ફોટા જોવો : ખુબ જ સુંદર છે કુમાર સાનુની ૧૭ વર્ષની દીકરી – આ એક્ટ્રેસ માટે ગીત ગાવાની ઈચ્છા છે

હિન્દી ફિલ્મ જગત ના જાણીતા પ્લે બેક સિંગર કુમાર સાનું એ ૯૦ અને ૨૦૦૦ ના દશક માં ઘણા સુપર હીટ ગીતો ગાયા છે, કુમાર સાનું એ ફિલ્મ જગત માં મોટા મોટા અભિનેતાઓ માટે પોતાનો અવાજ આપ્યો છે, આ અભિનેતાઓ માં અમિતાભ બચ્ચન થી લઈને ફિલ્મ જગત ના ત્રણેય ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, સંજય દત, અનીલ કપૂર અને ગોવિંદા જેવા ઘણા બધા અભિનેતાઓ સામેલ છે.

આજના સમય માં કુમાર સાનું ની પુત્રી શૈનન પોતાના પિતા ની જેમ એક મોટી ગાયિકા ના રૂપ માં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી રહી છે.શૈનન જોવામાં સુંદર તો છે જ સાથે ખુબ સ્ટાઇલીસ પણ છે.આના સિવાય સોશિયલ મિડિયા માં શૈનન ના ચાહકો પણ ઘણા છે. આજે અમે તેણીની કેટલીક સુંદર તસ્વીરો જ દેખાડવાના છીએ અને સાથે તે કઈ બોલીવૂડ ની એક્ટ્રેસ માટે ગીત ગાવાની છે એ પણ જણાવીશું.

આ અભિનેત્રી માટે ગીત ગાવા ઈચ્છે છે :

એક ઈન્ટરવ્યું માં શૈનન એ કહ્યું હતું કે “હુએ એક એક્ટ્રેસ ની અવાજ બનવાનું પસંદ કરી, ખાસકરીને જો એ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હોય તો હું તેને મારા સારા નસીબ સમજીશ.દિપીકા મારી પ્રિય અભિનેત્રી છે.” શૈનન લોસ એન્જાલીસ માં રહે છે. તેણીએ પોતાના સંગીત ના કરિયર ની શરૂઆત અંગ્રેઝી ગીતો ગાવા થી કરી હતી. શૈનનએ કહ્યું કે “હું હમેશા વિદેશ માં રહું છું એટલે તકનીકી રૂપ થી મારી પહેલી ભાષા અંગ્રેજી રહી છે અને એટલે જ મેં અંગ્રેજી ગીતો ગાવવા ના શરુ કર્યું હતું.હિન્દી ભાષા માં ગીતો ગાવવા માં સક્ષમ બનવા માટે મારા પિતા એ મને કહ્યું કે મારે થોડીક ઉર્દુ પણ શિખી લેવી જોઈએ, જેથી હું શબ્દો નો સાચી રીતે ઉચ્ચારણ કરી શકું, જો હું આવું નહિ કરી શકું તો ભારતીય શ્રોતાઓ ને મારા હિન્દી શબ્દો ને સમજવા માટે સમસ્યા થશે.”

સોનું નિગમ સાથે ફિલ્મો સિવાય ગીતો રેકોર્ડ કરી :

કુમાર સાનું ની પુત્રી સાનું હજી સુધી સોનું નિગમ જેવા ભારતીય સિંગરો સાથે ફિલ્મો સિવાયના ગીતો રેકોર્ડ ક્રિયા છે, આના સિવાય તેણીએ હિમેશ રેશમિયા ની આવવાની ફિલ્મો “હેપ્પી હાર્ડી એન્ડ હીર” માટે રેકોર્ડીંગ પણ કરી છે.શૈનન એ કહ્યું કે “મને જયારે તક મળશે તો હું હિંદી ગીતો ગાવા પસંદ કરીશ, બોલીવૂડ મારું પ્રિય છે, મને અહી ની ફિલ્મો ખુબ આકર્ષે છે, પણ જ્યાં સુધી મને હિન્દી ગીતો ગાવાની તક ન ત્યાં સુધી હું મારા હિન્દી ઉચ્ચારણ ને સારો કરી લઇશ.”

સોશિયલ મિડિયા માં ખુબ એક્ટીવ રહે છે :

શૈનન સોશિયલ મિડિયા પર ખુબ એક્ટીવ રહે છે. ઈન્સ્ટાગ્રામ માં તે ખુબજ પ્રખ્યાત છે. તે ઈન્સ્ટાગ્રામ માં ખુબ જ એક્ટીવ હોય છે અને અવાર નવાર તેની તસવીરો પોસ્ટ કરતી હોય છે.ઈન્સ્ટાગ્રામ પર શૈનન ના ૨૮ લાખ થી વધારે ફોલોવર્સ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે શૈનન કુમાર સાનું ની સાચી દીકરી નથી પણ તેને કુમાર સાનું એ દતક લીધેલી છે.

એક ઈન્ટરવ્યું માં કુમાર સાનું એ કહ્યું હતું કે આ વાત હું કોઈને જણાવવા નતો માંગતો કેમકે મને લાગતું હતું કે લોકો શું વિચારશે પણ સમય ની સાથે લોકોને આ વાત ની ખબર પડી ગઈ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!