લગભગ છોકરાઓને શુઝ પહેરવાની ખરી રીત નથી ખબર – આ ભૂલ તો લગભગ બધા કરે જ છે

આપણા દેખાવ માં શુઝ એક ખુબજ મહત્વનો ભાગ ભજવે છે.જયારે નાના હતા ત્યારે શુઝ પહેરતા ન આવડતું એટલે મમ્મી પપ્પા ની મદદ લેતા હત. પણ જયારે મોટા થઇ ગયા ત્યારે જાતે જ શુઝ ખરીદીને પહેરવા લાગ્યા છીએ.એટલે આપણે લાગે છે કે આપણે સાચી પ્રકાર ના શુઝ પહેર્યે છીએ. 

પરંતુ સાચી વાત તો એ છે કે આજે પણ મોટા ભાગ ના છોકરાઓ શુઝ પહેરવા નો સમય અને કેવા પ્રકાર ના શુઝ ક્યારે પહેરવા એ નક્કી કરવા માં ભૂલો કરે છે.કેટલીક ભૂલો તો એટલી હોય છે કે તેઓના દેખાવ નો મજાક થઇ જાય છે.

એવા માં આજે અમે તમને શુઝ પહેરતી વખતે થનારી આવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હલકા રંગના પેન્ટ પર ઘાટા રંગના શુઝ :

જો તમે કોઈ આછા રંગનું પેન્ટ પહેરવા ના છો તો તેની નીચે ક્યારેય ઘાટા રંગના શુઝ પહેરવા નહી. તમે તેવા જ આછા રંગના શુઝ પહેરો જે આછા રંગ ના પેન્ટ પર ભળી જાય.

ડાર્ક કાળા કે બ્રાઉન રંગના શુઝ ફોર્મલ કે બિઝનેસ આઉટફિટ માં સારા લાગે છે.જો કોઈ કૈઝયુઅલ લુક માં જો લાઈટ રંગ નું જીન્સ પહેરવાના હો તો ડાર્ક શુઝ પહેરવા થી બચજો.

શુઝ ને મેચ થતા હોય એવા રંગના મોજા જ પહેરવા :

વધારે પૂરતા છોકરાઓની આદત હોય છે કે તે શુઝ ની હરે કોઈ પણ રંગના મોજા પહેરી લે છે.પણ ખરેખર તો શુઝ ના રંગને મેચ થતા હોય તેવા જ રંગના મોજા પહેરવા જોઈએ.

અને કેટલાય તો એવા પણ હોય છે કે તે શુઝ ની સાથે મોજા પહેરતા જ નથી. આ આદત પણ ખોટી છે કેમકે મોજા વગર શુઝ પહેરવાથી પગને ઇરીતેશન થઇ શકે છે.

શુઝ અને બેલ્ટ નો રંગ અલગ અલગ :

જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી શુઝ અને બેલ્ટ નો રંગ સરખો રહેવો જોઈએ.જો તમે જેકેટ પહેરવાના હોય તો તે પણ શુઝ ને મળતા રંગનું કે એજ રંગનું પહેરવું જોઈએ.

જીન્સ અને ચમકદાર શુઝ :

જીન્સ ની નીચે ચમક વાળા કાળા કે લાલ રંગના શુઝ પહેરવાથી બચવું.આ સાચી રીત નથી. જો તમે ચમક વાળા શુઝ પહેરવા જ હોય તો ફોર્મલ પેન્ટ કે કોટ પેન્ટ પર જ પહેરવા.

ફોર્મલ ડ્રેસ માં સપોર્ટ શુઝ :

સ્પોર્ટ શુઝ પહેરવા માં ખુબજ આરામદાયક હોય છે પણ તેનો મતલબ એવો નથી કે તમે ફોર્મલ આઉટફિટ માં પણ સ્પોર્ટ શુઝ જ પહેરી લ્યો. આ દેખાવા માં ખરાબ લાગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!