માઈકલ જેક્શન જેવો ડાંસ કરે છે આ છોકરો – બીગ બીએ જયારે વિડીયો શેર કર્યો રેમોએ સીધી ફિલ્મ જ ઓફર કરી દીધી

બોલીવૂડ માં ઘણા બધા એવા ડાન્સર છે કે જેના વખાણ આખી દુનિયા કરે છે, જેમાં પ્રભુ દેવા, હ્રિતિક રોશન, રેમો ડિસુઝા, ટાઈગર શ્રોફ એવા જ ઘણા સામેલ છે.અત્યારે ટિક ટોક નો જાદુ લોકો પર ચડેલ છે.પેલા તો લોકો માત્ર બોલીવૂડ અને ક્રિકેટરો જ સ્ટાર હતા, પણ હવે કેટલાક લોકો ટિક ટોક સ્ટાર પણ બની ગયા છે.ટિક ટોક એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં લોકો પોતાના વિડીયો બનાવી ને અપલોડ કરે છે, એમાં પણ જો કોઈ વિડીયો વાયરલ થઇ ગયો તો તે ઘણી કમાણી પણ કરી આપે છે.

તમે પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકો ના ટિક ટોક નો વિડીયો જોતા હશો.એમાં થી ઘણા વિડીયો એવા હોય છે કે જે જોઇને જ તમને ખુબજ હસવું આવી જાય છે.અને કેટલાક એવા હોય છે કે જેના વખાણ સામાન્ય લોકો જ નહિ પણ બોલીવૂડ ના સિતારાઓ પણ કરે છે.

એવા માં એક ટિક ટોક સ્ટાર પોતાના ખુબજ સારા ડાન્સ ને લીધે સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા માં છે અને આના ડાન્સ ના વખાણ બોલીવૂડ ના બે મોટા સિતારાઓ એ કર્યા છે.

ટિક ટોક માં પ્રખ્યાત થયો યુવરાજ :

અત્યારે ટિક ટોક સ્ટાર યુવરાજ સિંહ નામનો એક યુવક ખુબજ પ્રખ્યાત થઇ રહ્યો છે.આને પોતાના ખુબજ સારા ડાન્સ થી લોકો નું દિલ જીતી લીધું છે.યુવરાજ સિંહ નો ડાન્સ જોઇને તમને સરતાઝ દિવંગત માઈકલ જેક્શન ની યાદ આવી જશે.

આ યુવરાજ સિંહ ના ટિક ટોક પર મોટી સંખ્યા માં ફોલો કરી રહ્યા છે.પણ હવે તેની ફેન લીસ્ટ માં અમિતાભ બચ્ચન અને ડાન્સ ના ગુરુ રેમો ડિસુઝા નું નામ પણ સામેલ છે.

અમિતાભ બચ્ચને કર્યા વખાણ :

જણાવી દઈએ કે જયારે અમિતાભ બચ્ચન એ યુવરાજ નો ડાન્સ જોયો ત્યારે તે પોતાને તેના વખાણ કરવા થી રોકી ન શક્યા. અમિતાભે જાતે જ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ ટિક ટોક સ્ટાર નો વિડીયો શેર કર્યો છે અને કેપ્શન માં “wow” લખ્યું છે.

અમિતાભ ની આ પોસ્ટ માં ઘણા બધા લોકો ની કમેન્ટ આવી રહી છે અને તેઓ યુવરાજ ના ખુબજ વખાણ કરી રહ્યા છે.સાથે જ તે અમિતાબ ને ધન્યવાદ પણ કહી રહ્યા છે,કેમકે તેઓએ યુવરાજ ની આ કાબેલિયત ને ઓળખી અને તેના વખાણ કર્યા.

રેમો પણ થઇ ગયા ઈમ્પ્રેસ :


આ વિડીયો માં હ્રિતિક અને પ્રભુ દેવા ને પણ ટેગ કરવામાં આવ્યા હતા.સાથે જ લખ્યું હતું કે “છેલ્લે સુધી જોજો, છેલ્લા વિદ્યો એ મને કમ્પાઈલ કરવા માટે મજબુર કરી દીધો.મેહરબાની કરીને આને ફેમસ કરી દો.” માત્ર અમિતાભ જ નહિ પણ આ વિડીયો તો ફિલ્મ મેકર અનુભવ સિન્હા એ પણ શેર કર્યા છે અને રેમો ડિસુઝા ને ટેગ કરતા લખ્યું “જોયો આ વિડીયો?” જેના પછી રેમો એ યુવરાજ નો આ વિડીયો જોયો અને પોતાને ઈમ્પ્રેસ થવા થી રોકી ન શક્યા.

રેમો એ આને રિટ્વીટ કરીને લખ્યું “ભાઈ આવનારી ફિલ્મ”. રેમો ના આ કમેન્ટ થી એમ જ લાગી રહ્યું છે કે તેઓ યુવરાજ ને પોતાની આવનારી ફિલ્મ માં એક તક આપવા માટે તૈયાર થઇ ગયા છે.રેમો ની આ દરિયાદિલી જોઇને લોકો પણ તેઓના વખાણ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!