જેવો રંગ એવું ચરિત્ર – આમાંથી તમારો મનપસંદ રંગ કોમેન્ટ કરો અને ક્લિક કરી જાણો તમારું ચરિત્ર

તમને કયો રંગ ગમે છે, તેના પરથી પણ તમારા સ્વભાવ વિશે જાણ થઇ શકે છે.રંગ ની પસંદગી ના આધારે તમારા વ્યક્તિત્વ વિશે સરળતા થી જાણી શકાય છે.આ અનુમાન મોટાભાગે સાચું જ હોય છે.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મનપસંદ રંગ પરથી કઈ રીતે બીજા કોઈ ના વ્યક્તિત્વ ને જાણી શકાય છે.

આ રીતે જાણો તમારા વ્યક્તિત્વ વિશે :

સૌથી પહેલા તમે નીચે આપેલા રંગો માંથી તમારો પ્રિય રંગ પસંદ કરો.પછી તે કલર પ્રમાણે જ જાણકારી લો-

ગુલાબી, લીલો, બ્લુ, કાળો, સફેદ,લાલ, કથ્થાઈ,જાંબલી,પીળો.

ગુલાબી :

જો તમે ગુલાબી રંગ પસંદ કર્યો છે તો તમે ખુબ જ લાગણીશીલ વ્યક્તિ છો.પોતાના સાથી ના પ્રેમ માં સંપૂર્ણ રીતે ડૂબી જવું એ તમારો સ્વભાવ છે.જે લોકો ને ગુલાબી રંગ ગમતો હોય છે તેઓ ઘણા હસમુખ પણ હોય છે.આવા લોકો ઘણા સમજદાર અને દિલ ના સારા હોય છે.

લીલો રંગ :

જો તમે લીલો રંગ પસંદ કર્યો છે, તો તમારો સ્વભાવ ડાઉન ટુ અર્થ વાળો છે.આવા લોકો કોઈ પણ સ્થિતિ માં પોતાના સ્વભાવ ને બદલી શકવા ની ક્ષમતા રાખે છે.આવા લોકો ગમે તેટલા સફળ કેમ ન થઇ જાય પણ તે પોતાના થી નાના લોકો ને સાથે લઈને ચાલે છે.

બ્લુ રંગ :

આ રંગ લક્ઝરી નો ધોતક હોય છે એટલે જે લોકો ને આ રંગ પસંદ હોય છે તેઓ સાધારણ વસ્તુઓ કરતા આકર્ષક વસ્તુઓ ને વધારે પસંદ કરે છે.આ રંગ પસંદ કરવા વાળા લોકો ખુબ સ્વાભિમાની હોય છે.

કાળો રંગ :

જે લોકો ને કાળો રંગ પસંદ હોય છે તેઓ રૂઢીવાદી સ્વભાવ ના હોય છે.આવા લોકો જલ્દી ગુસ્સે થઇ જાય છે.કાળો રંગ પસંદ કરવા વાળા લોકો કોઈ પણ કામ માં કોઈ ફેરફાર પસંદ કરતા નથી.

સફેદ રંગ :

જે લોકો ને સફેદ રંગ ગમે છે તેઓ દૂરદર્શી અને આશાવાદી સ્વભાવ ના હોય છે.આવા લોકો દરરેક કાર્યો યોજના બનાવી ને કરે છે, જેને લીધે તેમના મોટાભાગના બધા જ કાર્યો સફળ થાય છે.સફેદ રંગ ને શાંતિ પ્રિય માનવામાં આવે છે એટલે જે લોકો ને સફેદ રંગ ગમે છે તેઓ પણ શાંતિ પ્રિય હોય છે.

લાલ રંગ :

લાલ રંગ ને આકર્ષણ નું કેન્દ્ર માનવામાં આવે છે.એટલે જે લોકો ને લાલ રંગ પસંદ હોય છે, તેઓ ભીડ માંથી અલગ જોવા મળે છે.આવા લોકો જીવન ને પુરા ઉત્સાહ થી જીવે છે.આ સિવાય આવા લોકો બીજા ના સ્વભાવ ને ખુબ જ જલ્દી સમજી જાય છે.લાલ રંગ ને પસંદ કરવા વાળા લોકો માટે પ્રેમ અને મિત્રતા ખુબ જ મહત્વના હોય છે જેના વગર તેઓ રહી શકતા નથી.

કથ્થાઈ રંગ :

જે લોકો ને કથ્થાઈ રંગ પસંદ હોય છે તેઓ પણ ડાઉન ટુ અર્થ લોકો હોય છે.આવા લોકો સફળતા ના શિખર પર પહુચવા છતાં પણ કોઈની નિંદા કરતા નથી.આવા લોકોનો સ્વભાવ ખુબજ ફ્રેન્ડલી અને વિનમ્ર હોય છે.

જાંબલી રંગ :

જે લોકો ને જાંબલી રંગ પસંદ હોય છે તેઓ દૂરદર્શી હોય છે.તેઓ પોતાના વર્તમાન ને નિયંત્રણ માં રાખવાનું સારી રીતે જાણે છે.આ સિવાય આવા લોકો ક્યાં કામ માં ભવિષ્ય માં ફાયદો થશે તો ક્યાં કામ માં નુકસાન થશે એના વિશે પહેલા થી જ અંદાજો લગાવી લે છે.

પીળો રંગ :

જે લોકો પીળો રંગ પસંદ કરે છે, તેમનો સ્વભાવ ખુબ જ હસમુખ હોય છે.આવા લોકો પોતાની ની સાથે સાથે બીજા ને પણ ખુશ રાખે છે.પીળા રંગને પસંદ કરવા વાળા લોકો પોતાના જીવન ને ખુબ સકારાત્મક રૂપ થી જુએ છે.

તમને આમાંથી કયો રંગ પસંદ છે કોમેન્ટ કરી ને જરૂર જણાવજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!