કામ ના મળવાથી આવા કામ કરી કરીને જીવન પસાર કરી રહ્યા છે ‘અંગ્રેજોના જમાનાના જેલર’ અસરાની

ફિલ્મ શોલે માં “અંગ્રેજો કે જમાને કે જેલર” ની ભૂમિકા ભજવવા વાળા ખુબજ પ્રખ્યાત અભિનેતા અસરાનીએ  ૭૦ અને ૮૦ ના દશક ની ઘણી બધી સુપર હીટ ફિલ્મો માં કામ કરેલું છે. અસરાની એ ખાસ એક્ટર માના એક છે કે જેને નાનપણ થી જ ખબર હતી કે તે એક અભિનેતા બનવાના છે.આ માટે જ તેને પુણે ના ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા થી અભિનય માં પ્રશિક્ષણ લીધું હતું.

આજે અમે તમને અસરાની ના જીવન ના કેટલાક એવા પહેલું વિશે જણાવવા ના છીએ જેના થી તમે અજાણ હશો.અસરાની નો બોલીવૂડ નો સફર ખુબજ મુશ્કેલ હતો.આજે અસરાની જે મુકામે છે ત્યાં પહુચવા માટે તેને ખુબજ મહેનત કરી છે.

ઘરના સભ્યો નો કર્યો વિરોધ :

અસરાની એ એક એક્ટર બનવા માટે પોતાના ઘરના સભ્યો નો પણ વિરોધ કર્યો હતો.એક ઈન્ટરવ્યું માં તેણે જણવ્યું હતું કે જયારે તેમના પરિવાર ના સભ્યો એ તેમને પહેલી વાર મોટા પડદા પર જોયા હતા ત્યારે તે ખુબજ ગુસ્સે થઇ ગયા હતા અને ગુસ્સા માં જ તેઓ તેમને મુંબઈ થી ગુરદાસપુર પાછા લઇ આવ્યા હતા.કેમકે અસરાની નો પરિવાર તેમના ફિલ્મો માં કામ કરવા ના નિર્ણય ના વિરોધી હતા.

અસરાની ના પિતાની હમેશા થી એક ઈચ્છા હતી કે તે મોટા થઇ ને એક સરકારી નોકરી કરે.પણ અસરાની ફિલ્મ માં કામ કરવા ઈચ્છતા હતા.એટલે એક વાર તેઓ પરિવાર ના લોકો ની નજરો થી બચી ને ગુરદાસપુર થી મુંબઈ આવી ગયા હતા.

મુંબઈ આવ્યા પછી ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ તેમને સફળતા ન મળી.એટલે તેણે પુણે ના ફિલ્મ ઇન્સ્ટીટયુટ થી વર્ષ ૧૯૬૪માં ડિપ્લોમાં કર્યું, પણ આ કોર્ષ કરવા પછી પણ તેઓને ફિલ્મો માં કેટલાક નાના નાના રોલ જ મળ્યા.જેના પછી તેઓ નિરાશ થઇ ને પુણે માં પાછા આવી ગયા અને ત્યાં એફટીઆઈઆઈ માં એક શિક્ષક ની નોકરી કરવા લાગ્યા.

શિક્ષક ની નોકરી કરતી વખતે પણ તેઓનો એક અભિનેતા બનવાનું સપનું તૂટ્યું નહી.તેઓ એક શિક્ષક ની નોકરી કરતા ની સાથે જ ઘણા ફિલ્મ નિર્માતાઓ સાથે મળતા રહ્યા. અને આખરે તેમને ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જી ની ફિલ્મ “સત્ય કામ” માં પહેલો મોકો મળ્યો.આ ફિલ્મ ૧૯૬૯માં રીલીઝ થઇ હતી.

આ ફિલ્મ માં કામ કરવા પછી અસરાનીએ સુપર હીટ ફિલ્મ “ગુડ્ડી” માં કામ કર્યું.જેમાં તેઓનો કોમિક અંદાજ બધાને જ ગમ્યો.

પછી પણ ઘણી સુપરહિટ ફિલ્મો માં કર્યું કામ :

તેના પછી તોએ “પિયા કા ઘર“, “મેરે અપને“,”શોર“,”સિતા ઔર ગીતા” “પરિચય“, “બાવર્ચી“,”નમક હરામ” ,”અચાનક“,”અનહોની” જેવી ઘણી સુપરહીટ ફિલ્મો માં કામ કર્યું.કોમેડી ભૂમિકાઓ ની સાથે ૧૯૭૨માં રીલીઝ થયેલ ફિલ્મ “કોશિશ” અને “ચૈતાલી” માં અસરાની એ નકરાત્મ ભૂમિકા પણ ભજવી.

અસરાની પોતાના કરિયર માં માત્ર અભિનય સુધીજ સીમિત ન હતા. તેને ૧૯૭૭માં માં “ચલા મુરારી હીરો બનને” નામ ની સેમી બાયોગ્રાફીકલ ફિલ્મ પણ બનાવી.આ ફિલ્મ ની વાર્તા તેમના પોતાના જીવન પર થી જ પ્રેરિત હતી.

ભલે આ ફિલ્મ ને દર્શકો એ પસંદ ન કર્યું પણ અસરાની એ ૧૯૭૯માં “સલામ મેમસાહબ” , ૧૯૮૦માં “હમ નહિ સુધરેંગે“, ૧૯૯૩માં “દિલ હિ તો હૈ” અને ૧૯૯૭માં “ઉડાન” જેવી ફિલ્મો બનાવી.

આજ ના સમયે અસરાની પુણે ના ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ માં લોકો ને અભિનય નું પ્રશિક્ષણ આપે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!