કચરા ટોપલી માંથી મળેલી આ ચિઠ્ઠીમાં એવું તો શું હતું કે લારી વાળની જીંદગી જ બદલાઈ ગઈ?

ક્યારેક તો આપણને એવા સમાચાર સંભાળવા અમલે છે કે જેમાં એક ભિખારી અચાનક જ કરોડપતી બની જાય છે.હાલ માં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક શાકભાજી વેચવા વાળો એક રાત માં એક ચિઠ્ઠી ને લીધે કરોડપતિ બની ગયો જે ચીઠ્ઠીને તેણે પોતેજ કચરાના ડબ્બા માં નાખી દીધી હતી.

આ કિસ્સો કોલકતા નો છે, અહીના એક શાકભાજી વાળા ને એક લોટરી ની ટીકીટ માં એક કરોડ નું ઇનામ લાગ્યું છે કે જે ટીકીટ ને તેણે કચરામાં ફેકી દીધી હતી.

આ છે કિસ્સો : 

કોલકતા માં દમદમ વિસ્તાર માં રહેવા વાળા સાદિક નામના એક શાકભાજી વાળા એ કેટલીક લોટરી ની ટીકીટ ખરીદી હતી.જયારે આ ટીકીટ નું પરિણામ આવ્યું ત્યારે તેને લાગ્યું કે તેને ઇનામ નથી લાગ્યું એટલે તેણે એ ટીકીટ ને કચરા ના ડબ્બા માં ફેકી દીધી હતી, પણ પાછળ થી એને ખબર પડી કે તે એક ટીકીટ માં તેને ૧ કરોડ નું ઇનામ લાગ્યું છે.

નવા વર્ષના એક દિવસ પહેલા ખરીદી હતી લોટરી :

નવા વર્ષ થી આગળના એક દિવસે સાદિકએ તેમના પત્ની ની સાથે લોટરી ની પાંચ ટીકીટો ખરીદી હતી.૨ જાન્યુવારીએ લોટરી નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે તેને એવું કહેવામાં આવ્યું કે તેને ઇનામ નથી મળ્યું.ત્યારે સાદિક એ તે ટીકીટો ને કચરા ના ડબ્બા માં નાખી દીધી હતી.પણ બીજા દિવસે તેના જે મિત્રો એ સાદિક ને ટીકીટો વેચી હતી, તેઓએ તેને જણાવ્યું કે તેને ૧ કરોડ નું ઇનામ લાગ્યું છે.

આની જાણ થતાજ સાદિક ખુશ થઇ ગયો અને ઘરે જઈને લોટરી ની ટીકીટ શોધવા લાગ્યો.છેલ્લે તેને કચરા ના ડબ્બા માં એ ટીકીટ મળી ગઈ.

બધી ટીકીટો પર લાગ્યું ઇનામ :

આ કિસ્સા માં જાણવા જેવી વાત તો એ છે કે સાદિક એ કચરાના ડબ્બા માં પોતે ખરીદેલા પાંચ ટીકીટ ફેકી દીધા હતા.આ પાંચ ટીકીટો માંથી એક માં તો ૧ કરોડ નું ઇનામ લાગ્યું જ પરંતુ બાકી ની ચાર ટીકીટો માં પણ ૧ – ૧ લાખ નું ઇનામ લાગ્યું આમ કુલ પાંચેય ટીકીટો માં તેને ઇનામ લાગ્યું જે ભાગ્યેજ જોવા મળે છે.

ઇનામ વિશે જાણી ને આખો પરિવાર ખુશ થઇ ગયો અને ભવિષ્ય માટે નું પ્લાનિંગ કરવા લાગ્યો.હવે સાદિક પોતાના બાળકો ને સારી સ્કુલ માં મોકલી શકશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!