મોતીની ખેતી કરે છે આગ્રાની આ દીકરી – જોઈ લો કેવી રીતે મોતી ઉગાડે છે – ગર્વ થશે

આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા ના છીએ જેની વાત સાંભળીને તમે હેરાન થઇ જશો.અત્યાર સુધી તમે એમ સાંભળ્યું હશે કે મોટી સીપ માં મળે છે પણ આજે અમે તમને જે છોકરી વિશે વાત કરવાના છીએ તે મોટી ની ખેતી કરે છે.

ડ્રમ માં કરી હતી પહેલી વાર ખેતી :

આ છોકરી નું નામ છે રંજના યાદવ.જયારે પહેલી વાર એક ડ્રમ માં કરેલા પ્રયોગ થી સાત આઠ મોતી નીકળ્યા ત્યારે તેનો વિશ્વાસ વધી ગયો.

હવે રંજના યાદવ એ ૧૪ થી ૧૪ ફૂટ ના તળાવ માં મોતી નો પાક લાગવ્યો છે.આ તળાવ માં તેણીએ લગભગ ૨૦૦૦ સીપ નાખ્યા છે, જેમાં નવા વર્ષ ના નવેમ્બર સુધી મોતી નો પાક તૈયાર થઇ જશે.

સ્કુલ ઓફ સાયન્સ માં કર્યું છે એમએસસી :

રંજના યાદવ ના પ્રમાણે આગ્ર માં મોતી ની ખેતી નો આ પહેલો પ્રયત્ન છે.આ પ્રયત્ન લગન થી જ સમભાવ થયું છે. રંજના યાદવે ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશ્વીધ્યાલય ના સ્કુલ ઓફ લાઈફ સાઈન્સ માંથી એમએસસી કરેલ છે.ભણતા ની સાથે રંજના ને મોટી ની ખેતી વિશે જાણવા મળ્યું હતું.

ત્યારે રંજના એ ભુવનેશ્વર જઈને પર્લ ફાર્મિંગ ની વિધિવત પ્રશિક્ષણ હાસિલ કર્યું.રંજના ના પિતા નું સુરેશ યાદવ છે.સુરેશ યાદવે તેની પુત્રી ની લગન જોતા મહાર્શીપુરમ માં સ્થિત એક તળાવ નું નિર્માણ કરાવ્યું હતું.

બે મહિના પહેલા ગુજરાત થી મંગાવેલી સીપ આ તળાવ માં નાખવામાં આવી છે.સીપો ને તળાવ માં એક મીટર ની ઊંડાઈ માં લટકાવવા માં આવેલ જાળી વાળા બેગ માં રાખવામાં આવ્યા છે.

કુદરતી રીતે જ નિર્માણ થાય છે મોતી નું :

રંજના એ તેણીના આ પ્રયત્ન માં માણસ નો પ્રયાસ સામેલ છે પણ મોતી કુદરતી રીતે નિર્માણ ત્યારે થાય છે કે જયારે સીપ ની અંદર રેતી,કીડા વગેરે જાય છે.ત્યારે સીપ તેને ચમકદાર પરત થી કવર કરી દે છે.આ પરત મુખ્ય રૂપ થી કેલ્શ્યમ ની હોય છે.મોતી ઉત્પાદન ની રીત આજ હોય છે.એક સીપ ની અંદર અંદાજે ૪-૬ મિલી મીટર વ્યાસ ના “બીડ કે ન્યુક્લિયર” નાખવામાં આવે છે અને જયારે મોતી તૈયાર થાય છે ત્યારે તેની પોલીશ કરાવવા માં આવે છે.

સીપ માં ન્યુક્લીઅર નાખવા થી પહેલા અને પછી સીપ ને ખુબજ સારી પ્રક્રિયાઓ થી પસાર કરવા પડે છે.મોતી બનાવવા માટે સીપ ને પ્રતિરોધક દવાઓ અને પ્રાકૃતિક ચારો નાખવામાં આવે છે અને પછી તેને તળાવ માં નાખવામાં આવે છે.

ખુબજ ધ્યાન રાખવું પડે છે સીપ નું :

શરૂઆત માં રોજે પછી એકાંતરે તેનું નિરીક્ષણ કરવું પડે છે.જે સીપો બીમાર હોય છે તેને દવા દેવી, મારી ગયેલ સીપ ને તળાવ માંથી હટાવવા, તળાવમાં ઓક્સીઝન ની વ્યવસ્થા કરવી વગેરે બધું જરૂરી છે.

રંજના કહે છે કે મોતીઓ ને પરંપરાગત ગોળ જ નહિ પરંતુ કોઈ પણ આકાર આપી શકાય છે.આવા મોતીઓ ને ડીઝાઈનર મોતીઓ કહેવાય છે.આને સર્જરી દ્વારા સીપ માં રાખવા ની કુશળતા અને સાચી સાચવણ જ મોતી ની ગુણવતા વધારે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!