ના એવા ઉદાહરણ સાંભળ્યા છે કે જેઓ ખુબ જ ગરીબ પરિવાર માંથી આવીને આજે એવા શિખર પર છે કે લોકો તેમને સલામ કરે છે, જેમાં ઘણા કલેકટર પણ સામેલ છે.

પણ આજે આપણે એવા ૭ ક્રિકેટરો વિશે જાણવાના છીએ કે જેઓ પણ ખુબ જ ગરીબ હતા અને પોતાની મહેનત થી પ્રગતી કરીને ક્રિકેટર બની ગયા છે અને ખુબજ સારી સ્થિતિ માં છે.

૧) ઉમેશ યાદવ :

ઉમેશ યાદવ આ લીસ્ટ માં પહેલા નંબર પર છે. તેણે જયારે ૧૨ મુ ધોરણ પૂરું કર્યું એ પછી પોતાના ઘર ને ચલાવવા માટે તેમને પોતાના પિતા સાથે મજુરી કરવા માટે જવું પડતું હતું.આમ છતાં તેઓએ ક્રિકેટ રમવાનું છોડ્યું નહિ અને કામ ની સાથે ક્રિકેટ ની રમત માં ઘણો સુધારો કર્યો હતો.એ પછી હવે તેમને આખો દેશ ઓળખે છે.

૨) પઠાણ બંધુ :

પઠાણ બંધુ તરીકે ઓળખાતા ઈરફાન અને યુસુફ પઠાણ બંને પણ આ જ લીસ્ટ માં છે.આ બંને પણ એક સમયે પોતાના પિતા સાથે એક મસ્જીદ ની દેખરેખ કરવાનું કામ કરતા હતા. તેની સાથે તેઓ પોતાની ક્રિકેટ પ્રેક્ટીસ પણ કરતા હતા.અને પોતાની મહેનત ને કારણે જ આજે તેઓ આટલા બધા આગળ વધી ચુક્યા છે.

૩) કામરાન ખાન :

કારમાન ખાન વિશે તો શું વાત કરવી તેઓએ એવા દિવસો પણ જોયા છે કે તેમને રેલ્વે સ્ટેશન પર પણ સુવું પડ્યું હતું.આ સિવાય તેમની પાસે દવા માટે ના પૈસા ના હોવાને લીધે જ તેમની માતા નું મૃત્યુ થયું હતું.પણ જયારે રાજસ્થાન રોયલ્સે તેમને ૫ લાખ માં ખરીદી લીધા ત્યારે તેમના દિવસો બદલાઈ ગયા.

૪) મનોજ તિવારી :

મનોજ તિવારી ની પણ કઈક કામરાન ખાન જેવી જ વાત છે. તેઓ પણ એક સમયે રેલ્વે સ્ટેશન માં કામ કરતા હતા.તેમની પાસે ક્રિકેટ ક્લબ માં જોડવા માટેના પણ પૈસા ન હતા.તેમના ભાઈએ લોન લઈને મનોજને ક્રિકેટ ક્લબ માં જોડાવ્યા હતા.જોકે આજે તેઓ ખુબ સારા ક્રિકેટર છે.

૫) ભુવનેશ્વર કુમાર :

ભુવનેશ્વર કુમાર ના એક સમયે એવા દિવસો પણ હતા કે તેમની પાસે પહેરવાના જૂતા લેવા માટેના પૈસા પણ ન હતા.પણ આજે તે ખુબ ફાસ્ટ બોલર છે અને આખી દુનિયા તેમને ઓળખે છે.

૬) રવીન્દ્ર જાડેજા :

રવીન્દ્ર જાડેજા એ આજ સુધિ જે કઈ પણ કર્યું છે તે પોતાની મહેનત ના દમ પર જ કર્યું છે અને આજે તેઓ દુનિયા ના સૌથી સારા ઓલરાઉન્ડર માના એક છે.

૭) મુનાફ પટેલ :

મુનાફ પટેલ પણ જયારે ક્રિકેટર ના હતા ત્યારે તેમને પોતાનું ઘર ચલાવવા માટે મજુરી કરવી પડતી હતી.પણ આ સાથે પણ તેઓ ક્રિકેટ ની પ્રેક્ટીસ કરતા હતા જેને લીધે જ તેઓ ભારતીય ટીમ માં સામેલ થયા અને તેઓ પોતાના પરિવાર ની ગરીબી દુર કરી શક્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!