અંધવિશ્વાસ નહિ પણ આ વૈજ્ઞાનિક ફાયદા માટે ઘરમાં લીંબુ-મરચું આ રીતે લટકાવવા જોઈએ.

ઘણા વર્ષો થી ઘર,દુકાન કે ગાડી ના દરવાજા પર લીંબુ મરચા બાંધીને લટકાવવા ની પ્રથા ભારત માં ઘણા વર્ષો થી છે.જોકે મોટા ભાગના લોકો તેને ભૂતો થી અને ખરાબ નઝર થી બચવા માટે ઉપાય છે, એવા અંધ વિશ્વાસો ની સાથે જોડતા હોય છે.એવા માં ઘણા લોકો એને બેકાર વસ્તુ સમજીને એનો ઉપયોગ કરવાનું ટાળે છે.જોકે જે વાત થી ઘણા બધા લોકો અજાણ છે એ કે લીંબુ મરચા બાંધવાના વૈજ્ઞાનિક લાભ પણ છે.એ લાભ ને જાણવા પહેલા એ જાણી લઈએ કે ખરેખર લીંબુ મરચા નો ઉપયોગ કરવા નું શરુ ક્યાંથી થયું હશે.

આછે બે કારણો જુના જમાનામાં લીંબુ મરચા વાપરવા ના :

જેમ આપણે બધા જાણીએ છીએ કે પહેલા ના જમાના માં કાચા રસ્તા હતા અને લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે બળદગાડું કે ઘોડાગાડી જેવા વાહનો નો ઉપયોગ કરતા હતા .એવા માં તેઓ પોતાની ગાડીઓ માં લીંબુ મરચા બાંધીને રાખતા હતા.જેના મુખ્ય બે કારણો હતા.

પહેલું કારણ :

પહેલું એ કે રસ્તા માં બીજે ક્યાય પાણી ન મળે તો લીંબુ નો રસ જ નીચોડી ને પી લેવામાં આવતું હતું.એટલે શરીર ને રાહત મળતી હતી અને ખાસ કરીને ગરમી માં આ લીંબુ લઇ જવું ખુબજ ઉપયોગી સાબિત થતું હતું.

બીજું કારણ :

બીજું કારણ એ હતું કે આ કાચા રસ્તાઓ પર સાપ નો પણ ભય રહેતો હતો.એવા માં મરચા ની મદદ થી એ જાણી શકાતું કે સાપ ઝેરી છે કે નહિ.જો જેને સાપ કરડ્યો હોય એ મરચું ખાય તો જીભ માં જો મરચા નો સ્વાદ ન આવે તો એ સાપ ઝેરી લો હશે એની ખાતરી થતી હતી.અને જે મરચા નો સ્વાદ અનુભવાય તો સાપ ઝેર વગરનો છે એની ખાતરી થતી હતી.જોકે આ રીતે ખાતરી કરવાનું કેટલું સાચું હતું એતો એ લોકો જ જાણતા.

આછે વૈજ્ઞાનિક કારણ :

તો ચાલો હવે એ વૈજ્ઞાનિક કારણ વિશે જાણીએ કે જેને લીધે લીંબુ મરચા ને ઘર,દુકાન કે ગાડી માં લટકાવવું લાભકારી ગણાતું.જેવું કે તમે બધા જાણો છો કે લીંબુ અને મરચા બંને માં વિટામીન સિ અને બીજા મિનરલ્સ ભરપુર માત્ર માં હોય છે.એવા માં જો આ બંને ની વચ્ચે થી દોરો પસાર કરવામાં આવે તો તે દોરો આ બંને માંથી આ વિટામીન ગ્રહણ કરી લે છે.

એના પછી આ વિટામીન હવા ના માધ્યમ થી બધા વાતાવરણ માં ફેલાય જાય છે અને આપણે એને શ્વાસ વાતે આપણા શરીર માં લઇ એ છીએ.એવી રીતે આ વિટામીનો આપણા શરીર માં પોચી જાય છે.બસ આજ કારણ થી જ લીંબુ મરચા માં દોરો પોરવીને ઘરે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ લટકાવવું લાભકારી હોય છે.

જોકે ભારત માં લોકો આ કારણ ને નથી સમજતા અને અંધવિશ્વાસ ના ચાલતા આનો પ્રયોગ કરે છે.કોઈ સારુ કામ થયું તો લીંબુ મરચા લટકાવી દે છે અને ખરાબ નઝર થી બચવા માટે એનો ઉપયોગ કરે છે.હવે જોકે તમે આ વાત નો વૈજ્ઞાનિક લાભ જાણી ચુક્યા છો તો કોઈ અંધવિશ્વાસ ને લીધે તેના પર વિશ્વાસ ના કરતા પણ આનો ઉપયોગ એવા માટે કરજો કે તે આપણી તબિયત માટે લાભકારી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!