જુના પતિ સાથે તલાક પછી બોયફ્રેન્ડ સાથે વિવાહ કરવા જઈ રહી છે ટીવીની આ એક્ટ્રેસ – કાર્ડ જોવા જેવું છે

ઘણી વાર લોકો ના પહેલા લગ્ન સફળ નથી થતા જેના પછી તે જીવન માં ઘણા નિરાશ થઇ જાય છે, પણ કેટલાક લોકો ને એકલું રેવું એક બોજા રૂપ લાગે છે અને નસીબ થી તેઓને બીજો પ્રેમ પણ મળી જાય છે.કઈક એવુજ થયું ટીવી ની પ્રખ્યાત એક્ટ્રેસ કામયા પંજાબી ની સાથે અને છુટા છેડા લીધા પછી બોયફ્રેન્ડ ની સાથે લગ્ન કરવા જઈ રહી છે.તેમના લગ્ન નું કાર્ડ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યું છે.

 બોયફ્રેન્ડ ની સાથે લગ્ન કરવા જઈ રહી છે આ ટીવી ની પ્રખ્યાત એક્ટ્રેસ :

ટીવી ની પ્રખ્યાત એક્ટ્રેસ કામ્યા પંજાબી ખુબ જ જલ્દી એક વાર પાછા લગ્ન કરવા જઈ રહી છે.તેના બોયફ્રેન્ડ અને એક વેપારી સાથે લગ્ન કરવાના નિર્ણય થી કામ્યા ખુબ સુંદર લાગી રહી છે.કામ્યા અને શલબ ઘણા સમય થી સંબંધ માં હતા અને હાલમાં જ કામ્યા એ પોતાના લગ્ન નું કાર્ડ સોશિયલ મિડિયા પર શેર કર્યું હતું.

આ કાર્ડ સામે આવ્યા પછી બંને ના પ્રસંશકો આ લગ્ન વિશે જાણી ને ખુબ ખુશ છે.

 

View this post on Instagram

 

Ganapati Bappa Moryaa ❤️ #ShubhMangalKaSha ❤️ @shalabhdang

A post shared by Kamya Panjabi (@panjabikamya) on

૧૦ ફેબ્રુવારી એ છે લગ્ન :

એવું જાણવા મળ્યું છે કે કામ્યા ૧૦ ફેબ્રુવારી ના દિલ્હી ના નિવાસી શલબ ડાંગ ની સાથે લગ્ન કરી લેશે.લગ્ન ની તૈયારીઓ બંને ના ઘરો માં ચાલુ થઇ ગઈ છે. આ સાથે કામ્યા એ થોડા સમય પહેલા જ લગ્ન નું કાર્ડ પણ શેર કર્યું હતું જે ખુબ  સુંદર લાગી રહ્યું હતું. વિડીયો માં બુમરેંગ વિડીયો છે, જ્યાં કાર્ડ ને પહેલી વખત જોવા મળ્યું હતું અને પોતાના પ્રસંશકો ના ઉત્સાહ ને તેણીએ વધાર્યું હતું.

 

View this post on Instagram

 

One Big Year of Togetherness @panjabikamya ? Last one year has been the happiest in my lifetime ❤️

A post shared by Shalabh Dang (@shalabhdang) on

થોડા સમય પહેલા કામ્યા એ પોતાના એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું, “હું આ ખુલાસો નહિ કરી સકું કે કઈ તારીખે અમે લગ્ન કરીશું પણ હા લગ્ન ની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અમે લોકો ઉત્સાહિત છીએ અને મેં મારા મિત્રો ને પણ તેઓની તૈયારીઓ કરવા માટે કહી દીધું છે.” હવે કામ્યા ના લગ્ન ની તારીખ અને કાર્ડ પણ સામે આવી ચુક્યા છે.વર્ષ ૨૦૦૩માં કામ્યા એ બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા પણ લગ્ન ના દશ વર્ષ પછી જ બંને ના લગ્ન તૂટી ગયા હતા.

કામ્યા ની ૧૦ વર્ષ ની છોકરી પણ છે અને કામ ની વાત કરીએ તો તેણે બનું મેં તેરી દુલ્હન, મર્યાદા લેકિન કબ તક જેવી સીરીયલો માં કામ કર્યું છે.


Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!