કાર્તિકે દીપિકા જોડે કામ કરવાની ઈચ્છા વ્યક્તિ કરી અને દીપિકાએ સામે આ ડાયલોગ ચોપડાવી દીધો

બોલીવૂડ ની ફિલ્મો ની વાર્તા ની જેમ બોલીવૂડ ને પણ ક્યારેક સમજવું ખુબ મુશ્કેલ બની જતું હોય છે.આમાં કોણ કોના વખાણ કરે છે અને ક્યારે કોણ કોનું દુશ્મન કે મિત્ર બની જાય છે તેની કઈ ખબર પડતી નથી.

અત્યારે તો કાર્તિક આર્યન કે જે તેના સારા અલી ખાન ની સાથે ના અફેયર ને લીધે ખુબજ ચર્ચા માં હતા અને જેના “પતિ પત્ની ઔર વો” ફિલ્મ માં તેના દ્વારા કરેલ એક્ટિંગ માટે ખુબજ વખાણ થયા છે,એણે હવે દીપિકા સાથે એક ફિલ્મ કરવાની ઈચ્છા જતાવી છે.જોકે આ વિશે દીપિકા તરફ થી તેને સારો એવો જવાબ મળ્યો છે.

દીપિકા એ પણ આપી દીધો સારો જવાબ :

નોધપાત્ર છે કે થોડા દિવસો પહેલા જ દીપિકા પાદુકોણ અને કાર્તિક અર્યેન બંને સાથે ડાન્સ કરતા હોય એવો ફોટો સોસીયલ મીડિયા માં ખુબ વાયરલ થયો હતો.જેમાં દીપિકા કાર્તિક પાસે થી કાર્તિક નો હુક અપ સ્ટેપ ધીમે ધીમે શીખવવા નો આગ્રહ કરે છે.

કાર્તિક આર્યને તેણીની આ ઈચ્છા એરપોર્ટ પર જ પૂરી કરી દીધી. એની પહેલા કે આ વાત અહીજ પૂરી થઇ જાય કાર્તિકે પોતાના સોસિયલ મીડિયા માં દીપિકા વિશે એક પોસ્ટ શેર કરીને આ વાત ને ખુબ આગળ વધારી દીધી.

પોતાની આ પોસ્ટ ની મદદથી તે પાછો એક વાર ચર્ચા માં આવી ગયો.

આ હતી પોસ્ટ :

તેણે આ પોસ્ટ માં દીપિકા ની એક જૂની તસ્વીર ની સાથે પોતાની એક જૂની તસવીર મુકીને લખ્યું “છે કોઈ ડાયરેક્ટર માં દમ ??” આ પોસ્ટ તને પોતાના ઈન્સ્ટાગ્રામ માં શેર કરી હતી.

આ પોસ્ટ માં કાર્તિકે દીપિકા ની જે તસવીર ને શેર કરી છે એ દીપિકા ની સૌથી પહેલી ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” ની છે.આ પોસ્ટ પર દીપિકા એ કમેન્ટ કરીને કાર્તિક ને પૂછ્યું કે આ તસવીર જ શા માટે લગાવી?

જવાબ લખતા કાર્તિક આર્યને પણ કહ્યું કે “કેમકે ત્યારથી જ દુનિયા આ પ્રયત્ન માં લાગી હતી.” હવે બંને વચ્ચે સોસિયલ મીડિયા માં લાંબા સમય થી વાતચીત નો આ દોર લાંબો ચાલુ રહ્યો છે.કાર્તિકે ને પાછો જવાબ દીપિકા એ પણ તેની ફિલ્મ ઓમ શાંતિ ઓમ ના એક ડાયલોગ થી જ આપ્યો કે “અગર આપ કિસી ચીઝ કો દિલ સે ચાહો.. ” આ પોસ્ટ તેણીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માં મૂકી છે.

પ્રસંશકો ને મજા પડી :

આ વાતચિત તો બોલીવૂડ ના બે સિતારાઓ વચ્ચે ઈન્સ્ટાગ્રામ માં થઇ રહી છે પણ આ વાત નો આનંદ તે બંનેના પ્રસંશકો ઉઠાવી રહ્યા છે.તેઓ પણ આ બંને વચ્ચે ના સંવાદ માં પોતાના રિએકશન દેવા માં પાછળ નથી.હાલ માં જ દીપિકા એ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો.અને ૧૦ જાન્યુવારી એ રીલીઝ થવા વાળી ફિલ્મ “છપાક” માં જોવા મળશે.આ તેણી ના પોતાના જ પ્રોડક્શન ની ફિલ્મ હશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!