કોથમીરને આ રીતે ફ્રીઝમાં રાખ્યા વગર પણ તાજીમાજી રાખી શકાય છે – જાણો રસ્તો

આપણું ભારત શાકભાજીઓ નું ઘર છે. ભારત માં અનેક પ્રકાર ની શાકભાજી થાય છે.અને એમાં ઘણી એવી ભાજીઓ પણ છે કે જેને દરેક શાક માં નાખી શકાય જેથી શાક નો સ્વાદ વધી જાય છે.એમાંની જ એક ભાજી કે જેને કોથમીર કહેવાય છે તેના વિશે આજે અમે તમને જણાવવા ના છીએ.

દરરેક શાક માં પડે છે કોથમીર :

કોથમીર એક એવી ભાજી છે કે જેને દરરેક શાક માં નાખી શકાય અને તેને લીધે કોઈ પણ શાક નો સ્વાદ વધી જાય છે. આ સિવાય તેને મોટા ભાગની વાનગીઓ માં પણ નાખી શકાય છે અને ભારત ના ઘરે ઘર માં દરરોજ શાક માં નખાતી હોય છે કોથમીર.

કેટલાક લોકો તો કોથમીર વગર નું શાક જ ખાતા નથી.તેઓને કોથમીર વગર ચાલતું જ નથી. એવા લોકો માટે આજની પોસ્ટ ખુબજ ઉપયોગી થશે.

સ્વાદ ઉપરાંત કોથમીર ના ઔષધીય ગુણો પણ છે :

કોથમીર નો સ્વાદ તો ખુબજ સારો હોય છે, સાથે જ તે એક ઔષધી પણ છે. તેનો સૌથી મોટો ઉપયોગ લાંબા સમય સુધી આપણી આંખનું તેજ જાળવી રાખવા માટે પણ થાય છે. આમાં પણ અત્યારના જમાનામાં જ્યાં લોકો સતત ડિઝીટલ સ્ક્રિન ની સામે જોતા હોય છે, તેમાં જો તેઓ દરરોજ થોડી કોથમીર ખાય તો તેને લીધે તેની આંખો નું તેજ લાંબા સમય સુધી જળવાય રહે છે.

ઘણા લોકો આવું કરે છે પણ એના માટે કોથમીર ને દરરોજ લેવા જવું પડતું હોય છે અથવા તો તેને ફ્રીઝ માં સ્ટોર કરીને રાખવી પડે છે. જેને લીધે તે તાજી તો રહે છે પણ ફ્રીઝ માં રાખેલ એ તો ફ્રીઝ માં જ કહેવાય ને.

એટલા માટે આજે અમે તમને કોથમીર ને ફ્રિઝ વગર તાજીમાજી રાખવાની એક રીત વિશે જણાવીશું.

આ રીતે રહેશે કોથમીર તાજીમાજી :

કોથમીર ને તાજીમાજી રાખવા માટે સૌથી પહેલા આખી કોથમીર ને તેના ડાન્ડલા સાથે જ એક પાણી ભરેલા વાસણ માં થોડી વાર ડુબાડી રાખો.

પછી તેની માથે ટીસ્યુ પેપર રાખીને તેને એક એર ટાઈટ ડબ્બા માં રાખી દો જેથી કરીને લાંબા સમય સુધી તે તાજી માજી રહેશે.એટલે તમે લાંબા સમય સુધી આ કોથમીર નો ઉપયોગ કરી શકશો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!