નવા વર્ષમાં છવાઈ ગયો ધોનીનો નવો લુક – પત્ની સાક્ષીએ શેર કરી માહીની આ તસવીરો

આપણે બધા જાણીએ છીએ કે મહેન્દ્ર સિંહ ધોની ભારત ના ક્રિકેટ ના મહાન ખેલાડીઓ માંથી એક છે. મહેન્દ્ર સિંહ હમણાં લાંબા સમય થી ચર્ચા માં છે.ક્યારેક એ તેના કરિયર ને લઈને ચર્ચા માં રહે છે, તો ક્યારેક પોતાના અંગત જીવનને લઈને ચર્ચા માં રહે છે,પણ હવે એ તે પોતાના નવા લૂક ના લીધે ચર્ચા માં છે.

નવો લૂક થઇ રહ્યો છે વાયરલ :

મહેન્દ્ર સિંહ ધોની ની પત્ની સાક્ષીએ એ સોસિઅલ મિડિયા પર એક ફોટો શેર કર્યો છે,જેમાં મહેન્દ્ર સિંહ ધોની એક અલગ જ લૂક માં દેખાય રહ્યા છે. માહી નો આ લૂક જોઈ ને તેના પ્રસંશકો પણ હેરાન છે.

ભારતીય ક્રિકેટ ટીમના પહેલા ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય થી ક્રિકેટ ની દુનિયા થી દુર છે, એવા માં તે પાછા આવશે કે નહિ તેના વિશે ચર્ચા ઓ થઇ રહી છે.

 

View this post on Instagram

 

2020 with this man ❤️ !

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

નવા વર્ષ માં તેના પ્રસંશકો નો સવાલ એક જ છે કે શું તે ટી-૨૦૨૦ ના વર્લ્ડકપ રમશે કે નહિ, જેને લઇ ને બિસિસિઆઇ ના અધ્યક્ષ ને પણ વારંવાર પૂછવા માં આવે છે.એ બધું તો ઠીક છે પણ હમણાં તેઓ તેના નવા લૂક ને લીધે સુરખીઓ માં છે.માહી નો આ દેખાવ તેમના પ્રસંશકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. આને લીધે તેની આ તસ્વીર સોસિઅલ મિડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.

પત્ની સાક્ષી એ કર્યો છે ફોટો શેર :

મહેન્દ્ર સિંહ ની પત્ની સાક્ષી એ સોસિઅલ મિડિયા માં શેર કરેલા આ ફોટા માં માહી અને તેની સાક્ષી બંને એક સાથે દેખાય છે. જેતો સામાન્ય છે પણ આ ફોટા માં માહી ના વાળની સ્ટાઈલ કઈક અલગ જ જોવા મળી છે.તે તસ્વીર મુજબ ધોની એ તેના વાળ ને ઉચા કરાવેલ છે. આને લીધે જ તે અલગ દેખાઈ રહ્યા છે.મતલબ સીધો છે કે મહેન્દ્ર સિંહ ધોની એ નવા વર્ષ માં પોતાના દેખાવ ને આખે આખો બદલી દીધો છે, એને લીધે જ તે ચર્ચા માં છે.

તેઓને પરફેક્ટ કપલ માનવામાં આવે છે:

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી બંને એ પરફેક્ટ કપલ ની શ્રેણી માં મુકવામાં આવે છે.બંને ની વચ્ચે પ્રેમ તો છે જ એની સાથે સાથ એક બીજા સાથે ખુબ તાલમેલ છે.જેને લીધે આ જોડીને ટોપ ની માનવામાં આવે છે.મતલબ સીધો છે કે બંને ની વચ્ચે ખુબ સારી સમજણ છે.તેની પુત્રી ને લીધે તેની ફેમેલી પૂરી થઇ ચુકી છે. તેની પુત્રી ની તસ્વીર પણ ઘણી વાર સોસિઅલ મીડિયા માં વાયરલ થાય છે.

શું માહી રમશે ટી-૨૦ વર્લ્ડ કપ ?

આ દિવસો માં માહી ના દરરેક પ્રસંશકો ના મનમાં એક જ સવાલ છે, કે શું ધોની ટી-૨૦ વર્લ્ડ કપ રમશે? પણ આ વાત નો ખરે ખરો જવાબ ક્યાય થી મળ્યો નથી. પણ તેના પ્રસંશકો હાલ માં આઇપિએલ માં તો જોઈ જ શકશે, જેમાં તે ચેન્નઈ સુપર કિંગ નું નેતૃત્વ કરશે. પછી જ ખબર પડશે કે તે વર્લ્ડકપ માં રમશે કે નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!