લગ્ન પહેલા બિપાશાને ૬ લફરા હતા – ૨ પત્નીઓને તલાક આપેલા ૪ વર્ષ નાના આ એક્ટર સાથે લગ્ન કર્યા

૪૧ વર્ષની થઇ ચુકેલી બિપાસા બાસુ બોલીવૂડ ની જાણિતી અભિનેત્રી છે.તેણી નો જન્મ ૭ ફેબ્રુવારી ૧૯૭૯ ના દિવસે દિલ્લી માં થયો હતો.બિપાસા તેના બોલ્ડ ઈમેજ માટે પ્રખ્યાત છે.સાથે જ તેના પ્રેમ ના કીસ્સ પણ ઓછા નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ૬ લોકો ની સાથે અફેયર પછી બિપાસા બાસુ એ પોતાના થી ૪ વર્ષ નાના અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા.જાણવાની વાત એ પણ છે કે બિપાસા સાથે લગ્ન કર્યા એ પહેલા કરણ સિંહ ગ્રોવર ના બે લગ્નો થઇ ગયા હતા.

કરણ સિંહે પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ ની સાથે કાર્ય હતા જે માત્ર ૧ જ વર્ષ ચાલ્યા.પછી તેને બીજા લગ્ન ઝેનીફર વિંગેટ ની સાથે કાર્ય હતા.આ લગ્ન ૪ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ સુધી ચાલ્યા.

કરણ અને બિપાસા ની પહેલી મુલાકાત ફિલ્મ “અલોન” ના સેટ પર થઇ હતી.ફિલ્મ ની શુટિંગ દરમિયાન બંને એક બીજા ની નજીક આવવા લાગ્યા અને બંને વચ્ચે ના પ્રેમ ની વાતો ફેલાવા લાગી.લગભગ ૧ વર્ષ એક બીજા ને ડેટ કરીને બંગાળી રીતે બંને એ ૩૦ એપ્રિલ ૨૦૧૬ ના દિવસે લગ્ન કરી લીધા.

પહેલા બોયફ્રેન્ડ નું નામ હતું મિલિંદ સોમન :

બિપાશા બાસુ ના પહેલા બોયફ્રેન્ડ નું નામ મિલિંદ સોમન હતું.જયારે બિપાસા એ મોડલિંગ ની દુનિયા માં શરૂઆત કરી હતી ત્યારે મિલિંદ એક સુપર મોડેલ હતો.એક મોડલિંગ ના અસાઇમેન્ટ દરમિયાન આ બંને ની મુલાકાત થઇ હતી. પછી તેઓ એક બીજા ને ડેટ કરવા લાગ્યા હતા.

બીજા બોયફ્રેન્ડ હતા ડીનો મોરિયો :

મિલિંદ ની સાથે બ્રેક અપ થયા પછી બિપાશા “રાઝ” ફિલ્મ ના તેની ની સાથે કામ કરવા વાળા ડીનો મોરિયો ના સંપર્ક માં આવી.આ બંને ના રિલેશન ની વાતો ખુબજ ચર્ચા માં રહી.

સમાચાર મુજબ “રાઝ” ફિલ્મ ના શુટિંગ ની પહેલા જ તે બંને એક બીજાની નજીક આવી ગયા હતા.પણ વર્ષ ૨૦૦૨માં આ બંને અલગ થઇ ગયા.

જોન અબ્રાહિમ હતા ત્રીજો બોયફ્રેન્ડ :

ડીનો મોરિયો પછી તે જોન અબ્રાહિમ ના સંપર્ક માં આવી બિપાસા અને જોન ની જોડી ફિલ્મ જગત ની હોટેસ્ટ જોડી માનવામાં આવતી હતી.બિપાશા અને જોન બંને ૯ વર્ષ સુધી લીવ ઇન રિલેશનશીપ માં એક સાથે રહેતા હતા.પછી તેઓ અલગ થઇ ગયા.

રાણા દગ્ગુબાતી હતા ચોથા નંબર પર :

તમને જાણી ને આશ્ચર્ય થશે કે બાહુબલી ના જાણીતા અભિનેતા રાણા દગ્ગુબતી પણ બિપાસા બસુ ના બોયફ્રેન્ડ રહી ચુક્યા છે. બિપાસા બાસુ એ રાણા સાથે ૨૦૧૧ માં “દમ મારો દમ” ફિલ્મ માં કામ કર્યું હતું.

આ ફિલ્મ ના શુટિંગ દરમિયાન એક બીજા સાથે આ બંને ને પ્રેમ થઇ ગયો હતો.પણ તેમનો આ સંબંધ લાંબા સમય સુધી ના ચાલ્યો.સમાચાર પ્રમાણે રાણા એ બિપાસા ને દગો આપ્યો એટલે બંને અલગ થઇ ગયા હતા.

સૈફ ની સાથે સંબંધ ની પણ ખબરો માં હતી :

એક વખતે સૈફ અલી ખાન અને બિપાસા બંનેનું નામ પણ જોડવામાં આવ્યું હતું.જયારે “રેસ ૨” નું શુટિંગ ચાલી રહી હતી ત્યારે બંને ના પ્રેમ ની ખબરો ચર્ચા માં રહી હતી.

ત્યારે સૈફ અને અમૃતા ના અલગ થયા પછી સૈફ સિંગલ હતા.જોકે ઓક્ટોબર ૨૦૧૨ માં તેઓએ કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા અને બિપાશા અને સૈફ ના અફેયર ની વાત ત્યાં જ પૂરી થઇ ગઈ.

હરમન બાવેજા હતા છટ્ઠા બોયફ્રેન્ડ :

૧૯ ફેબ્રુવારી ૨૦૧૪ ને દિવસે બિપાસા એ પોતાના હરમન બાવેજા સાથે ના અફેયર ને સ્વીકાર્યું હતું. તેણીએ એક ટ્વીટ કરીને એ જાણકારી આપી હતી કે “હરમન અને એ કપલ છે.

છેલ્લે મને એવો માણસ મળી ગયો કે જે મારા જેવી હ્યુંમંસ બીન માટે બરાબર છે.” પણ માત્ર ૬ જ મહિના માં એ બંને અલગ થઇ ગયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!