પિતાની રીક્ષા છોડાવવા જયારે દીકરી પોલીસ સ્ટેશન પહોંચી – આ કારણથી મીઠાઈ ખવડાવીને રીક્ષા પરત કરી

હાલ માં જ ટ્રાફિક ના નિયમો તોડવા ને લીધે એક વ્યક્તિ ની ઈ રીક્ષા પોલીસ દ્વારા જપ્ત કરી લેવા માં આવી હતી.ઈ રીક્ષા જપ્ત થયા પછી આ વ્યક્તિ એ તેની ઈ રીક્ષા છોડવા માટે ઘણા આગ્રહ કર્યા પણ પોલીસે તેની એક પણ વાત ન સાંભળી અને ઈ રીક્ષા ને પોલીસ સ્ટેશને લઇ ગયા.

જયારે આ વ્યક્તિ ની દીકરી ને આ વાત ની જાણ થઇ ત્યારે તે તરત જ રીક્ષા છોડાવવા પોલીસ સ્ટેશને પહુચી ગઈ હતી.ત્યાં જઈને આ છોકરી એ કઈક એવું કર્યું કે જેને લીધે પોલીસ વાળા નું હ્રદય પિગળી ગયું અને તેઓએ તે છોકરી ના પિતા ની રીક્ષા છોડી દીધી હતી.

બિચપુરી ના રહેવાશી છે :

જાણવા મળ્યું છે કે આ છોકરી ના પિતા બિચપુરી ના નિવાસી છે અને તેનું નામ ભૂરા યાદવ છે .ભૂરા યાદવ ઘણા વર્ષો થી ઈ રીક્ષા ચલાવે છે.એમાં એક દિવસે રીક્ષા ચલાવતી વખતે ભૂરા યાદવે ટ્રાફિક ના નિયમો નું પાલન ના કર્યું.જેના પછી પોલીસે તેની ઈ રીક્ષા જપ્ત કરી લીધી હતી.ઈ રીક્ષા જપ્ત થઇ ગયા પછી ભૂરા યાદવ ખુબજ દુખી થઇ ગયા હતા. અને ઘરે જઈને તેણે તેની દીકરી શિતલને આ વાત ની જાણ કરી.

પિતા ની ઈ રીક્ષા જપ્ત થઇ ગયા ની ખબર સંભાળીને શિતલ તરત જ પોલીસ સ્ટેશને પહુચી ગઈ.ત્યાં જઈને શિતલે પોલીસ ને કહ્યું કે તેણી નો આજે જન્મ દિવસ છે એટલે તેઓ તેના પિતાની રીક્ષા છોડી દે.શિતલ ની આ વાત સાંભળી ને પોલીસ નિરીક્ષક નરેન્દ્ર શર્મા નું હ્રદય પીગળી ગયું અને પોલીસે તેની રીક્ષા ને છોડી દીધી.

શિતલ ને ખવડાવી મીઠાઈ :

પોલીસે શિતલ ના પિતાની ઈ રીક્ષા છોડવાની સાથે તેણીને મીઠાઈ પણ ખવડાવી અને જન્મદિવસ ની શુભકામનાઓ દીધી.સાથે જ શિતલ અને તેના પિતા ને ટ્રાફિક ના નિયમો કીધા અને સાથે જ તેના પાલન કરવાનું પણ કીધું.

આ કારણે જપ્ત કરી હતી ઈ રીક્ષા :

પોલીસ પાસે થી મળેલી જાણકારી મુજબ ભૂરા યાદવ એ બુધવારે લોહામંડી ક્ષેત્ર માં પોતાની ઈ રીક્ષા નો પાર્કિંગ ઝોન માં લગાવી દીધી હતી.જેના પછી પોલીસ તેની ઈ રીક્ષા ને નો પાર્કિંગ થી પોલીસ સ્ટેશને લઇ ગયા હતા.

ભૂરા યાદવ ની દીકરી મુજબ તેના પરિવાર નો ખર્ચ રીક્ષા ની કમાણી થી જ ચાલે છે અને પોલીસ દ્વારા ઈ રીક્ષા ને જપ્ત કરવા થી તેના પરિવાર પર આર્થિક સંકટ આવી જાય તેમ હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!