૫૦ વર્ષે પણ યુવાન અને ડુડ લુક જોઈતું હોય તો આ સિતારાઓની લાઈફસ્ટાઈલ જાણવી ખુબ જરૂરી – વાંચો એક ક્લિક પર

દરેક માણસો એવું ઈચ્છતા હોય છે કે પોતે જુવાન જ રહે અને ઘરડા ક્યારેય થાય જ નહિ. પરંતુ સમય ને તો કોઈ રોકી શકતું નથી એટલે ઘરડા તો સૌ કોઈ થવાના જ પણ જો આપણે આપણા શરીર નું ખુબ ધ્યાન રાખીએ અને શરીર ને અનુરૂપ જીવન જીવીએ તો શક્ય છે કે આપણે લાંબા સમય સુધી જવાન રહ્યે.

આ વાત ને સાચી કરી બતાવી છે બોલીવૂડ ના આ ચાર અભિનેતાઓ એ કે જે ૫૦ ની ઉમર પાર કરીને પણ હજી સુધી યુવાન અને ખુબજ સુંદર લાગે છે અને તેઓ ને જોઇને કોઈ ના કઈ શકે કે તેઓ ૫૦ વર્ષ થી પણ વધુ વય ના છે એમના અને તેમની લાઈફ સ્ટાઇલ વિશે જણાવીશું.

શાહરૂખ ખાન :

આ લીસ્ટ માં પહેલું નામ શાહરૂખ ખાન નું છે. શાહરૂખ ખાન અત્યારે ૫૪ વર્ષના છે.પણ આજે પણ તે ખુબજ યુવાન દેખાય છે.આજે પણ તે ફિલ્મો માં મુખ્ય ભૂમિકા ભજવે છે.તેના હજી પણ યુવાન દેખાવા નું કારણ તેની ફેશન સેન્સ અને કસરત છે.

શાહરૂખ ખાન નું શરીર વધારે ભારી નથી. એટલા માટે તે લાઈટ કસરત જ કરે છે.થોડા વર્ષ પહેલા તો તેણે ૮ પેક એબ્સ પણ બનાવ્યા હતા.જો તમારું શરીર પણ એટલું વજનદાર ના હોય તો તમે શાહરૂખ ની સ્ટાઇલ અપનાવી શકો છો.

આમીર ખાન :

આ લીસ્ટ માં બીજુ નામ આમીર ખાન નું છે. તે પણ અત્યારે ૫૪ વર્ષના જ છે.આમ છતાં પણ તે અત્યારે ઘણા જ યુવાન દેખાય છે. થોડા સમય પહેલા આવેલી ફિલ્મ દંગલ માં તો તેને પોતાના શરીર નો વજન ખુબજ વધાર્યો હતો અને પછી ઘટાડી મેં ખુબજ સારી બોડી બનાવી હતી. 

પોતાની ઉંચાઈ ઓછી હોવાના કારણે તે વધારે વજનદાર કસરત નથી કરતા.તે પોતાની ઉંચાઈ પ્રમાણે શરીર ને બાંધી રાખે છે. તે પોતાની સ્ટાઇલ ને સાદી રાખવામાં માને છે.જો તમને પણ સાદો દેખાવ પસંદ હોય તો તમે આમીર ને ફોલો કરી શકો છો.

સલમાન ખાન :

સલમાન ખાન પણ છે આ લીસ્ટ માં. સલમાન ખાન ની બોડી તો આમ પણ ખુબજ સારી જ છે. પણ તેની પાછળ નું કારણ તે ડાએટ માં ખુબજ સખ્ત છે અને સાથે સાથ ભારે વર્ક આઉટ પણ કરે છે.સલમાન એ આમીર અને શાહરૂખ ની પહેલા બોલીવૂડ માં આવ્યા હતા.

જો તમને સલમાન જેવી લાઈફ સ્ટાઇલ પસંદ હોય તો તમે તેને ફોલો કરી શકો છો.

અક્ષય કુમાર :

આ લીસ્ટ માં છેલ્લું અને ચોથું નામ અક્ષય કુમાર નું છે, જે ૫૨ વર્ષના હોવા છતાં પણ બોલીવૂડ ના સૌથી ફીટ અને એનર્જી વાળા એક્ટર છે.આની પાછળ નું કારણ તેની લાઈફ સ્ટાઇલ છે. તે રોજ સવારે ૪ વાગે ઉઠે છે અને કસરત કરે છે. રાત્રે ૯ વાગે સુઈ જાય છે.

સિગરેટ અને શરાબ થી હમેશા દુર રહે છે. તેઓ તો માર્શલ આર્ટ ના પણ મહારથી છે.જીમ માં પણ તે ઘણો સમય પસાર કરે છે.જોકે તે ભારે વર્ક આઉટ કરવા કરતા હલકો વર્ક આઉટ અને બીજી શારીરિક કસરત વધારે કરવાનું પસંદ કરે છે.

તેની ઉંચાઈ વધારે છે અને જો તમારી ઉંચાઈ પણ વધારે હોય તો તમે અક્ષય કુમાર ને ફોલો કરી શકો છો.

તો આ હતા બોલીવૂડ ના એવા ચાર અભિનેતા કે જેની ઉમર ૫૦ થી પણ વધુ છે છતાં તે હજી યંગ જ દેખાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!