મહિલાઓએ જીવનમાં આ ૪ બનાવ વખતે અગ્નિપરીક્ષા આપવી પડે છે અને જો ફેઈલ થાય તો જીવનભર મેણા – ટોણા મળે છે

આપણો સમાજ અને લોકોના વિચારો એવા છે કે અહિયાં એક સ્ત્રી માટે શાંતિ થી જીવું સહેલું નથી.તેને વારંવાર ભેદભાવનો સામનો કરવો પડે છે.સ્ત્રીઓ નાનપણ થી લઈને ઘઢપણ સુધી ઘણું બધું સહન કરે છે.જયારે પણ પરફેક્ટ બનવાની વાત સ્ત્રીઓ પર જ સોપવામાં આવે છે. પુરુષો માટે બધું જ “ચલતા” શબ્દ વધારે પ્રયોગ કરવામાં આવે છે.

પણ સ્ત્રીઓ થોડી પણ આડી અવળી થાય તો તેને ઘણા મેણા સાંભળવા પડે છે.એક રીતે મહિલાઓ ના જીવન માં ઘણી વાર અગ્નિ પરીક્ષા આપવી પડે છે.લોકો તેને જજ કરતા હોય છે અને તેમના સુખો માં પાણી પણ ફેરવી દે છે.એવા માં આજે અમે તમને મહિલાઓ ના જીવનમાં ક્યાં ક્યાં સૌથી વધારે અગ્નિ પરીક્ષા દેવી પડે છે તેના વિશે જણાવીશું.

આજ્ઞાકારી દીકરી બનવા :છોકરાઓ ની સરખામણીએ છોકરીઓની ઉપર આજ્ઞાકરી સંતાન બનવાનું વધારે દબાણ હોય છે.ઘર માં દીકરાઓ ની જગ્યાએ દીકરીઓ પર વધારે પ્રતિબંધો રાખવામાં આવે છે.જે આઝાદી ઘર ના છોકરાઓ ને મળે છે એવી છોકરીઓને મળવાના ચાન્સ ખુબ ઓછા હોય છે.

દુખ ની વાત તો એ છે કે આજે પણ ઘણા માતા પિતા પોતાના દીકરા અને દીકરી ના ઉછેર માં ભેદભાવ કરે છે.એવામાં છોકરીને આજ્ઞાકારી દીકરી બનવા માટે મજબુર થવું પડે છે.જો તે એવું ના કરે તો છોકરી હાથ માંથી નીકળી ગઈ છે અને માતા પિતાનું નામ ડુબાડશે એવા મેણા સાંભળવા પડે છે.

આદર્શ પત્ની બનવા :

લગ્ન પછી દરરેક મહિલા ઉપર તેના સાસરીયા માં એક આદર્શ પત્ની બનવાનું દબાણ તો હોય જ છે.સ્ત્રી જયારે લગ્ન કરીને નવા ઘર માં નવા લોકો ની સાથે જાય છે ત્યારે તેની ક્ષણે ક્ષણે અગ્નિ પરીક્ષા લેવામાં આવે છે.સાસરિયાઓ તેના દરરેક કામ ને જજ કરવા તૈયાર જ હોય છે.

જો તે કોઈ આદર્શ પત્ની કે વહુ બનવામાં થોડી પણ અસફળ થાય તો તેને મેણા સંભળાવવા નું ચાલુ થઇ જાય છે.આજ શીખવ્યું છે તારા માં બાપે, ખબર નઈ કેવી છોકરી ને ઘરની વહુ બનાવી લાવ્યા.

સારી માં બનવા :

એક સ્ત્રી માટે સારી માતા બનવું પણ એક અગ્નિ પરીક્ષા થી ઓછુ નથી.બાળકો ની પેલી ગુરુ માં જ હોય છે.એવામાં એ તેની જ જવાબદારી હોય છે કે તે પોતાના બાળકો ને સારા સંસ્કાર આપે અને સાચા રસ્તા ના દર્શન કરાવે.છોકરાઓ બગડી જાય તો પણ માં ને પહેલા મેણા સાંભળવા પડે છે.

પ્રેમાળ સાસુ બનવા :

એક સારી વહુ બનવા પછી એક સારી સાસુ બનવા માટે પણ સ્ત્રીઓને એક અગ્નિ પરીક્ષા જ આપવાની હોય છે.તમારે વિલન વાળી સાસુ ન બનવું જોઈએ.ઘરની વહુ ને દીકરી ની જેમ રાખવી જોઈએ.એની સાથે જ આખા ઘર ને સાથે લઈને ચાલવું જોઈએ.જો તમે આમાં સફળ નહિ થાવ તો કદાચ સામે તો નહિ પરંતુ પાછળ થી મેણા સાંભળવા પડશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!