પતિથી ઘણા જ વધુ રૂપિયા કમાઈ લ્યે છે બિપાશા બાસુ – કામ ના મળે તો આ કામ કરીને કરોડો છાપી લ્યે છે

હમણાં જ ૭ જન્યુવારીના દિવસે બિપાશા એ પોતાનો ૪૧ મો જન્મદિવસ મનાવ્યો.જોકે હમણાં તો તે ફિલ્મો માં દેખાતી નથી પણ એક જમાનો હતો કે જયારે લોકો બિપાશા ને ફિલ્મો માં જોઇને પાગલ થઇ જતા હતા.અત્યારે પણ બિપાશા ફીટ અને ખુબજ સુંદર પણ છે જ.તેને છેલ્લી વાર ફિલ્મ અલોન માં જોવામાં આવી હતી. તેના એક વર્ષ પછી એટલે કે ૨૦૧૬માં બિપાશા એ એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા.

જો બંને ની તુલના કરીએ તો અનુભવ અને પોપ્યુલારીટી બંને માં તે પોતાના હસબંડ કરણ થી આગળ છે.અને જો વાત કુલ સંપતિ ની કરીએ તો પણ બિપાશા એ કરણ થી આગળ જ છે.

૭ ગણી વધારે છે બિપાશા ની સંપતિ તેના પતિ કરણ થી :

એક અનુમાન પર થી જાણવા મળ્યું છે કે અંદાજે બિપાશા ની સંપતી તેના પતી ની સંપતી કરતા સાત ગણી વધારે છે.હાલમાં અંદાજે બિપાશા ની કુલ સંપતિ અંદાજે ૧૦૮ કરોડ રૂપિયા ની છે જયારે તેના પતિ કરણ ની સંપતી ૧૪ કરોડ રૂપિયા ની છે.

જેમ આપણે બધા જાણીએ છીએ કે બિપાશા અત્યારે કોઈ પણ ફિલ્મો માં દેખાતી નથી તો શું તમે વિચાર્યું છે કે કોઈ પણ ફિલ્મો કર્યા વગર બિપાશા આટલા પૈસા કેમ કમાય છે? આજે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ.

કેમ કમાઈ છે આટલું બધું ?

વાત એમ છે કે બિપાશા અત્યારે જાહેરાતો કરીને ઘણા પૈસા કમાઈ રહી છે.તે નેશનલ અને મલ્ટી નેશનલ કંપનીઓ ની જાહેરાતો કરે છે.અત્યાર સુધીમાં તમે બિપાશા ને રિબોક, એરીસ્ટ્રોકેટ લગેજ, ફા ડિયોદ્રન્ટ, ગીલી જ્વેલરી, કૈડીલા શુગર ફરી ગોલ્ડ, હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ જેવી પ્રોડક્ટ ની જાહેરાતો કરતા જોઈ હશે.આ બધાનું પ્રમોશન કરવા માટે તે ખાસી મોટી રાશી લે છે.

સ્ટેજ શો પણ કરે છે બિપાશા :

આના સિવાય બિપાશા સ્ટેજ શો પણ કરે છે. કોઈ પણ સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ કરવા માટે બિપાશા ૨ થી ૩ કરોડ રૂપિયા લે કે.સાથે જ તે એક બ્યુટી આઇકન હોવાને લીધે તેને ઘણા ફેશન શો માં પણ બોલવવામાં આવે છે.

ફિટનેશ ની ડિવીડી પણ લોન્ચ કરી હતી :

તે પોતાના ફિટનેશ ને લઈને પણ ખુબજ એક્ટીવ છે એટલે તે પોતાના ફિટનેશ ના ગાઈડ માટે ની ડિવીડી પણ લોન્ચ કરી ચુકી છે.

બિપાશા જયારે ફિલ્મો કરતી હતી ત્યારે એક ફિલ્મ ના ૩ કરોડ રૂપિયા સુધી લેતી હતી.એવામાં પહેલા ની ફિલ્મો માંથી કમાયેલા પૈસા પણ તેના બેંક બેલેન્સ માં પડ્યા છે. સાથે જ આ બધા રૂપિયા નું વ્યાજ પણ આવે છે.

ત્રણ ઘર અને ઘણી લક્ઝરી ગાડીઓ પણ છે :

બિપાશા ની પાસે ત્રણ ૩ ખુબજ સુંદર ઘર અને ઘણી લક્ઝરી ગાડીઓ પણ છે.તે ઘણી મેગેજીન ના કવર પર પણ નજર આવી ચુકી છે. બસ આ બધી વસ્તુઓ ને લીધે બિપાશા ની કમાણી ૧૦૦ કરોડ થી ઉપર થઇ ગઈ છે.ખબરો પર થી જાણવા મળ્યું છે કે બિપાશા અને કરણ બંને જલ્દી જ એક ફિલ્મ “આદત” માં સાથે જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!