કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલ રહસ્યની આ વાતો તમને નહિ જ ખબર હોય

આંખી દુનિયામાં પ્રસિદ્ધ મંદિરો માં એક કશી વિશ્વનાથ પણ છે.આ મંદિર ભગવાન શિવ ને સમર્પિત છે.વિશ્વનાથ મંદિર ને બાબા વિશ્વનાથ મંદિર એક જુનું મંદિર છે અને આ મંદિર શિવજીના ૧૨ જ્યોતિર્લીંગ માંથી એક છે.એવી માન્યતા છે કે આ મંદિર માં જઈને પૂજા અને શિવલિંગ ના દર્શન કરીને બધા પાપ માફ થઇ જાય છે અને શિવ ભગવાન ની કૃપા થઇ જાય છે.

કાશી વિશ્વનાથ મંદિર નો ઈતિહાસ :

કાશી ને ભગવાન શિવ ની નગરી કહેવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કાશી નગર ભગવાન શિવ ને ખુબજ પસંદ હતી અને આ જગ્યાએ શિવ જી એ તપસ્યા કરી હતી.કાશી વિશ્વનાથ મંદિર ની વિશે મહાભારત ના ગ્રંથ માં પણ વાત કરવામાં આવી છે.કહેવામાં આવે છે કે આ પ્રાચીન મંદિર નું સમાર કામ 11 મી સદી ના મહારાજા હરિશ્ચંદ્ર એ કરાવ્યું હતું.

રાજા હરિશ્ચંદ્ર સિવાય સમ્રાટ વિક્રમાદિત્ય એ પણ આ મંદિર નું સમારકામ કરાવ્યું હતું.પરંતુ મહંમદ ગૌરી એ આ મંદિર તોડવી નાખ્યું હતું.જેના પછી પાછુ આ મંદિર ને બંધાવવા માં આવ્યું હતું.

જોકે તેના પછી વર્ષ ૧૪૪૭ માં જૌનપુર ના સુલતાન મહમદ શાહ એ પાછુ આ મંદિર ને આખું તોડાવી નાખ્યું હતું.આ મંદિર ને તોડી નાખ્યા પછી ૧૫૮૫ માં રાજા તોડરમલ ની મદદ થી પંડિત નારાયણ ભટ્ટ એ પાછુ આ મંદિર નું નિર્માણ કરાવ્યું હતું.

ઔરંગઝેબ દ્વારા પાછુ તોડાવવા માં આવ્યું હતું આ મંદિર :

ઈતિહાસ મુજબ ૧૬૩૨ માં શાહજહાં એ વિશ્વનાથ મંદિર ને પાછુ તોડી નાખવાનો આદેશ આપ્યો હતો.પરંતુ વિરોધ ને લીધે શાહજહાં ના સિપાહી ઓ આ મંદિર ને તોડવા માં અસફળ રહ્યા હતા.

૧૮ એપ્રિલ ૧૬૬૯ ના દિવસે ઔરંગઝેબ ના આદેશ ના પાલન કરી ને કાશી વિશ્વનાથ મંદિર ને તોડી નાખવામાં આવ્યું હતું.

પાછુ બનાવવા માં આવ્યું હતું વિશ્વનાથ મંદિર :

ઇન્દોર ની મહારાણી અહિલ્યાબાઈ દ્વારા આ મંદિર ને ફરીથી સમારકામ કારવ્યું હતું.એ સમયે પંજાબ ના મહારાજા રણજીત સિંહે આ મંદિર ને સોના નું છાપરું બંધાવ્યું હતું.

કાશી વિશ્વનાથ મંદિર થી જોડાયેલ રોચક વાતો :

આ મંદિર ઉતાર પ્રદેશ માં સ્થિત છે.હિંદુ ધર્મ માં વિશ્વનાથ મંદિર ના દર્શન ને ખુબજ મહત્વ નું માનવામાં આવે છે.આ મંદિર માં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ છે આ મંદિર ની રોચક વાતો..

શિવજી ના ત્રિશુલ પર વસેલ છે કાશી :

આવું માનવામાં આવે છે કે કશી નગરી ભગવાન શિવ ના ત્રિશુલ ની અણી પર વસેલ છે. કાશી ને ખુબજ પવિત્ર નગરી માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે અહી જે લોકો નું મૃત્યુ થાય છે તેઓને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે અને તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

અહી આપ્યું હતું પ્રવચન :

એવું કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધે બોધ ગયા માં જ્ઞાન પ્રાપ્ત કરીને પહેલું પ્રવચન કાશી માં આપ્યું હતું.જેને લીધે કાશી ને જૈનીયો નું પવિત્ર સ્થળ પણ માનવામાં આવે છે.

માત્ર કાચા દુધનો જ પ્રયોગ કરવામાં આવે છે :

કાશી વિશ્વનાથ મંદિર માં શિવજીને બાબા વિશ્વનાથ ના નામ થી ઓળખવામાં આવ છે અને ભક્તો દ્વારા અહી આવી ને બાબા વિશ્વનાથ ને માત્ર કાચા દૂધ થી સ્નાન કરાવવામાં આવે છે.

રાજરાજેશ્વર પણ કહેવાય છે :

બાબા વિશ્વનાથ ને કાશી ના ગુરુ અને રાજા પણ કહેવાય છે.એવું માનવામાં આવે છે કે તેઓ દિવસે ગુરુ બનીને કાશી નું ભ્રમણ કરે છે અને રાતના નવ વાગ્યા પછી શ્રુંગાર કરીને તેમને રાજા નો વેશ પહેરાવવા માં આવે છે.

થઇ જાય છે બધીજ મનોકામનાઓ પૂરી :

કાશી વિશ્વનાથ મંદિરમાં આવીને બધીજ મનોકામનાઓ પૂરી થઇ જાય છે.એવું માનવામાં આવે છે કે આ મંદિર માં આવીને બાબા વિશ્વનાથ ના દર્શન કરીને આ મંદિર ની છત ને જોઈ તેની દરરેક મનોકામનાઓ પૂરી થઇ જાય છે.

પશ્ચિમ મુખી હોઈ છે પ્રતિમાઓ :

વિશ્વનાથ મંદિર માં ઘણા બધા દેવી દેવતાઓ ની પ્રતિમા રાખેલી છે.આ પ્રતિમાઓ ને શ્રુંગાર ના સમયે પશ્ચિમ ની દિશા માં કરી દેવા માં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!