કરીના અને સૈફ ના લગ્નના સમાચાર મળ્યા ત્યારે અમૃતાએ કરેલી આવી હરકતો – સારા ખાને કહેલું કે મમ્મી મને લોકરમાં….

સૈફ અલી ખાન બોલીવૂડ ના એક નાના નવાબ ના નામ થી વખણાય છે.જેવું કે આપણે બધા જાણીએ છીએ કે તેમના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા.પણ એ વિશે નહિ જાણતા હો કે તેઓએ લગ્ન બધાથી છુપાઈને કર્યા હતા.

અમૃતા હતી ઘણી મોટી :

અમૃતા એ સૈફ થી ઘણી મોટી હોવાના કારણે અમૃતા ના ઘરના સભ્યો તેનાથી ખુબજ નારાજ હતા.પણ ધીરે ધીરે બધા માની ગયા હતા.હિંદુ પરિવાર માંથી આવતી અમૃતા એ સૈફ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

સૈફ અને અમૃતા ના બે બાળકો છે જેમાં એક નું નામ સારા અલીખાન અને ઈબ્રાહીમ ખાન છે.જોકે હવે અમૃતા અને સૈફ બંને ના છુટા છેડા થઇ ગયા છે.સૈફ એ ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ માં કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

કરીના અને સૈફ નો એક દીકરો પણ છે જેનું નામ તૈમુર અલી ખાન છે.જોકે અત્યારે તો સારા તેની સાવકી માં અને પિતા ની ખુબજ નજીક છે પણ શું તમે  જાણો છો કે જયારે અમૃતા ને જાણ થઇ કે તેનો પતિ સૈફ અને કરીના લગ્ન કરવાના છે ત્યારે તેની શું પ્રતિક્રિયા છે? આ વિશે સારા અલી ખાને પહેલી વાર જણાવ્યું.

સારા એ ખોલ્યા રાઝ :

હાલ માં જ એક મેગેઝીન ના કાર્યક્રમ માં સારા તેના ભાઈ ઈબ્રાહીમ અને માં અમૃતા ની સાથે ગઈ હતી.આ દરમિયાન તેણીએ જણાવ્યું કે “જયારે અબ્બા અને કરીના ના લગ્ન થયા ત્યારે મારી માં મને લોકર રૂમ માં લઇ ગઈ હતી અને બધાજ દાગીના ઓ દેખાડી ને પૂછ્યું કે તારે આમાંથી ક્યાં બુટીયા પહેરવા જોઈએ? તેણીએ આ વિશે અબુ જાની અને સંદીપ ખોસલા ને પણ ફોન કર્યો હતો.”

સારા એ એ પણ જણાવ્યું કે અબુ અને સંદીપ ને ફોન કરીને જણાવતા કહ્યું કે સૈફ અને કરીના બંને લગ્ન કરવાના છે અને તે દિવસે મારી દીકરી સૌથી સુંદર લાગવી જોઈએ.હું ઈચ્છું છું કે સારા સૌથી સુંદર કપડા પહેરે.

સામાન્ય છોકરીઓની જેમ થઇ છે મોટી :

સારા એ નવાબ કુટુંબ સાથે સંબંધ રાખવા ની પણ વાત કરી. તેણીએ કહ્યું “આ રીત ના વિચારો એક રીતે ગેર જવાબદાર છે.આપણો દેશ આઝાદ થવા ની સાથે રાજતંત્ર સમાપ્ત થઇ ગયું છે.હું આ બધા માં વિશ્વાસ નથી રાખતી.હું જુહુ ની એક સામાન્ય છોકરી ની જેમ મોટી થઇ છું.હું માત્ર મારી માં અને મારા પપ્પા ની જ રાજકુમારી છું.”

એ સિવાય જયારે અમૃતા એ સારા સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે “સારા એક ખુબજ શિસ્ત થી મોટી થયેલ છોકરી છે.તે બધાનો ખુબજ આદર કરે છે.તે પોતાના કામ,મગજ અને શરીર ને લઈને ખુબજ શિસ્ત બદ્ધ છે.હું તેના પોતાની જાતને બેલેન્સ રાખવા ના પ્રયત્નો કરતી જોઉં છું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!