આ ફિલ્મના સેટ પર કરીનાએ બિપાશાને તમાચો લગાવી દીધેલો – આ હતું તમાચો મારવાનું કારણ

ફિલ્મ હોય કે સીરીયલ પણ શુટિંગ ના સમયે અવાર નવાર એકટરો વચ્ચે ઘણા એવા કિસ્સાઓ થતા રહે છે કે જેને યાદ કરીને કા તો તેઓ હસી પડે છે અને કાતો ગુસ્સે થઇ જાય છે. અને આમાં ના કેટલાક કિસ્સાઓ વિશે જાણીને તો લોકોને પણ આશ્ચર્ય થતું હોય છે.

આજે અમે કરીના અને બિપાસા વિશે થતા આવાજ એક કિસ્સા વિશે જણાવીએ જેમાં કરીના એ એક ફિલ્મ ના સેટ પર બિપાસા બાસુ ને માર્યો હતો તમાચો.તો ચાલો જાણીએ શું છે આ વાત ?

કઈ ફિલ્મ ના સેટ પર થયું હતું આવું ?

વર્ષ ૨૦૦૧ માં આવેલી ફિલ્મ અજનબી તો તમે જોઈ જ હશે. આ ફિલ્મ થી જ બિપાસા એ પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માં કરીના કપૂર બોબી દેવલ, અક્ષય કુમાર અને બિપાસા બાસુ બધાએ સાથે કામ કર્યું હતું.

આ ફિલ્મ માં જ બિપાસા અને કરીના વચ્ચે થયેલો હતો એક એવો કિસ્સો કે જેને લઈને લોકો ને ખુબજ આશ્ચર્ય થયું હતું. આ સેટ પર કરીના અને બિપાસા વચ્ચે ખુબ મોટી લડાઈ થઇ હતી. સમાચાર પ્રમાણે કરીના એ બિપાસા ને જોરદાર તમાચો માર્યો હતો.

શું હતું કારણ ?

ખરેખર થયું એવું હતું કે ફિલ્મ અજનબી ના સેટ પર કરીના કપૂર ના ડીઝાઇનરે બિપાસા બાસુ ની થોડી મદદ કરી હતી અને આ વાત કરીના ને પસંદ ન પડી.આ કારણે કરીના બિપાસા બાસુ પર ખુબજ નારાજ થઇ ગઈ હતી અને તેને લીધે જ કરીના એ બિપાસા ને કાળી બિલાડી કહી દીધું હતું.

તેજ વર્ષે લેવામાં આવેલા બિપાસા ના એક ઈન્ટરવ્યું માં તેણીએ કીધું હતું કે “મને લાગે છે કે આ બાબતને કારણ વગર વધારવા માં આવી રહી છે. કરીના ને ડીઝયનર વિક્રમ ફડનીસ થી કઈક સમસ્યા હતી,તો આમાં મને કારણ વગર વચ્ચે લાવવા માં આવી રહી છે. તે કરીના ની ખુબ ખરાબ હરકત હતી અને હવે હું ક્યારેય કરીના સાથે કામ નહિ કરું ”

કરીના એ કહ્યું હતું કઈક આવું :

બીજી બાજુ જયારે ૨૦૦૨માં કરીના કપૂર નું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે “લાગે છે કે બિપાસા ને પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ નથી કારણ કે તેના ચાર પેજ ના ઈન્ટરવ્યું માં તેને ૩ પેજ માં તો મારા વિશે જ વાતો કરી હતી.આખરે બિપાસા એ પોતાના કામ ની વાતો કેમ ના કરી? ” સાથે તેણીએ એમ પણ કહ્યું હતું કે બિપાસા ને હજી સુધી જે નામના મળી છે તે તેના મારી સાથે થયેલા ઝગડા ને લીધે જ મળી છે.

વર્ષો પહેલા થઇ ગયો હતો ઝગડો સમાપ્ત :

જોકે બિપાસા અને કરીના વચ્ચે નો આ ઝગડો ઘણા વર્ષો પહેલા જ સમાપ્ત થઇ ગયો હતો અને ૨૦૦૮માં સૈફ ના જન્મદિવસ ની પાર્ટી માં બંને ગળે મળતી નજરે ચડી હતી.ત્યારે બિપાસા એ કરીના સાથે દોસ્તી કરવા માટે હાથ લંબાવ્યો હતો અને કરીના એ તે સ્વીકાર કર્યો હતો.

૨૦૦૧ માં બોલીવૂડ માં એન્ટ્રી કર્યા પછી બિપાસા એ રાઝ, જિસ્મ, ધૂમ-૨, રાઝ-૩, અલોન,હમશકલ, મદહોશી,ઓમકારા જેવી ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!