‘ખોળો’ અને ‘ખીલ’ માટે આ જાદુઈ અસરકારક ઈલાજ કરવા જેવો છે – બહેનો ખાસ વાંચે

ખોળો અને ખિલ ની સમસ્યા થી મોટા ભાગના લોકો પરેશાન હોય છે. ખોળો થવાથી વાળ પર ખુબજ ખરાબ અસર પડે છે અને ઘણી વખત ખોળા ને લીધે વાળ ના ખરવા ની સમસ્યા પણ થઇ જાય છે. અને ખિલ ને લીધે લોકો ના ચેહરા ની રોનક ઓછી થઇ જાય છે, અને ચહેરા માં નિશાન થઇ જાય છે.ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે જે લોકો ને ખોળો હોય છે તેમને ખિલ થવાની સંભાવના પણ વધારે હોય છે.એટલે ખોળો થાય તો તેને અવગણવો નહી.

ખોળા ને દુર કરે છે મેથી :

ખોળો અને ખિલ ને દુર કરવા માટે મેથી એક લાભદાયક વસ્તુ છે, અને મેથી ના ઉપયોગ થી આ બંને તકલીફો દુર થઇ જાય છે.તો ચાલો જાણીએ કેવી રીતે મેથી ની મદદ થી ખોળા ને દુર કરી શકાય છે.

ખોળા ને દુર કરવા માટે મેથી નો ઉપયોગ આ રીતે કરવો.ખોળો થાય ત્યારે નારિયલ ના તેલ માં મેથી નો પાઉડર ઉમેરી દો.આ માટે પહેલા મેથી ને ખુબ પીસી લો અને પછી તેના પાઉડર ને તેલ માં મિક્ષ કરી દેવું.પછી આ તેલ ને સારી રીતે ગરમ કરીને ગાળી લો. રોજ રાત્રે સુતા પહેલા આ નારિયલ તેલ ને પોતાના વાળ પર સારી રીતે લગાડો.આ તેલ ને વાળ પર લગાડવાથી ખોળો દુર થાય છે.

તેલ ના બદલે તમે મેથી નો પેસ્ટ પણ વાળો માં લગાવી શકો છો.આ માટે મેથી ના દાણા ને ૮ કલાક સુધી પાણી માં પલાળી દેવા. પછી આ દાણા ને પિસી ને બનેલા પેસ્ટ ને વાળ પર અડધો કલાક સુધી લગાવી રાખવું.

જયારે તે સુકાય જાય ત્યારે પાણી થી આ પેસ્ટ ને ધોઈ નાખવું જેથી ખોળા ની સમસ્યા દુર થઇ જશે અને વાળ ની ગ્રોથ પણ સારી થશે.

ખિલ ને દુર કરે છે મેથી :

મેથી ના પાણી થી ચહેરા ને ધોવાથી ખિલ દુર થાય છે. આ માટે મેથી ને પાણી માં ત્રણ કલાક સુધી પલાળી રાખવી. આ પછી આ પાણી ને ગાળી લેવું અને આ પાણી થી ચહેરા ને સાફ કરી લેવો.મેથી ના આ પાણી થી ઓછા માં ઓછી ચાર વખત તમારા ચહેરા ને સાફ કરવો.

મેથી ના પાણી સિવાય મેથી ના ફેસ પેક થી પણ ખિલ મટી શકે છે. આ માટે મેથી ને પાણી માં પલાળી દેવી અને પછી તેને પીસી દેવી જેથી પેસ્ટ તૈયાર થઇ જાય.આ પેસ્ટ માં કુવારપાઠા એટલે કે એલોવેરા નું જેલ મિક્ષ કરી લો અને તેને તમારા ચહેરા પર લગાવી દો.

જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરા ને પાણી ની મદદ થી સાફ કરી લેવો.અઠવાડિયા માં ત્રણ વખત આ પેસ્ટ ને ચહેરા માં લગાવવું, જેથી ચહેરા પરના ખિલ દુર થઇ જશે.

મેથી નું પાણી પીવા થી પણ દુર થાય ખિલ :

મેથી ના પેસ્ટ સિવાય જો તમે ઈચ્છો તો મેથી નું પાણી પી પણ શકો છો.આમ કરવાથી પણ ખિલ ની સમસ્યા નથી થતી.ઘણી વાર લોહી અશુદ્ધ થવાથી ખિલ ની સમસ્યા થાય છે પણ મેથી નું પાણી પીવાથી લોહી સાફ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!