પોતાની ગર્લ ફ્રેન્ડ પર જ લટ્ટુ થઇ ગયેલા આ ૯ એક્ટર્સ – આ રીતે દોસ્તીને લવ મેરેજ માં બદલી..

આપણે ઘણી વાર સાંભડીએ છીએ કે “એક છોકરો અને છોકરી કદી ખાલી મિત્રો ક્યારેય ના હોય સકે” અત્યારે તો લોકો આ વાત ને નકારી દે છે પરંતુ આ વાતને સાચી પાડી દે તેવા ઉદાહરણ પણ હોય છે. આજે અમે આવાજ ૯ એકટરો વિશે જાણસો કે જેઑ પોતાની બેસ્ટ ફ્રેન્ડ પર જ લટ્ટુ થઈ ગયા હતા. એક છોકરો અને  છોકરી જ્યારે વધારે સમય સાથે પસાર કરે છે, ત્યારે તેમને એક બીજા સાથે પ્રેમ નો ભાવ જાગ્રત થઈ જાય છે.તો ચાલો આવા ૯ એકટરો વિશે જાણીએ.

શાહરુખ ખાન અને ગૌરી :

” પ્રેમ મિત્રતા છે” શાહરુખ ખાને પોતાની એક ફિલ્મ ના આ ડાયલોગ ને પોતાના જીવન માં જ ઉપયોગ કરેલ છે. શાહરુખ ખાન ૧૮ વર્ષના હતા ત્યારથી જ તેમને ગૌરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ની મુલાકાત એક કોમન મિત્ર ની પાર્ટી માં થઈ હતી. બંને જલ્દી જ ખુબજ સારા મિત્રો બની ગયા. બંને અલગ અલગ ધર્મના હોવાથી એમના લગ્ન માં થોડી સમસ્યા તો આવી પણ ૨૫ ઓક્ટોબર ૧૯૯૧ ના દિવસે તેઓ પતિ પત્ની બની ગયા.

જેકી શ્રોફ અને આયેશા શ્રોફ :

જેકી શ્રોફ અને આયેશા ની કહાની પણ કઈક એવી જ છે. તે બંને સ્કૂલ માં ભેગા હતા. ત્યાજ તેમની મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ. પછી બંને એ લગ્ન કરી લીધા અને આજે પણ તેઓનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું છે.

અરિજીત  સિંહ અને કોયલ રોય :

બોલિવૂડ ના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહે તો પહેલા એક રિયાલીટી શો ની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા હતા. પણ આ લગ્ન બહુ વધારે સમય ચાલ્યા નહીં એટલે બંને અલગ થઈ ગયા. એના પછી અરિજીત સિંહ ને પોતાના બાળપણ ની મિત્ર કોયલ રોય સાથે પ્રેમ થઈ ગયો. પછી બંને એ તિરુપતિ મંદિર માં ૨૧ જાન્યુઆરી ૨૦૧૪ માં લગ્ન કરી લીધા.

ફરદીન ખાન અને નતાશા : 

બોલિવૂડ માં થી લગભગ ગાયબ થઈ ગયેલા ફરદીન ખાને પણ પોતાના બાળપણ ની મિત્ર નતાશા સાથે જ લગ્ન કર્યા. ફરદીન જ્યારે નતાશા સાથે લંડન થી અમેરિકા જય રહ્યા હતા ત્યારે તેજ વિમાન પર ફરદીને નતાશા ને પ્રપોસ કરી હતી.

બોબીદેઓલ અને તાન્યા : 

બોબીદેઓલે ના લગ્ન ની વાત પણ એવી જ કઈક છે. તેણે તાન્યા ને પહેલી વાર એક ઇટાલિયન રેસ્ટોરન્ટ માં જોઈ હતી અને ત્યારે જ પ્રેમ કરી બેઠા. તેને તાન્યા સાથે મિત્રતા કરવા અને ડેટ પર જવા ઘણા પ્રયત્નો કર્યા. એ ઘણા જ પ્રયત્નો પછી તાન્યા ડેટ માટે રાજી થઈ ગઈ. પછી બંને ની મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ અને છેલ્લે બંને એ પોત પોતાના પરિવાર ની સંમતિ થી ૧૯૯૬ લગ્ન કરી લીધા.

જિતેન્દ્ર અને શોભા કપૂર : 

જિતેન્દ્ર કપૂર ના લગ્ન ની વાત પણ કઈક એવિજ છે. જોકે જિતેન્દ્ર નું નામ તો ઘણી બધી એક્ટ્રેસ ની સાથે જોડાયું હતું. અને એક વાર તો તેમણે હેમા માલિની સાથે લગ્ન કરવાનું નક્કી પણ કરી લીધું હતું. પણ ખરે ખર જ્યારે લગ્ન ની વાત આવી ત્યારે તેમણે પોતાના બાળપણ ની મિત્ર શોભા સાથે જ ૩૧ ઓક્ટોબર ૧૯૭૪ ના દિવસે લગ્ન કર્યા. કહેવાય છે કે જિતેન્દ્ર જ્યારે ૧૪ વર્ષ ના હતા ત્યારે તેઓ શોભા સાથે મુંબઈ ની મરીન ડ્રાઇવ માં મળ્યા હતા.

સુનિલ શેટ્ટી અને માના શેટ્ટી :

સુનિલ અને માના એ તો એક બીજાને ૯ વર્ષ સુધી ડેટ કર્યા હતા. જ્યારે સુનિલ ફિલ્મ ઉધ્યોગ માં આવ્યા પહેલા જ તેમણે માના સાથે લગ્ન કરી લીધા હતા. આ બંને ની મુલાકાત એક પેસ્ટ્રી શોપ માં થઈ હતી અને એ શોપ માં તેઑ ની મુલાકાત વારંવાર થવા લાગી અને ત્યાર બાદ તેઓ મિત્રો બની અને થોડા સમય પછી તેઓને પ્રેમ થઈ ગયો.

આયુષમાન ખુરાના અને તાહિરા :

બોલિવૂડ ના ઊભરતા સિતારા આયુષમાન ખુરાના પણ આજ લિસ્ટ માં સામેલ છે. તેને પણ પોતાની બાળપણ ની મિત્ર તાહિરા કશ્યપ સાથે ૨૦૦૮ માં લગ્ન કર્યા હતા. તેઓ બંને કોલેજ ના સારા મિત્રો પણ હતા. જ્યારે આયુષ્માન ખુરાના ની આર્થિક હાલત એટલી સારી ના હતી એમ છતાં પણ તાહિરા એ આયુષ્માન સાથે આર્થિક સ્થિતિ નો વિચાર કર્યા વગર લગ્ન કરી લીધા હતા.

ઋત્વિક રોશન અને સુઝેન ખાન :

કહોના પ્યાર હૈ ફિલ્મ નો એક સીન ઋત્વિક ના અંગત જીવન માથી જ લેવામાં આવેલ હતો. હાલ અલગ થઇ ગયેલા ઋત્વિક અને સુઝેન ના લગ્ન ની વાત પણ કઈક એવી છે. એ બંને ની મુલાકાત એક ટ્રાફિક સિગ્નલ પર જ થઈ હતી. આજે અલગ થઈ ગયા પછી પણ તેઓ બંને એક બીજાના સારા મિત્રો તો છે જ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથારસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!