ખુબ જ રોમેન્ટિક છે હાર્દિક પંડ્યા અને નતાશાની પ્રેમ કહાની – આ રીતે પહેલી મુલાકાત થયેલી

ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બલ્લેબાજ હાર્દિક પંડ્યા હવે સિંગલ માંથી ડબલ થઇ ગયો છે. આ વાત આપણે જાણીએ છીએ કે તેને નવા વર્ષના પહેલા દિવસે જ તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઇ કરી લીધી હતી. સગાઇ કરીને તેણે સોસિયલ મીડિયા માં આ ખુશ ખબર જણાવી હતી.

જેના પછી જ લોકો એ તેઓને શુભકામનાઓ આપી હતી.એટલુજ નહિ તેમના પ્રસંશકો ને તેની લવ સ્ટોરી માં ખુબજ રસ હતો.જેથી આજે અમે તમને તેઓની લવ સ્ટોરી વિશે જણાવીશું.

ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલરાઉન્ડર તરીકે જાણીતા હાર્દિક પંડ્યા મેદાન થી ઘણા સમય થી દુર છે,જેને લીધે તેના પાછા આવવા ને લઈને પણ તેના પ્રસંશકો ખુબજ ઉત્સાહિત છે. માનવામાં આવે છે કે હાર્દિક પંડ્યા ટીમ માં જલ્દી થી પાછા આવી જશે.તો ચાલો જાણીએ આ બંને ની લવસ્ટોરી વિશે જાણીએ.

નાઈટ ક્લબ થી શરુ થઇ હતી હાર્દિક પંડ્યા ની લવ સ્ટોરી :

મીડિયા રીપોર્ટ નું માનીએ તો હાર્દિક પંડ્યા અને નતાશા ની પહેલી મુલાકાત મુંબઈ ના એક નાઈટ ક્લબ માં થઇ હતી.તેના પછી બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ હતી.નાઈટ ક્લબ માં મળ્યા પછી તેઓ એ એક બીજા ને મળવા નું શરુ કર્યું.આં મુલાકાતો એ ક્યારે તેમની દોસ્તી ને પ્રેમ માં બદલી નાખ્યો તેની તો તેઓને પણ નથી ખબર.

પછી ધીરે ધીરે બંને એક બીજા ને ડેટ કરવા લાગ્યા અને પછી બંને ના એકબીજા સાથેના ફોટા બહાર આવવા લાગ્યા.પણ ત્યારે તેઓએ તેમના સંબંધ વિશે કોઈ વાત કરી ન હતી.

આવી રીતે આવ્યા તેઓ એક બીજાની નજીક :

ખબરો નું માનીએ તો બંને એ એક બીજાની સાથે દિવાળી પણ મનાવી હતી અને પછી એક બીજા સાથે વધારે સમય પસાર કરવા લાગ્યા હતા.

સમય પસાર કરતા કરતા બંને ને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો.પછી તેઓને સાથે જોઇને લોકો તેઓના પ્રેમ ની વાતો કરવા લાગ્યા.જોકે બંને એક બીજા ને ખુબજ ઓછા સમય થી જાણે છે પણ તે બંને વચ્ચે ખુબજ સારો તાલમેલ છે.

હાર્દિક પંડ્યા ની પાર્ટી માં પણ દેખાય છે નતાશા :

ક્રિકેટ ની ઘણી પાર્ટી માં હાર્દિક પંડયા અને નતાશા ને એક બીજા સાથે જોવા મળતા હતા.એના પછી જ બંને ના અફેર વિશે ની વાતો ઉડવા લાગી અને આ નવા વર્ષની શરૂઆત ના પહેલા જ દિવસે તેઓએ એક બીજા સાથે સગાઇ કરી લીધી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!