લગ્નમાં વરરાજો ઘોડા પર આવી આવી માન્યતાઓ ને લીધે ચઢે છે – તમે વિચાર્યું પણ નહિ હોય સાચું કારણ

ભારત માં લગ્ન કોઈ તહેવાર થી ઓછા નથી હોતા.અહી દરરેક ધર્મ અને જાતિના અલગ અલગ રીવાજો હોય છે.સામાન્ય રીતે ઉતાર ભરત માં થવા વાળા લગ્નો માં એક સામાન્ય રીવાજ છે.જયારે પણ છોકરા ના લગ્ન હોય છે ત્યારે તે વરરાજો બનીને ઘોડી પર સવાર થઇ ને જાય છે.આ ઘોડી ની આગળ અને પાછળ છોકરા ના સગા સંબંધીઓ હોય છે.

આ દરમિયાન ઘોડી ને ખુબ સારી રીતે સજાવવામાં આવે છે.પછી ઢોલ અને નગર ની સાથે નાચતા નાચતા વરરાજા ને તેની દુલ્હન ના ઘરે લઇ જવામાં આવે છે, જેને આપણે જાન કહીએ છીએ.તમે લોકોએ ઘણી વાર વરરાજા ને ઘોડી પર ચઢતા જોયા હશે. શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે, કે વરરાજાને ઘોડી પર શા માટે બેસાડવામાં આવે છે? આજે આપણે એના વિશે જ જાણવાના છીએ.

જવાબદારી સંભાળવા સક્ષમ બની ગયો છે :

લગ્ન માં વરરાજા ને ઘોડી પર ચઢાવવા ની માન્યતાઓ માં પહેલી માન્યતાઓ છે કે હિંદુ ધર્મ અને સંસ્કૃતિ માં ઘોડા હમેશા મહત્વપૂર્ણ હોય છે.એમાં અશ્વમેઘ યજ્ઞ હોય કે શ્રીકૃષ્ણા દ્વારા અર્જુન નો રથ ચલાવવો હોય.

એક રીતે ઘોડો ચલાવવાનો મતલબ એ પણ છે કે તે વ્યક્તિ એ નાનપણ નો ત્યાગ કરી દીધો છે અને હવે તે વયસ્ક બની ગયો છે અને હવે તે જવાબદારીઓ ને સંભાળવા માટે તૈયાર છે.આ કામ પછી તેના જીવન નો નવો અધ્યાય શરુ થવા જઈ રહ્યો છે.એટલે લગ્ન માં પણ વરરાજા ને ઘોડા પર બેસાડવામાં આવે છે.

ઘોડી ઘોડાથી વધારે ચંચળ હોય છે :

ઘણા લોકોને એવો સવાલ પણ થાય કે ઘોડી જ શુકામ ? આનો જવાબ એ છે કે ઘોડા કરતા ઘોડી ઘણી ચંચળ હોય છે એટલે એને કાબુમાં રાખવી મુશ્કેલ હોય છે.આ માટે લગ્ન માં ઘોડાની જગ્યાએ ઘોડી ની ઉપર વરરાજા ને બેસાડવામાં આવે છે.

શોર્ય અને વિરતા નો પ્રતિક છે :

પંજાબી લગ્ન માં તો ઘોડી ને ખુબજ સજાવવામાં આવે છે.આ સજાવટ ના દરમિયાન ઘોડી ની પૂછડી માં “મૌલી” બાંધવાનો પણ રીવાજ છે.સાથે જ લગ્ન માં વરરાજા ની બહેન ઘોડી ને ચણા ખવડાવે છે.આના સિવાય ઘોડા રાજા મહારાજા ના જમાનામાં શોર્ય અને વિરતા નું પ્રતિક પણ હતા. 

સુરવીર લોકો સામાન્ય રીતે ઘોડા ની સવારી કરતા નજર આવે છે.આ પણ એક કારણ છે કે જેને લીધે લગ્ન માં વરરાજા ને ઘોડી પર બેસાડવામાં આવે છે.

ઘણા લોકો આ કારણ થી લગ્નન વખતે નથી કરતા ઘોડે સવારી :

જોકે હવેના જમાનામાં ઘણું બધું બદલાઈ ગયું છે.એવા માં ઘણા લોકો ઘોડી પર બેસવાનું પસંદ નથી કરતા અને સાથે જ લગ્ન માં જયારે ઘોડી ને સજાવવામાં આવે છે ત્યારે તેના પર ઘણા અત્યાચાર પણ થાય છે જે તમે ઘોડી સજાવેલ ન હોય ત્યારે જોવા મળશે અને સાથે જ લગ્ન માં ફોડવામાં આવતા ફટાકડા ને લીધે પણ જાનવર પર નકારાત્મક અસર પડે છે.

આ કારણ ને લીધે ઘણા લોકો લગ્ન વખતે ઘોડી ની સવારી કરવાનું ટાળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!