કડકડતી ઠંડીમાં ૧૨ કિલોમીટર પગપાળા જઈને સીઆરપીએફ ના જવાનોએ આ બાળક માટે જે કર્યું એ વાંચીને સલામ કર્યા વગર નહિ રહો

જયારે પણ કોઈ પણ સિપાહી ની વાત આવે છે ત્યારે તેઓ કોઈ પણ સમસ્યા માં લોકો ને મદદ કરવા તૈયાર જ રહે છે. પછી એક કોઈ પણ સિપાહી હોય.

આ વાત ને સાચી પાડતી એક ઘટના સિઆરપીએફ વિશે ની સામે આવી છે. આ ઘટના વિશે જાણ્યા પછી તમને પણ તેઓને સલામ કરવાનું મન થઇ જશે.

સિઆરપીએફ ના જવાનો વિશે છે આ ઘટના :

આ ઘટના છે જમ્મુ-કશ્મીર ના રામબાન ની નજીક રાષ્ટ્રીય રાજમાર્ગ માં લેન્ડસ્લાઈડ ને લીધે ફસાઈ ગયેલા એક પરિવાર ના સભ્યો ની.

લેન્ડસ્લાઈડ ને લીધે ફસાયેલ આ પરિવાર ના સદસ્યો ને બચાવવા કેન્દ્રીય રિજર્વ પોલીસ બળ ના જવાનો એક ભગવાન ની જેમ આવ્યા હતા.કડકડતી ઠંડી અને ૧૨ કિલોમીટર સુધી ગાડિઓ ની લાંબી લાઈન ની વચ્ચે ભૂખ્યા તરસ્યા બાળકો માટે સિઆરપીએફ ના જવાનો એ ખાવા પીવા ની વસ્તુઓ અને દૂધ પહુચાડવા નું કામ કર્યું.

સૌથી મહત્વ ની વાત એ છે કે મદદગાર બનેલા સિઆરપીએફ ના જવાનો ને પહાડી રસ્તાઓ પર ૧૨ કિલોમીટર નો સફર પગપાળા ચાલીને કરવું પડ્યું.

સિઆરપીએફ ના ૮૪ માં બટાલિયન ના કમાનડન્ટ ડી પી યાદવ એ એક ઈન્ટરવ્યું માં કહ્યું કે “જમ્મુ શ્રીનગર રાજમાર્ગ પર રામબાન ના ડીગડોલ વિસ્તાર માં ફસાયેલ આસિફા એ ભૂખ્યા છોકરાઓ નું પેટ ભરવા માટે સિઆરપીએફ ના જવાનો ની સહાયતા માગી હતી.”

આસિફા ના પરિવાર ના લોકો એ સિઆરપીએફ ની હેલ્પ લાઈન માં કોલ કર્યો હતો.આના પછી હેલ્પ લાઈન તરફ થી તેઓની ૮૪ મી બટાલીયન ના જવાનો ને તરત જ એ પરિવાર ની મદદ કરવા માટે મોકલ્યા હતા.

ઇન્સ્પેક્ટર રઘુવીર સાથે હતા :

આ ટીમ માં ઇન્સ્પેક્ટર રઘુવીર ની સાથે સિઆરપીએફ ના અન્ય જવાનો પરિવાર ના બાળકો અને બીજા લોકો માટે દૂધ અને જમવાનું લઈને પહોચ્યા હતા.

ઈન્ટરવ્યું માં સિઆરપીએફ ના કામાંન્ડટ એ કહ્યું કે લેન્ડસ્લાઈડ ને લીધે એટલો બધો ટ્રાફિક થઇ ગયો હતો કે કોઈ પણ ગાડી ત્યાં પહોચી શકે તેમ જ ન હતી.એના લીધે સિઆરપીએફ ના આ જવાનો ૧૨ કિલોમીટર ચાલીને જ કડકડતી ઠંડી માં તે પરિવાર ના સભ્યો પાસે પહોચી ગયા હતા.

એના પછી સિઆરપીએફ ના જવાનો એ બાળકો ને દૂધ અને જમવા નો સમાન દીધો.સિઆરપીએફ ની વિશેષ મદદ થી આસિફા ના પરિવાર ના લોકો એ તેઓને દિલ થી ધન્યવાદ કહ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!