કરીનાની આ ફોટો થઇ ગઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ – ફેંસ દ્વારા આવું બધું લખીને બનાવી મજાક

હાલ માં જ ૨૭ ડિસેમ્બરે કરીના કપૂર ની ફિલ્મ ગૂડ ન્યુઝ ર્લીઝ થઇ હતી. આ ફિલ્મ ના કરીના ની સાથે અક્ષય કુમાર હતા,સાથે કિયારા અડવાણી અને દિલ્જીત દોસાઝ મુખ્ય ભૂમિકા માં હતા. ફિલ્મે બોક્સ ઓફીસ પર ઘણું સારું પ્રદર્શન આપ્યું હતું.કરણ ઝોહર ના પ્રોડક્શન માં બનેલી આ ફિલ્મ આઈ વી એફ  રીત નો ઉપયોગ કરી રહેલા બે દંપતીઓ વચ્ચે બનેલી અજીબ ઘટના વિશેની છે.

કરીના કપૂર અવાર નવાર મિડિયા માટે ચર્ચા નો વિષય બની રહે છે. ક્યારેક તેની ફીટનેશ ને લઈને તો ક્યારેક તેની ફિલ્મો ને લઈને.તે અવાર નવાર પોતાના દેખાવ ની સાથે પ્રયોગો કરતી રહે છે.હાલ માં તે પોતાની ફિલ્મ ને લીધે તો ચર્ચા માં હતી જ પરંતુ હવે તે સોશિયલ મીડિયા માં ટ્રોલ થઇ ને ચર્ચા માં છે.

તેણે મુકેલી એક તસ્વીર ને લઈને તે ટ્રોલ થઇ રહી છે.

ટ્રોલ થઇ કરીના : વાત એમ છે કે હાલ માં જ ધરીયલકરીનાકપૂર નામના પેજ માં કરીના ની એક તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં તેણે લાઈટ બ્લ્યુ રંગની શોર્ટ ડ્રેસ પહેરી ને રાખી છે.આ તસ્વીર માં કરીના એક બેડ પર ઉભી હતી.તસ્વીર માં કરીના ખુબજ સુંદર દેખાતી હતી,આમ છતાં પણ તેને ટ્રોલ થવું પડ્યું.આ તસ્વીર માં કરીના ખિલ ખીલાઈને હસી રહી હતી.

 

View this post on Instagram

 

Whats your 2020 Plan ? ❤️ . . . . GoodNewwz In cinemas ! Book your tickets now! Link in bio. ?

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


કેટલાક લોકો ને કરીના ની આ તસ્વીર ખુબજ પસંદ આવી પણ ઘણા એ આ તસ્વીર ને લઈને કરીના ને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.હવે તમે વિચારતા હશો કે તસ્વીર તો સારી છે તો પછી લોકો કેમ કરીના ને ટ્રોલ કરે છે?

આ કારણે થઇ ટ્રોલ :

શેર થયેલી કરીના ની આ તસ્વીર માં કરીના ના ઘુટણ ગાયબ થઇ ગયા છે.ધ્યાન થી જોવા થી તમને દેખાશે કે તેના ઘુટણ ખુબજ ઓછા દેખાય છે અને આ જ વાત ઘણા લોકોને પણ દેખાય ગઈ હતી. આ વાતને લીધે જ તેને સોશિયલ મીડિયા માં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

એકે તો લખ્યું છે કે બેબો પહેલા થી જ ખુબ સુંદર છે તો તેની તસ્વીર ને આટલી બધી ફોટોશોપ કરવાની ક્યાં જરૂર છે કે જેને લીધે તેના ઘુટણ જ ગાયબ થઇ ગયા છે.

પહેલી વાર આપ્યું હતું ઓડિશન :

થોડા સમય પહેલા કરીના એક હેરાન કરી દે તેવો ખુલાસો પણ કર્યો હતો. તેને હાલમાં જ દીધેલા ઈન્ટરવ્યું માં કહ્યું કે આમીર ખાન ની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા માં રોલ કરવા માટે તેને પહેલી વાર ઓડિશન આપ્યું.તેની અનુસાર આ એક પહેલી વાર હતી કે તેણે કોઈ ફિલ્મ કરવા માટે ઓડિશન દીધું હોય.આ સાથે જ તેને એ પણ કહ્યું કે જો આ ફિલ્મ આમીર ખાન ની ન હોત તો તે કોઈ પણ હાલત માં આ ફિલ્મ માટે ઓડિશન દેવા તૈયાર ના થાત.

હોલીવૂડ ફિલ્મ ની રીમેક છે “લાલ સિંહ ચડ્ઢા” :

જણાવી દઈએ કે આમીર ખાન ની આવી રહેલી આ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા એ હોલીવૂડ ફિલ્મ “ફારેસ્ટ ગમ્પ” ની રીમેક છે જેમાં આમીર ખાન મુખ્ય ભૂમિકા ભજવવા ના છે.જણાવી દઈએ કે લાલ સિંહ ચડ્ઢા કરીના કપૂર ની ૬૨ મી ફિલ્મ હશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!