મિડીયાને આ રીતે ખોટું કહેલું કાજોલે – આવી રીતે ખોલ્યું પોતાની સિક્રેટ લગ્નનું રહસ્ય

ગઈ કાલેજ કાજોલ અને અજય દેવગન ની ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયર રીલીઝ થઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખુબજ સારું પ્રદર્શન કરી રહી છે.આ બધાની વચ્ચે કાજોલે એક એવો ખુલાસો કર્યો કે જેને સંભાળીને લોકો હેરાન થઇ ગયા છે.કાજોલે આ ખુલાસો કોઈ ફિલ્મના હીરો એ હિરોહીનો ને લઈને નહિ પણ પોતાના અંગત જીવન ને લઈને કર્યો છે.

કાજોલ નું નામ બોલીવૂડ ની એવી અભિનેત્રીઓના લીસ્ટ માં સામેલ થાય છે કે જે પોતાના બડબોલા પણા માટે જાણિતી હોય.તેના મન માં જે કઈ આવે તે બોલી દે છે. કાજોલ ની આ જ વાત તેના પ્રસંશકો ને ખુબજ પસંદ આવે છે.

લગ્ન ને લઈને કર્યો ખુલાસો :

પણ હાલ માં જ કાજોલે એક એવો ખુલાસો કર્યો છે કે જેને લીધે તેના પ્રસંશકો હેરાન થઇ ગયા છે.તેને કહ્યું હતું કે તેણીએ પોતાના લગ્ન ને લઈને મીડિયા ને એક ખુબ મોટું ખોટું બોલ્યું હતું.આ સાથે જ તેણીએ એવા ઘણા ખુલાસા કર્યા છે કે જે તેના લગ્ન થી જોડાયેલા હોય.

વાત એમ છે કે જયારે કાજોલ અને અજય ના લગ્ન થયા હતા ત્યારે સોશિયલ મિડિયા નો જમાનો ન હતો.ત્યારે કોઈ પણ ખબર લોકો પાસે સરળતા થી પહોચી શકતી ન હતી.તેઓને કોઈ પણ ખબર સમાચાર દ્વારા જ મળતી હતી.

અજય ને પોતાના બોયફેન્ડ ની બુરાઈઓ કરતી હતી કાજોલ :

અંદાજે ૧૧ વર્ષ પછી કાજોલ અને અજય બંને એક ફિલ્મ માં સાથે જોવા મળ્યા છે.એવા માં કાજોલે પોતાના અંગત જીવન નો એક રાઝ ખોલ્યો છે. આ વાત થી જોડાયેલ એક પોસ્ટ તે બંને એ પોતાના ઇન્સ્ટાગ્રામ ના અકાઉન્ટ માં શેર કર્યું છે.

કાજોલે પોસ્ટ શેર કરતા લખ્યું છે કે “અમે બંને ૨૫ વર્ષ પહેલા ફિલ્મ “હલચલ” ના શુટિંગ માં મળ્યા હતા.હું શુટિંગ માટે તૈયાર હતી ત્યારે મેં પૂછ્યું કે “મારો હીરો ક્યાં છે?” ત્યારે કોઈકે મને ઈશારા થી કીધું હતું કે ત્યાં બેઠા છે. તેને મળ્યા ના ૧૦ મિનીટ પહેલા જ મેં તેની બુરાઈ કરી હતી.અમે બંને એ સેટ પર જ વાતો કરવા નું ચાલુ કરી દીધું અને પછી અમે બંને મિત્ર બની ગયા.”

જણાવી દઈએ કે જયારે તે બંને એક બીજાને મળતા હતા ત્યારે બંને જ અલગ અલગ લોકો ને ડેટ કરી રહ્યા હતા.કાજોલ તેના બોયફ્રેન્ડ ની બુરાઈઓ વિશે અજય ને વાત કરતી હતી.

એક બીજા ને ક્યારેય નથી કર્યા પ્રપોઝ :

કાજોલે કહ્યું કે “અમે બંને તે સમયે બીજા ને ડેટ કરી રહ્યા હતા, હું તો મારા બોયફ્રેન્ડ ની બુરાઈઓ વિશે અજય ને જણાવતી હતી.

જલ્દી જ અમારા બંને નું બ્રેક અપ થઇ ગયું હતું.અમે બંને એ એક બીજાને ક્યારેય પ્રપોઝ નથી કર્યા કેમકે અમે જાણતા હતા કે અમે બંને સાથે છીએ.અમે ડીનર અને ડ્રાઈવ પર જતા હતા. અજય જુહુ માં રહેતો હતો અને હું સાઉથ બોમ્બે માં એટલે અમારો અડધો સંબંધ તો ગાડી માં જ બન્યો હતો.મારા મિત્રો એ મને અજય ના વિશે ચેતવી હતી કેમકે તેના વિશે લોકો અલગ વિચારતા હતા. પણ એ મારા થી અલગ હતો મને એ જ ખબર હતી.”

લગ્ન ની જગ્યા બતાવી હતી ખોટી :

કાજોલે એમ પણ કહ્યું કે બધાની જેમ તેઓના પ્રેમ માં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી.કાજોલે પોતાના લગ્ન ને સિક્રેટ રાખવા માટે મિડિયા ને ખોટું કહ્યું હતુ.

કાજોલે કહ્યું કે “અમે બંને ૪ વર્ષ થી સંબંધ માં હતા.જયારે અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે અજય ના માતા પિતા તૈયાર થઇ ગયા હતા, પણ મારા માતા પિતા તૈયાર ન હતા.તેઓ ઈચ્છતા હતા કે હું મારા કરિયર પર ધ્યાન દવ. તેઓએ ૪ દિવસ સુધી મારી સાથે વાત કરી ન હતી. પણ મેં નિર્ણય કરી લીધો હતો એટલે તેઓ પણ હારી ગયા.અમે લોકો એ ઘર માં લગ્ન કર્યા હતા પણ મિડિયા ને ખોટી જગ્યા નું એડ્રેસ દીધું હતું.અમે ઈચ્છતા હતા કે એ દિવસ માત્ર અમારો જ હોય. અમારા લગ્ન પંજાબી અને મરાઠી રીવાજો અનુસાર થઇ હતી.મને હજી પણ યાદ છે કે ફેરા વખતે અજય કોઈ પણ હાલત માં ફેરા ને જલ્દી થી ફરી લેવા નું ઇચ્છતો હતો.તેને પંડિત ને રિશ્વત આપવા ની પણ કોશિશ કરી હતી”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!