લીલા ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી થાય છે આ ૪ અમુલ્ય ફાયદાઓ – શેર કરવા જેવી માહિતી

ઘાસ માં ખુલ્લા પગે ચાલવું તબિયત માટે ખુબ જ લાભકારી છે અને એવું કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ થી શરીર ની રક્ષા થાય છે.એટલે તમે રોજ ઘાસ માં ચાલવા લાગો.આમ કરવાથી શું શું લાભ થાય છે તેના વિશે જ આપણે આજે જાણવાના છીએ.

સોજા દુર થાય છે :

જે લોકો ને પગ માં સોજા ચડી જાય છે, તેવા લોકોએ ઘાસ માં ખુલ્લા પગે ચાલવું જોઈએ.એવું કરવાથી પગના સોજા એકદમ દુર થઇ જાય છે અને દુખાવામાં પણ રાહત થાય છે.ઘણીવાર લોહી નું સર્ક્યુલેશન સરખું ન થવા ને લીધે પગમાં સોજા ચડી જાય છે.જેને લીધે પગમાં દર્દ પણ થાય છે.

જે લોકો ઘાસ પર ખુલ્લા પગે ચાલે તેઓની લોહીનું સર્ક્યુલેશન સરખું થાય છે.એટલા માટે પગમાં સોજા ચડી જાય તો ઘાસ પર ચાલવાનું શરુ કરી દેજો.

અનિન્દ્રા ને કરે છે દુર :

અનિન્દ્રા કે નીંદર ન આવવી એ એક જાતનો રોગ જ છે.જેમાં નિંદર નથી આવતી.અનિન્દ્રા ને એક ઘટક રોગ પણ માનવામાં આવે છે અને તેને લીધે શરીર પર ખરાબ અસર થાય છે.જો તમને પણ અનિન્દ્રા નો રોગ હોય તો તમારે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું જોઈએ. જેથી કરીને તમને રાત્રે નિંદર સારી આવે.

ચેતાતંત્ર ને સારૂ બનાવે છે :

જયારે આપણે ખુલ્લા પગે ઘાસ પર ચાલીએ છીએ ત્યારે પગના એક્યુપ્રેસર પોઈન્ટ પર પ્રેશર પડે છે, જેને લીધે ચેતા તંત્ર પર સારી અસર પડે છે અને તે સારી રીતે કાર્ય કરે છે.

તનાવ થી મુક્તિ મળે છે :

જોકે અત્યારના જમના માં મોટા ભાગના લોકોને કોઈ ને કોઈ તનાવ હોય જ છે.આ તનાવ એ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી દુર થાય છે અને મગજ ને શાંતિ મળે છે.વધારે પરતું વિચારવા થી મોટા ભાગે તનાવ રહેતો હોય છે, જયારે આવું થાય ત્યારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવા થી તનાવ દુર થાય છે અને મગજ શાંત થાય છે.

આંખો નું તેજ વધે છે:

આંખો નું તેજ ને સારૂ રાખવા માટે ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એક સારો ઉપાય છે.ઘાસ પર ચાલવા થી આંખ નું તેજ જળવાય રહે છે.સાથે જ જે લોકોને ચશ્માં છે તે લોકો ના ચશ્માં દુર થાય છે.

અહી જણાવેલા લાભો સિવાય ડાયાબિટીઝ અને ઉચ્ચ રક્તચાપ ના રોગીઓ માટે પણ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે.

આ વાતો નું ખાસ ધ્યાન રાખવું :

હમેશા સવાર ના સમય માં જ ઘાસ પર ખુલ્લા પગે ચાલવું.

ઓછામાં ઓછુ ૧૫ મિનીટ સુધી ઘાસ પર ચાલવું અને બની શકે તો યોગ પણ કરવું.

જે લોકો ને ઘુટણ માં દર્દ હોય તેઓએ ધ્યાન રાખવું કેમકે ઘણી વાર ખુલ્લા પગે ચાલવા થી ઘુટણ નું દર્દ વધી જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!