જયારે મીડિયા સામે હાથ જોડી અભિષેકે ઐશ્વર્યનો આ ફોટો ડીલીટ કરવા કહેલું…

બોલીવૂડ માં કઈ ને કઈ એવું થતું જ રહે છે કે જેને લીધે સોશિયલ મીડિયા ની સાથે સાથે એકટરો ના જીવન માં પણ હલચલ મચાવી દે છે અને આને લીધે ઘણી વાર એવી પરિસ્થિતિ પણ ઉભી થઇ જાય છે કે જેને લીધે એક્ટર કે એક્ટ્રેસ ને સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

આ વખતે પણ એવું જ કઈક થયું છે એશ્વર્યા રાય બચ્ચન ની સાથે.કેટલીક તસ્વીરો ખુબ ખરાબ રીતે વાયરલ થઇ જાય છે જેને લીધે સિતારાઓ ટ્રોલ પણ થઇ જાય છે. સાથે જ લોકો ની વચ્ચે તેમનો મજાક પણ થઇ જાય છે. થયું એવું કે એશ્વર્યા ની કેટલીક એવી તસ્વીરો ફોટોગ્રાફરો એ પોતાના કેમેરા માં લઇ લીધી કે જે તસ્વીરો ને લીધે અભિષેક ને મિડિયા ને એવું કહેવું પડ્યું કે પ્લીઝ એ ફોટા ડિલીટ કરી દો.

મનીષ મલ્હોતત્રા ની પાર્ટી માં જતા હતા એશ અને અભિષેક :

થયું હતું કઈક એવું કે બોલીવૂડ ની બ્યુટી ક્વીન એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બંને મનીષ મલ્હોત્રા ના ઘર ની એક પાર્ટી માં જતા હતા.જયારે આ પાર્ટી પૂરી થઇ ત્યારે બધાજ સિતારાઓ પોત પોતાના ઘરે જવા નીકળ્યા હતા, આ સમયે ફોટોગ્રાફરો એ એ બધા ના ફોટા પડ્યા હતા.

આમાં જ તેઓએ એશ્વર્યા ના ફોટા પાડવાની પણ કોશિશ કરી.મનીષ ની આ પાર્ટી માં એશ્વર્યા એ શોર્ટ ડેનીમ નો ડ્રેસ પહેર્યો હતો.એવા માં એશ્વર્યા ના કાર માં બેસતી વખતે કઈક એવા ફોટા આવી ગયા કે જેને જોઇને અભિષેક ને કહેવું પડ્યું કે પ્લીઝ આ ફોટા ડિલીટ કરી દો.

ફોટો જોઇને ભડક્યા અભિષેક :

ફોટોગ્રાફરો દ્વારા પાડવામાં આવેલા આ ફોટા જોઇને અભિષેક ભડકી ઉઠ્યા, જોકે જે ફોટા પાડવામાં આવ્યા હતા તે સામાન્ય હતા, પણ કેટલીક એવી તસ્વીરો પણ હતી કે જે અભિષેક ને ન ગમી એટલા માટે અભિષેકે આ ફોટા ને ડિલીટ કરાવી દીધા.

બન્યું એવું હતું કે જે એન્ગલ થી તે ફોટો પાડવામાં આવ્યો હતો તે સારો ન હતો કેમકે એશ નો ડ્રેસ નાનકડો હતો.પણ ત્યાં ઘણા બીજા બધા ફોટોગ્રાફરો પણ હતા કે જેમની પાસે કેટલીક તસ્વીરો રહી ગઈ અને પછી લીક થઇ ગઈ હતી.જોકે આ બાબતે મિડિયા એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ ની પણ આવી તસ્વીરો ન લેવી જોઈએ કે જેને લીધે કોઈને સમસ્યા ઉભી થાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!